બોલીવુડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાન એપ્રિલમાં માતા-પિતા બન્યા, તેમના પુત્ર ફતેહ સિંહ ખાન છે. ફાધર્સ ડે પર સાગરિકાએ તેના પુત્રની પહેલી તસવીર શેર કરી અને ઝહીર માટે એક પ્રેમથી મેસેજ લખ્યો, જેને ફેન્સને ખૂબ જ ઈમોશનલ કરી દીધા.
ફાધર્સ ડે પર સાગરિકાએ બતાવી પુત્રની પહેલી ઝલક
રવિવારે સાગરિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો જેમાં ઝહીર તેના નાના દીકરા ફતેહ સિંહ સાથે રમતો જોવા મળે છે. બંને એકબીજા સામે જોઈને હસતા હોય છે. આ ફોટો સાથે સાગરિકાએ લખ્યું છે કે ‘હું સામાન્ય રીતે વધારે લખતી નથી પણ આજે હું એટલા માટે લખી રહી છું કારણ કે એક દિવસ અમારો દીકરો આ બધું વાંચશે અને તેને ખબર પડશે કે તે કેટલો લકી છે.
તેના પિતા ખૂબ જ પ્રેમ કરે છે, હંમેશા બધાનું ધ્યાન રાખે છે, મજબૂત છે, સહનશીલ છે અને તેના મૌનમાં ઘણી શક્તિ છે. જો અમારો દીકરો થોડો પણ ઝહીર જેવો બની શકે, તો તે ખૂબ જ ખાસ વ્યક્તિ બનશે.’
સાગરિકાએ આગળ લખ્યું છે કે ‘તમે બધાની કેયર કરો છો, મુશ્કેલ સમયમાં પણ શાંત રહો છો અને કંઈ પણ બોલ્યા વિના ઘણું બધું કહી દો છો. આ બધી વાતો તમને ખાસ બનાવે છે. અમારા દીકરાને તમારા જેવા પિતા મળ્યા છે. હેપ્પી ફાધર્સ ડે.’
ફેન્સે આપી પ્રતિક્રિયા
ફેન્સે ફતેહ સિંહને ખૂબ જ ક્યૂટ ગણાવ્યો અને તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો. એક યુઝરે લખ્યું છે કે “કેટલો પ્રેમાળ બાળક છે.” બીજા યુઝરે લખ્યું છે કે “કેટલો ક્યૂટ ફોટો. હેપ્પી ફાધર્સ ડે ઝહીર. ભગવાન તમારા દીકરાને ખુશ રાખે.” આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે “તે ખૂબ જ ક્યૂટ છે અને તેની આંખો ઝહીરની આંખો જેવી છે.”
સાગરિકા અને ઝહીરે નવેમ્બર 2017 માં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. લગ્નના આઠ વર્ષ પછી, તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો. સાગરિકાએ આ ખુશખબર સોશિયલ મીડિયા પર એક પરિવારના ફોટા સાથે શેર કરી અને તેના પુત્રનું નામ ફતેહ સિંહ ખાન રાખ્યું.