દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના સુકાની ટેમ્બા બાવુમાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ આફ્રિકન સુકાનીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ફાઇનલમાં જોરદાર સ્લેજિંગ કર્યુ હતું.
ઓસ્ટ્રેલિયાના બોલર્સ અને ખેલાડીઓ જ્યારે સાઉથ આફ્રિકન બેટ્સમેનોને પોતાની બોલિંગ અને ફિલ્ડિંગ વડે તોડી નહોતા શક્યા ત્યારે તેમણે મેચમાં પોતાનું જૂનું સ્લેજિંગનું હથિયાર અજમાવ્યું હતું. બાવુમાએ મેચ બાદ કહ્યું હતું કે મેં તેમને આમ કહેતા સાંભળ્યા હતા કે અમે આમને 60 રનની અંદર જ આઉટ કરી દઇશું. મેચ બાદ સુકાની ટેમ્બા બાવુમાએ દાવો કર્યો હતો કે જ્યારે ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ 69 રન બનાવ્યા હતા અને અમારી પાસે આઠ વિકેટ બાકી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્લેજિંગ શરૂ કરી દીધુ હતું. મેચ બાદ બાવુમાએ હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયા સામે રમવું થોડું અલગ છે. તેઓ મેદાન પર એટલું બધુ બોલતા નથી. તેઓ હજુ પણ પોતાની શારીરિક અભિવ્યક્તિ અને પોતાના કૌશલ્યના માધ્યમથી આક્રમક છે, પરંતુ વધારે પડતી વાતચીત નથી થતી. બાવુમાએ વધુમાં ઉમેર્યુ હતું કે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ આ તથ્ય સામે મૂકયું હતું અમે 60 રનમાં ઓછામાં ઓછી આઠ વિકેટ ગુમાવી શકીએ છીએ. મેં નિશ્ચીત રીતે જ તે વાત સાંભળી હતી.