મોટાભાગનાલ લોકોને ચા સાથે કંઈક નાસ્તો ખઆવા જોઈએ છે. ચાની સાથે નાસ્તામાં તળેલા ફરસાણ ભલે જીભનો સ્વાદ વધારતા હોય પરંતુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નાસ્તામાં ચાની સાથે હળવો બ્રેકફાસ્ટ કરવા માગતા હોવ તો મિક્સ વેજ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. બાળકો સાથે પરિવારના વડીલોને પણ આ વાનગી જરૂર પસંદ આવશે. ખાસ કરીને તહેવારના દિવસોમાં ઓછા સમયમાં બનતી આ વાનગી તમારા માટે બેસ્ટ વિકલ્પ બની રહેશે. ચાલો જોઈએ કેવી રીતે બનાવવી આવાનગી.
નોંધી લો ફટાફટ મિક્સ વેજ સેન્ડવીચ વાનગી બનાવવાની રીત
મિક્સ વેજ સેન્ડવીચ માટેની સામગ્રી: આ સેન્ડવીચ માટે તમે બ્રાઉન બ્રેડ અથવા મલ્ટીગ્રેન બ્રેડનો ઉપયોગ કરશો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક રહેશે. આ ઉપરાંત લીલા મરચાં, કોથમીર, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું લો.
- 6 બ્રેડ સ્લાઈસ
- 1 કપ દહીં
- 1/2 કપ કાકડી ઝીણી સમારેલી
- 1/2 કપ ગાજર ઝીણી સમારેલું
- 1/2 કપ કેપ્સિકમ ઝીણું સમારેલું
- 1 ડુંગળી ઝીણી સમારેલી
- કાળા મરી પાવડર
- ફ્રાય કરવા – માખણ અથવા ઓલિવ તેલ
મિક્સ વેજ સેન્ડવીચ બનાવવાની રીત:
- આ વાનગી બનાવવા તમારે ના કોઈ ગ્રેવી બનાવી પડશે કે ના કોઈ તળવાની માથાકૂટ. સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા તમારે ચટણી અને ગ્રેવી બનાવી પડે છે. પરંતુ આ સેન્ડવીચ બનાવવા કોઈ વધુ ઝંઝટ નહી ફક્ત 10 મિનિટમાં તૈયાર થશે.
- આ સેન્ડવીચ બનાવવા એક મોટા વાસણમાં દહીં લો અને તેમાં તમામ ઝીણા સમારેલા કાકડી, ગાજર, કેપ્સિકમ અને ડુંગળીના શાકભાજી અને મીઠું નાખી દો. જો તમે ડુંગળી ના ખાતા હોય તો ટાળી શકો છો.
- ત્યારબાદ તેમાં ચાટ મસાલો અને કાળા મરી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો. સમારેલી કોથમીર નાખી આ મિશ્રણને સારી રીતે હલાવી એક બ્રેડ સ્લાઈસ પર પાથરી દો. તેના પર બીજી બ્રેડ સ્લાઈસ મૂકો.
- અને પછી આ સેન્ડવીચને તવા પર થોડું માખણ લગાવીને બંને બાજુ શેકી લો. જો તમારી પાસે સેન્ડવીચ મેકર કે ગ્રીલર છે, તો તેમાં પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેન્ડવીચને ગ્રીલ કરો.
- તૈયાર થઈ ગઈ મિક્સ વેજ સેન્ડવીચ. આ સેન્ડવીચને સોસ અથવા ચાની સાથે ખાઈ શકો છો. બાળકોના નાસ્તામાં પણ આ વાનગી યોગ્ય રીતે પેક કરીને તમે આપી શકો છો.


