અમદાવાદમાં દૂરદર્શન ટાવર નજીક આજે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં એક સાથે ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.
ટ્રિપલ અકસ્માત સર્જાયો
ઘટનાની વિગતો મુજબ, દૂરદર્શન પાસે સિગ્નલ અચાનક બંધ થવાના કારણે આગળ ચાલી રહેલા એક કાર ચાલકે તત્કાલ બ્રેક મારી હતી. જેના પરિણામે, તેની પાછળ આવી રહેલી અન્ય બે કાર સમયસર બ્રેક ન મારી શકતા એક પછી એક અથડાઈ હતી અને ટ્રિપલ એક્સિડેન્ટ સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો – Ahmedabad news: મનપાનો સપાટો, 13 શાળાઓ કરવામાં આવી સીલ, જાણો કારણ


