- અમેરિકામાં મોબાઇલ ફોનમાં વિરોધી વિદેશી દેશો દ્વારા નિયંત્રિત સેટેલાઈટના સિગ્નલ
- ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન અહેવાલોને લઈને કરી રહ્યું છે તપાસ
- FCC દ્વારા એપલ, ગૂગલ, મોટોરોલા, નોકિયા, સેમસંગ કંપનીઓ પાસે માંગ્યો જવાબ
ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું છે કે તે એ વાતની તપાસ કરી રહ્યું છે કે USમાં મોબાઇલ ફોન જેવા ઉપકરણો વિરોધી વિદેશી દેશો રશિયા અને ચીન દ્વારા નિયંત્રિત ઉપગ્રહોમાંથી સિગ્નલ પ્રાપ્ત કરી રહ્યાં છે અને તેનો ઉપયોગ કરી રહ્યાં છે.
FCCએ વ્યક્ત કરી ચિંતા
FCC દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે મોબાઈલ ફોન જેવા ઉપકરણો વિરોધી વિદેશી શક્તિઓ દ્વારા કંટ્રોલ કરવામાં આવતા સેટેલાઈટ દ્વારા ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (GNSS) સિગ્નલ મેળવી રહ્યા છે, જે આયોગન નિયમોનું ઉલ્લંઘન કરી શકે છે. જોકે, એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે શું આ સ્ટડી સુરક્ષાના જોખમો ઊભા કરે છે કે નહિ.
ચાલી રહી છે તપાસ
FCCએ ગુરુવારે તપાસને લઈને ખુલાસો કર્યો અને કહ્યું કે તપાસ ચાલી રહી છે. તો, એજન્સીના એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું છે કે એજન્સી થોડા મહિનાઓ પહેલા શરૂ કરવામાં આવેલ તપાસમાં એપલ inc, આલ્ફાબેટ inc ના ગૂગલ, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ અને નોકિયા સહિત ડિવાઇસ મેકર્સની તપાસ કરી રહી છે. એપલ, ગૂગલ, મોટોરોલા, નોકિયા, સેમસંગ અને અન્ય કંપનીઓ પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યા છે. જોકે, હાલ તો આ કંપનીઓ પાસેથી કોઈ જવાબ નથી આવ્યો. FCCના એક પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું છે કે આ મામલે હાલ તો કોઈ પુરાવા નથી મળ્યા કે સુરક્ષાને લઈને કોઈ ઉલ્લંઘન થયું છે કે નહિ.
ચીને કરી હતી અમેરિકા સાથે વાત
હાઉસ સિલેકટ ચાઈના કમિટીના અધ્યક્ષ પ્રતિનિધિ માઇક ગેલાઘેરએ આ સપ્તાહની શરૂઆતમાં FCCના અધ્યક્ષ જેસિકા રોસેનવોર્સેલ સાથે વાત કરી હતી અને તેમણે ટે રિપોર્ટ્સને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકન સેલ ફોન ચીની અને રશિયન સેટેલાઇટ્સ તરફથી સિગ્નલ મેળવી રહ્યા છે અને ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.


