By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh: બાંગ્લાદેશી સાંસદની હત્યા પાછળની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ,જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh: બાંગ્લાદેશી સાંસદની હત્યા પાછળની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ,જાણો

agragujaratnews
Last updated: 2024/05/24 at 3:10 PM
2 years ago
Share
Bangladesh: બાંગ્લાદેશી સાંસદની હત્યા પાછળની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ,જાણો
SHARE

  • બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અજીમની ત્રણ દિવસ પહેલાં કરપીણ હત્યા થતા ચકચાર મચી
  • સાંસદની હત્યા પાછળ મહિલાની હનિટ્રેપ તરીકે ભૂમિકા સામે આવ્યોનો ખુલાસો
  • 100 કરોડ રૂપિયાનું સોનું, ત્રણ મહિનાના આયોજન બાદ સાંસદની થઈ હત્યા

છેલ્લા ચાર દિવસથી ભારત અને બાંગ્લાદેશમાં ચકચાર મચાવનારા સાંસદની હત્યા કેસની ચર્ચા છે. બાંગ્લાદેશમાં અવામી લીગના સાંસદની હત્યાના સંબંધમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ઢાકા મેટ્રોપોલિટન પોલીસે સિલિસ્ટી રહેમાન નામની મહિલાની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિલિસ્તી રહેમાન બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમની હત્યાના માસ્ટરમાઇન્ડ અખ્તરુઝમાન શાહીનની ગર્લફ્રેન્ડ છે. તપાસ અધિકારીઓને શંકા છે કે તેનો ઉપયોગ ‘હનીટ્રેપ’ તરીકે કરવામાં આવ્યો હતો અને બાંગ્લાદેશી સાંસદની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

સાંસદની હત્યા પાછળ આટલા કારણો જવાબદાર હતા

પોલીસની સઘન તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય હત્યારા અમાનુલ્લાહ અને તેના સાગરિતોએ ન્યૂટાઉનના તે લક્ઝરી ફ્લેટમાં ગયા બાદ શાહીનના બાકી નાણાં ચૂકવવા માટે સાંસદ પર દબાણ કર્યું હતું. આ દરમિયાન અમાનુલ્લાએ સાંસદને થપ્પડ મારી હતી અને મારામારી થઈ હતી. બાદમાં ઓશીકા વડે મોઢું દબાવીને સાંસદની હત્યા કરવામાં આવી હતી. આ પછી, મુખ્ય કાવતરાખોર શાહીનને કહેવામાં આવ્યું કે મિશન પૂર્ણ થઈ ગયું છે. શાહીને મૃતદેહને છુપાવવાનો આદેશ આપ્યો. સૂચના મળતાં અમાનુલ્લાહે તેના શરીરના ટુકડા કરી નાખ્યા. સફેદ પોલીથીન, બ્લીચીંગ પાવડર અને બે મોટી સાઈઝની ટ્રોલી બેગ બહારથી ખરીદી હતી. મૃતદેહના ટુકડા કર્યા બાદ તેને બે અલગ-અલગ ટ્રોલીમાં લોડ કરવામાં આવે છે. શરીરના અંગો બેગમાં મૂક્યા બાદ બહારથી લાવેલા બ્લીચિંગ પાવડરથી ફ્લેટનો ફ્લોર સાફ કરવામાં આવ્યો હતો.

આ ટ્રોલી મર્ડર ગ્રુપના સભ્ય સિયામને આપવામાં આવી છે. સિયામ કારમાં બેઠો અને થોડે દૂર નીચે ઊતર્યો. આ પછી અમાનુલ્લા એ કહી શક્યો નહીં કે તેણે આ બેગ ક્યાં લીધી. ફ્લેટમાં બીજી બેગ છોડીને, અમાનુલ્લાહ અને શાહીનની ગર્લફ્રેન્ડ સિલિસ્ટી 15 મેના રોજ પ્લેન દ્વારા ઢાકા પરત ફર્યા. મુસ્તફિઝ, ફૈઝલ અને અન્ય લોકોએ ત્યાંથી બીજી ટ્રોલી બેગ કાઢી.

બંને સોનાની દાણચોરીનું રેકેટ ચલાવતા હતા.

માર્યા ગયેલા સાંસદ અનવારુલ અઝીમ અનાર અને મુખ્ય શંકાસ્પદ અખ્તરુઝમાન સોનાની દાણચોરીનું રેકેટ ચલાવતા હતા, પરંતુ તેમની વચ્ચે પૈસાને લઈને મતભેદ હતા અને અઝીમે 100 કરોડથી વધુ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. પોતાના વતન ઝેનાઈદહમાં શાહીન મિયાં તરીકે ઓળખાતો અખ્તરુઝમાન દુબઈથી બાંગ્લાદેશમાં સોનાની દાણચોરી કરતો હતો, જ્યારે ઝેનાઈદહ-4ના સત્તાધારી અવામી લીગના સાંસદ અઝીમ ભારતમાં યોગ્ય લોકો સુધી માલ પહોંચે તેની ખાતરી કરતો હતો. ગયા વર્ષે અઝીમે અખ્તરુઝ્ઝમાનને કહ્યું હતું કે તેને વધુ હિસ્સો જોઈએ છે, ત્યારબાદ અખ્તરુઝમાને અઝીમના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને તેના કારણે બંને વચ્ચે અણબનાવ થયો હતો. જ્યારે અઝીમે 100 કરોડથી વધુ રૂપિયા લીધા અને પોતાની પાસે રાખ્યા ત્યારે બંને વચ્ચે દુશ્મની થઈ

આ પછી અખ્તરુજજમાને અઝીમ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું. બંને છેલ્લા છ મહિનામાં મામલો થાળે પાડવા માટે ઘણી વખત મળ્યા હતા અને અઝીમે અખ્તરુઝ્ઝમાનને પૈસા આપવાનો સતત ના પાડી હતી. આ પછી અખ્તરુઝમાને તેની હત્યા કરવાનું નક્કી કર્યું. અઝીમ 12 મેના રોજ કોલકાતા ગયો હતો અને રાત માટે મિત્રના ઘરે રોકાયો હતો. બીજા દિવસે તે ડૉક્ટર પાસે જાઉં છું તેમ કહીને ચાલ્યો ગયો. તે પાછો ફર્યો ન હતો અને મિત્રને તેના મોબાઇલ ફોનમાંથી કેટલાક મેસેજ મળી આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેને ફોન કરવાની જરૂર નથી.

સાંસદની હત્યાનું પ્લાનિંગ ત્રણ મહિના પહેલાં કરવામાં આવ્યું હતું

ઢાકા મેટ્રોપોલિટન પોલીસ એડિશનલ કમિશનર (ડીબી) હારુન અને રશીદે કહ્યું, “હત્યાની યોજના બે-ત્રણ મહિના પહેલા બનાવવામાં આવી હતી. ગુલશન અને બસુંધરામાં અખ્તરુઝમાનના ફ્લેટમાં ઘણી બેઠકો થઈ હતી. ડીએમપીની તકેદારીના કારણે શકમંદો અહીં હત્યા કરી શક્યા નથી. તેઓ જાણતા હતા કે સાંસદો વારંવાર કોલકાતાની મુલાકાત લે છે, તેથી તેમણે એક નવો પ્લાન બનાવ્યો અને 25 એપ્રિલે ત્યાં એક ફ્લેટ ભાડે લીધો. 30 એપ્રિલે અખ્તરુઝમાન, તેની ગર્લફ્રેન્ડ અને કિલર અમાનુલ્લાહ કોલકાતા પહોંચ્યા અને ન્યૂટાઉન વિસ્તારના એક ફ્લેટમાં ગયા.

13મી મેના રોજ જ્યારે અજીમ પોતાના મિત્રના ઘરેથી નીકળ્યો ત્યારે એક શંકાસ્પદે તેને એક સફેદ રંગની કારમાં બેસાડી દીધો અને ફલેટ પર લઈ ગયો હતો. સાંસદ બપોરના સમયે ફલેટમાં પ્રવેશ્યો અને શકમંદોએ અડધો કલાકમાં પોતાના પ્લાનને અંતિમ સ્વરૂપ આપી દીધું. તેઓએ અજમીને ફોનને ચાલુ રાખ્યો અને પોલીસ તંત્રને મૂર્ખ બનાવવા જુદા-જુદા સ્થળેથી લોકોને સંદેશ મોકલ્યા હતા. 

જિહાદ નામના કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરાઈ

15મી મેના રોજ અમાનુલ્લાહ અને અખ્તરુજ્જામાંની પ્રેમિકા બાંગ્લાદેશ પરત આવી, જ્યારે બે શકમંદો 16 અને 17મી મેએ બાંગ્લાદેશ પરત આવ્યા. સીઆઈડીના શરૂઆતના ગાળાની તપાસમાં અનુમાન છે કે આ રહસ્યમયી મહિલાને જાણ છે કે સાંસદની હત્યા પછી તેના મૃતદેહના ટુકડા ક્યાં ફેંક્યા છે. કોલકાતાના ન્યૂટાઉન ફલેટમાં બાંગ્લાદેશના સાંસદની હત્યાની તપાસમાં પોલીસ પહેલા જ જિહાદ હાઉલદાર નામના એક કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી ચુકી છે. આ શખ્સ બાંગ્લાદેશથી ગેરકાયદે મુંબઈમાં રહે છે. પોલીસ સૂત્રો અનુસાર મુખ્ય આરોપી અખ્તરુજ્જમાં બે મહિના અગાઉ શખ્સને મુંબઈથી કોલકાતા લઈ આવ્યો હતો. ધરપકડ કરાયેલા જિહાદી નામના શખ્સની પૂછપરછમાં આ વાત સ્વીકારી છે.

તે બાંગ્લાદેશથી કોલકાતા આવ્યા પહેલાં નકલી ડોક્યુમેન્ટથી ઘણા સિમકાર્ડ ખરીદ્યા હતા. તપાસનીસ અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું કે સાંસદને મારવા માટે અઢી કરોડ રૂપિયાની અધધ રકમ અપાઈ હતી. આરોપી જિહાદ તપાસ ટીમને અવળા માર્ગે ફેરવી રહ્યો હતો. ગુરુવારે આખા દિવસે મૃતદેહને ક્યાં ફેકયો તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી મૃતદેહની કોઈ વિગત નથી સાંપડી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
રાજકોટ

 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી

Editor By Editor 6 days ago
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?