- થરાદમાં ભંગાર ગોડાઉનમાં સરકારી પુસ્તકોનો જથ્થો મળી આવ્યો
- વર્ષ 2023-24ના નવા પુસ્તકો ભંગારમાંથી મળ્યા
- બાળકોને આપવાના પુસ્તકો બારોબાર વેચી માર્યા હોવાની આશંકા
થરાદમાં સરકારી પ્રાથમિક શાળાના પુસ્તકો વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ ભંગારના ગોડાઉનમાં મળી આવવાની ઘટના સામે આવી છે,વર્ષ 2023-24 ના નવા પુસ્તકો ગોડાઉનમાંથી મળી આવતા વાલીઓએ સોશિયલ મિડીયામાં વીડિયો વાયરલ કર્યો હતો,તો બીજી તરફ પ્રાથમિક શાળામાં સરકારે પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવા માટે આપ્યા પરંતુ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓમાં ફાળવવાના પુસ્તકો સીધા ભંગાર ગોડાઉનમાં પહોંચાડી દીધા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે,તો વાલીઓ પણ આ પુસ્તકની વાતને લઈ સતર્ક થઈ ગયા છે,અને શાળામાં હોબાળો મચાવ્યો હતો.
ભંગારના ગોડાઉનમાં પુસ્તકો
થરાદમાં વાલીઓએ આજે એક વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો.અને તે વીડિયો એ હતો કે વર્ષ 2023-24માં સરકાર તરફથી બાળકોને પુસ્તકો આપવામાં આવતા હોય છે,આ પુસ્તકો બાળકોને મળવાની જગ્યાએ કે આર ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે,જિલ્લા શિક્ષણ અધિકારીને ઘટનાની જાણ થતા ટીપીઓ સહિતના અધિકારીઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી તાત્કાલિક રીપોર્ટ સોપવાનું કહ્યું છે.
રીપોર્ટ બાદ થશે કાર્યવાહી
હાલ તો બાળકોને મળવા લાયક પુસ્તકો મળ્યાં નથી અને એ ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યા છે,આ વાતની જાણ ગાંધીનગર સુધી થઈ ગઈ છે,તો બીજી તરફ આટલી મોટી ભુલ કોણે કરી તે પણ એક સવાલ છે,તો જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં સામે આવશે કે આ પુસ્તકો ભંગારના ગોડાઉન સુધી કોના આશિર્વાદથી પહોચ્યાં,ત્યારે જોવાનું એ રહ્યું કે,અગામી રીપોર્ટના આધારે જિલ્લાશિક્ષણાધિકારી કોઈ કાર્યવાહી કરે છે કે નહી.


