સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 80મી ત્રીજી સમિતિમાં ચીનના માનવ અધિકાર રેકોર્ડ પર ફરી એક વખત વૈશ્વિક સમુદાયે આંગળી ઉઠાવી છે. અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત 15 દેશોના સશક્ત ગઠબંધને ચીન સરકારની નીતિઓની જોરદાર નિંદા કરી છે. આ દેશોએ ખાસ કરીને શિનજિયાંગ, તિબેટ અને હૉંગકૉંગમાં માનવ અધિકારોના વ્યવસ્થિત હનન વિશે પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
ચીનમાં માનવ અધિકારોનું હનન, 15 દેશોએ કર્યા ગંભીર આક્ષેપ
અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા 15 મુખ્ય દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ના મંચ પર ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ના માનવ અધિકાર રેકોર્ડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ દેશોએ આક્ષેપ કર્યો છે કે ચીન સરકાર સતત તાના નાગરિકોના માનવ અધિકારોનું હનન કરી રહી છે. આ આક્ષેપ 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિ દરમિયાન મૂકવામાં આવ્યો હતો, જેમાં સશક્ત વૈશ્વિક ગઠબંધને બેઇજિંગની દમનકારી નીતિઓ પર સવાલ પણ ઉઠાવ્યા.
મનમાની ધરપકડ અને જબરદસ્તી મજૂરીની નિંદા
ગઠબંધન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ચીન સરકાર પર અનેક ગંભીર પ્રથાઓ માટે કડક નિંદા કરવામાં આવી છે. તેમાં મનમાની ધરપકડ , બળજબરીથી કામ કરાવવું (Forced Labour) અને ગેરકાયદેસર સામૂહિક દેખરેખ જેવા મુદ્દાઓ મુખ્ય છે. સમાચાર મુજબ, ચીનમાં અલ્પસંખ્યક સમુદાયોને નિશાન બનાવીને આ નીતિઓ અમલમાં મૂકી રહી છે. આ દેશોએ ચીનની અંદર ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા પર મુકાયેલા મહત્ત્વપૂર્ણ નિયંત્રણોને પણ અસ્વીકાર્ય ગણાવ્યા છે.


