ચીનમાં થોડા અલગ પ્રકારના ન્યૂમોનિયાના વાઇરસની બીમારી ફેલાઈ છે અને તેમાં બાળકોને મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે એટલે ગભરાયા વિના બાળકોને શિયાળામાં સંભાળી લો
કોરોના વાઇરસ વખતે નાહકનો ખોફ ઊભો કરવામાં આવ્યો હતો. એટલો બધો ભય ફેલાવાયો હતો કે ચિંતાના કારણે કેટલાયના કાળજા બેસી ગયા. કોઈ જાતના આયોજન વિનાનું લોક ડાઉન નાખી દેવાયું અને આખો દેશ હેરાન હેરાન થઈ ગયો. તેના બદલે પ્રથમથી જ કાળજી લઈને મર્યાદિત અને સ્માર્ટ લોડ ડાઉન પ્રમાણે કામ થયું હોત તો ઓછું નુકસાન થયું હોત. એની વે, તે વખતે પણ ડોક્ટર્સ વારંવાર કહેતા હતા કે ગભરાવાની જરૂર નથી, માત્ર ચેપ ના લાગે તેની કાળજી લેવાની છે.
આ વખતે જરા પણ ગભરાવાનું કોઈ કારણ નથી, કેમ કે આ થોડા અલગ પ્રકારનો ન્યૂમોનિયાનો વાઇરસ છે. દર શિયાળે શરદી, સળેખમ, ખાંસી અને ન્યૂમોનિયાના કેસો થવાના. તેનો ચેપ પણ ફેલાવાનો, પરંતુ મોટા ભાગે યોગ્ય ડૉક્ટરની સલાહ અનુસાર એન્ટીબાયોટિક લેવાય અને કાળજી લેવાય તો સારું થઈ જાય. હોસ્પિટલ જવાની જરૂર ના પડે, પણ આ ચીનમાં હાલમાં બાળકોને વધારે ચેપ લાગી રહ્યો છે અને હોસ્પિટલ લઈ જવા પડી રહ્યા છે એટલા પૂરતી સાવધાની રાખવાની છે.
ભારતના આરોગ્ય મંત્રાલયને સમયસર રાજ્યોની તાકિદ કરી દીધી છે અને ગુજરાત સહિતના લગભગ છએક રાજ્યોમાં સમગ્ર આરોગ્ય તંત્રને અલગથી પરિપત્ર પાઠવીને સંભાળ લેવા સંદેશ અપાયો છે એટલી રાહતની વાત છે.
દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પાસેથી અજાણ્યા ન્યૂમોનિયા વિશે વધારે માહિતી માગી છે. પ્રોગ્રામ ફોર મોનિટરિંગ ઇમર્જિંગ ડિસીઝ વિભાગે નોંધ્યું છે કે બાળકોના ન્યૂમોનિયાના કેસો વધ્યા છે અને તેનું યોગ્ય નિદાન થઈ શક્યું નથી.
બીજિંગ વધારે બીમારી ફેલાઈ છે અને હવે ઉત્તરપૂર્વના લાયોનિંગ પ્રાંતમાં પણ ભારે ઠંડીને કારણે બીમારી વધવા લાગી છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર બિજિંગની એક મોટી હોસ્પિટલમાં રોજના લગભગ 1200 ઇમરજન્સી પેશન્ટ આવી રહ્યા છે. ચીનના અધિકારીઓએ જણાવ્યું છે કે જાણીતા વાઇરસ છે તેના સંમિશ્રણથી બીમારી થઈ રહી છે અને ગયા ડિસેમ્બરમાં બહુ કડક લોકડાઉન હતું તે પછીનો ચીનનો આ પહેલો શિયાળો છે. લક્ષણોમાં તાવ આવવો, ખાંસી ના આવતી હોય તે પ્રકારે ફેફસામાં, અને ફેફસામાં અગાઉના ચેપને કારણે જે નોડ્યૂલ્સને હાની થઈ હતી તેમાં ચેપ લાગવાના છે. જોકે તેના કારણે કોઈનું મૃત્યુ થયું નથી.
ખાસ કરીને બાળકોને માયકોપ્લાઝ્મા ન્યૂમોનિયાના થઈ રહ્યો છે એવું જણાવાયું છે. આ બેક્ટેરિયાથી હળવો ચેપ લાગે છે અને શરદી જેવા તેના લક્ષણો હોય છે. ભાગ્યે જ હોસ્પિટલમાં જવું પડે, પણ ઘણી વાર નાના બાળકોને સતત ઉઘરસ આવ્યા કરે તેવું બને. નાના બાળકોને કે તબિયતમાં નરમ બાળકોને જલદી ન્યૂમોનિયા થાય તેવું બની શકે છે. એ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ શિયાળો બેસી ગયો છે અને હજી વધશે ત્યારે બાળકોની તબિયત થોડી સંભાળી લેવી જોઈએ. શાળાએ જતા બાળકોને જૂના માસ્ક કાઢીને પહેરાવવામાં આવે તો ફાયદો જ છે. વાયુ પ્રદૂષણથી નાક બચશે અને શરદી પણ ઓછી થશે.
કોવીડ નવો વાઇરસ હતો, જ્યારે માઇકોપ્લાઝ્મા જૂનો અને જાણીતો વાઇરસ છે અને થોડા વર્ષે શિયાળામાં ફરીથી દેખાતો હોય છે. આ ઉપરાંત RSV જેવો વાઇરસ પણ આ શિયાળે દેખાયો છે. તેનો અર્થ એ કે આ શિયાળે થોડી ઘણી બીમારી દેખાઈ શકે છે, પણ ચીનથી વાઇરસ ફેલાશે અને ચિંતાનું કારણ ઊભું થશે એવી કોઈ વાત નથી. રાજ્યો પણ કાળજી લે તો બહુ ચેપ ફેલાશે પણ નહીં. બાળકો ખુલ્લામાં ફરે ત્યારે ચેપ ના લાગે, ઘરે આવે કે તરત ગરમ પાણીથી હાથમોઢું ધોવાઈ જાય અને જાતભાતના સ્વાદિષ્ટ માફકસરના વસાણા અને આમળા વગેરે ખવરાવો એટલે હાઉ. બાળકોને પડિકા એકાદ શિયાળા પૂરતા બંધ કરો… દેશી ખાવાનું બાળકો આ બહાને શીખશે તો આગળ જતા તેમને જ સારું પડશે.કોરોના વાઇરસ વખતે નાહકનો ખોફ ઊભો કરવામાં આવ્યો હતો. એટલો બધો ભય ફેલાવાયો હતો કે ચિંતાના કારણે કેટલાયના કાળજા બેસી ગયા. કોઈ જાતના આયોજન વિનાનું લોક ડાઉન નાખી દેવાયું અને આખો દેશ હેરાન હેરાન થઈ ગયો. તેના બદલે પ્રથમથી જ કાળજી લઈને મર્યાદિત અને સ્માર્ટ લોડ ડાઉન પ્રમાણે કામ થયું હોત તો ઓછું નુકસાન થયું હોત. એની વે, તે વખતે પણ ડોક્ટર્સ વારંવાર કહેતા હતા કે ગભરાવાની જરૂર નથી, માત્ર ચેપ ના લાગે તેની કાળજી લેવાની છે.
આ વખતે જરા પણ ગભરાવાનું કોઈ કારણ નથી, કેમ કે આ થોડા અલગ પ્રકારનો ન્યૂમોનિયાનો વાઇરસ છે. દર શિયાળે શરદી, સળેખમ, ખાંસી અને ન્યૂમોનિયાના કેસો થવાના. તેનો ચેપ પણ ફેલાવાનો, પરંતુ મોટા ભાગે યોગ્ય ડૉક્ટરની સલાહ અનુસાર એન્ટીબાયોટિક લેવાય અને કાળજી લેવાય તો સારું થઈ જાય. હોસ્પિટલ જવાની જરૂર ના પડે, પણ આ ચીનમાં હાલમાં બાળકોને વધારે ચેપ લાગી રહ્યો છે અને હોસ્પિટલ લઈ જવા પડી રહ્યા છે એટલા પૂરતી સાવધાની રાખવાની છે.
ભારતના આરોગ્ય મંત્રાલયને સમયસર રાજ્યોની તાકિદ કરી દીધી છે અને ગુજરાત સહિતના લગભગ છએક રાજ્યોમાં સમગ્ર આરોગ્ય તંત્રને અલગથી પરિપત્ર પાઠવીને સંભાળ લેવા સંદેશ અપાયો છે એટલી રાહતની વાત છે.
દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પાસેથી અજાણ્યા ન્યૂમોનિયા વિશે વધારે માહિતી માગી છે. પ્રોગ્રામ ફોર મોનિટરિંગ ઇમર્જિંગ ડિસીઝ વિભાગે નોંધ્યું છે કે બાળકોના ન્યૂમોનિયાના કેસો વધ્યા છે અને તેનું યોગ્ય નિદાન થઈ શક્યું નથી.
બીજિંગ વધારે બીમારી ફેલાઈ છે અને હવે ઉત્તરપૂર્વના લાયોનિંગ પ્રાંતમાં પણ ભારે ઠંડીને કારણે બીમારી વધવા લાગી છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર બિજિંગની એક મોટી હોસ્પિટલમાં રોજના લગભગ 1200 ઇમરજન્સી પેશન્ટ આવી રહ્યા છે. ચીનના અધિકારીઓએ જણાવ્યું છે કે જાણીતા વાઇરસ છે તેના સંમિશ્રણથી બીમારી થઈ રહી છે અને ગયા ડિસેમ્બરમાં બહુ કડક લોકડાઉન હતું તે પછીનો ચીનનો આ પહેલો શિયાળો છે. લક્ષણોમાં તાવ આવવો, ખાંસી ના આવતી હોય તે પ્રકારે ફેફસામાં, અને ફેફસામાં અગાઉના ચેપને કારણે જે નોડ્યૂલ્સને હાની થઈ હતી તેમાં ચેપ લાગવાના છે. જોકે તેના કારણે કોઈનું મૃત્યુ થયું નથી.
ખાસ કરીને બાળકોને માયકોપ્લાઝ્મા ન્યૂમોનિયાના થઈ રહ્યો છે એવું જણાવાયું છે. આ બેક્ટેરિયાથી હળવો ચેપ લાગે છે અને શરદી જેવા તેના લક્ષણો હોય છે. ભાગ્યે જ હોસ્પિટલમાં જવું પડે, પણ ઘણી વાર નાના બાળકોને સતત ઉઘરસ આવ્યા કરે તેવું બને. નાના બાળકોને કે તબિયતમાં નરમ બાળકોને જલદી ન્યૂમોનિયા થાય તેવું બની શકે છે. એ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ શિયાળો બેસી ગયો છે અને હજી વધશે ત્યારે બાળકોની તબિયત થોડી સંભાળી લેવી જોઈએ. શાળાએ જતા બાળકોને જૂના માસ્ક કાઢીને પહેરાવવામાં આવે તો ફાયદો જ છે. વાયુ પ્રદૂષણથી નાક બચશે અને શરદી પણ ઓછી થશે.
કોવીડ નવો વાઇરસ હતો, જ્યારે માઇકોપ્લાઝ્મા જૂનો અને જાણીતો વાઇરસ છે અને થોડા વર્ષે શિયાળામાં ફરીથી દેખાતો હોય છે. આ ઉપરાંત RSV જેવો વાઇરસ પણ આ શિયાળે દેખાયો છે. તેનો અર્થ એ કે આ શિયાળે થોડી ઘણી બીમારી દેખાઈ શકે છે, પણ ચીનથી વાઇરસ ફેલાશે અને ચિંતાનું કારણ ઊભું થશે એવી કોઈ વાત નથી. રાજ્યો પણ કાળજી લે તો બહુ ચેપ ફેલાશે પણ નહીં. બાળકો ખુલ્લામાં ફરે ત્યારે ચેપ ના લાગે, ઘરે આવે કે તરત ગરમ પાણીથી હાથમોઢું ધોવાઈ જાય અને જાતભાતના સ્વાદિષ્ટ માફકસરના વસાણા અને આમળા વગેરે ખવરાવો એટલે હાઉ. બાળકોને પડિકા એકાદ શિયાળા પૂરતા બંધ કરો… દેશી ખાવાનું બાળકો આ બહાને શીખશે તો આગળ જતા તેમને જ સારું પડશે.