- ભારતીય નાગરિક ભદ્રેશ પટેલને એફબીઆઈએ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં કર્યો સામેલ
- FBIએ ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે
- અમેરિકામાં કોફી શોપમાં પત્નીની હત્યા કરી ફરાર થતા આરોપીને શોધવા પોલીસના ધમપછાડા
અમેરિકાની તપાસ એજન્સી FBI જેનાથી ભલભલા આરોપી પછી ભલેને તે ખૂંખાર આતંકવાદી જ કેમ ન હોય. આ FBI એટલે કે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને એ ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં અમદાવાદના વિરમગામમાં રહેતા ભારતીય નાગરિક ભદ્રેશ કુમાર પટેલનું નામ પણ છે. એફબીઆઈએ ભદ્રેશ પટેલ પર 250,000 ડોલરનું ઈનામ રાખ્યું છે.
એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ભદ્રેશ કુમાર પટેલ વર્ષ-2015 થી ફરાર છે જ્યારે તેને મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે છરી વડે હત્યા કરી હતી.
મળતી માહિતી અનુસાર આરોપી ભદ્રેશ પટેલ જે તે સમયે 24 વર્ષનો હતો. આરોપીએ તેણે રસોડામાં છરી વડે તેની 21 વર્ષીય પત્નીનો ચહેરો કાપી નાખ્યો હતો અને દુકાનના પાછળના રૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં ઘણી વખત ઘા ઝીંક્યા હતા. ઘટના સમયે ગ્રાહકો સ્થળ પર હાજર હતા.
સ્થાનિક પોલીસ અહેવાલ આપે છે કે હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વીઝા સમાપ્ત થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માને છે કે પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. FBI ભદ્રેશ પટેલને સશસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.
અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ બહાર પાડ્યું હતું. તેને 2017 માં માહિતી માટે 100,000 ડોલરના પુરસ્કાર સાથે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ 2015માં, 24 વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, 21, ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. ગુનાની રાતના સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા.


