2025નું વર્ષ ફક્ત ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ નોંધપાત્ર ઉથલપાથલથી ભરેલું હતું. આ સમયગાળા દરમિયાન, ઘણી ઘટનાઓ બની જેણે વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું. આજે તમને એ ઘટનાઓને ફોટોગ્રાફ્સ દ્વારા શેર કરીશું જેની નોંધ દુનિયાએ પણ લીધી.
શુભાંશુ શુક્લા
ભારતીય વાયુસેનાના પરીક્ષણ પાઇલટ શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ઉડાન ભરનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા. રાકેશ શર્માના ઐતિહાસિક ૧૯૮૪ના મિશન પછી ભારતીય અવકાશયાત્રી દ્વારા આ બીજી સ્પેસવોક છે.
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ
12જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧, ટેકઓફ પછી ૩૨ સેકન્ડમાં ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર ૨૪૨ લોકોમાંથી માત્ર એક જ મુસાફર બચી ગયો. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું, જેમાં જમીન પર ૧૯ લોકો માર્યા ગયા અને ૬૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
પહલગામ આતંકી હુમલો
22 એપ્રિલના રોજ, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણમાં હુમલો કર્યો. ધાર્મિક માન્યતાઓના આધારે કરવામાં આવેલા આ હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા. સૌથી હૃદયસ્પર્શી ફોટો લેફ્ટનન્ટ વિનય નરવાલના પત્ની હિમાંશી નરવાલનો હતો, જે તેમના મૃતદેહની બાજુમાં બેઠેલા હતા.
ઓપરેશન સિંદૂર
હુમલા બાદ ભારતે સરહદ પાર આતંકવાદીઓના ઠેકાણાઓ સામે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું. આ ઓપરેશન માટેની પ્રેસ બ્રીફિંગે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું કારણ કે તેનું નેતૃત્વ બે મહિલા આર્મી અધિકારીઓ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કરી રહ્યા હતા. આ ફોટાએ એક ઉદાહરણ બેસાડ્યું કે ભારત ક્યારેય ધર્મના આધારે ભેદભાવ કરતું નથી અને દરેક સૈનિકનું સન્માન કરે છે.
મહિલા ક્રિકેટ ટીમે કરી કમાલ
2 નવેમ્બરના રોજ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને તેનો પ્રથમ ODI વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં આ વિજયને ભારતીય મહિલા ક્રિકેટનો 1983નો મોમેન્ટ કહેવામાં આવ્યો.






