- 9 જાન્યુ.થી 13 જાન્યુઆરી સુધી જાહેરનામું અમલી
- જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રહેશે
- ચ 0 થી ચ 5 રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો
રાજ્યમાં આગામી જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબ્લ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગાંધીનગર કલેકટરે એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે. વિવિધ રસ્તાઓને લઈ આ જાહેરનામુ બહાર પાડ્યું છે.
આ વચ્ચે આગામી 9 જાન્યુ.થી 13 જાન્યુઆરી સુધી જાહેરનામું અમલી રહેશે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જેમાં સર્કિટ હાઉસથી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જેમાં વિવિધ સ્થાનો પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. એક તરફ મેટ્રોના કામના કારણે પણ ચ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
તેમજ જાહેરનામા મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે


