- તળાવમાં પૂજાપાનો સામાન પધરાવવા જતાં અકસ્માત સર્જાયો
- પુત્રીને ડૂબતી જોઇ બચાવવા જતા પિતા પણ ડૂબી ગયા
- પિતા અને પુત્રી ડુબી જતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી
ગોધરા અમદાવાદ હાઇવે પર આવેલા નાનકડા ભામૈયા (પ) ખાતે આજે સવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. તળવામાં પૂજાનો સમાના પધરાવવા જતા પિતા અને પુત્રી ડુબી જતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
ગોધરા તાલુકા ના ભામૈયા (પ) ખાતે રહેતા બળવંતસિંહ અમરસિંહ ઠાકોર ઉ.વ 50 અને અને તેમની પુત્રી પ્રજ્ઞા બળવંત સિંહ ઠાકોર ઉ.વ 22 ના ઘરના રાખેલ પૂજા બાદ વધેલ સામગ્રી ગામના તળાવમાં પધરાવવા જતા બન્નેના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. તળાવમાં પૂજા સામગ્રી ધરાવતા પુત્રી અચાનક આવી ગયેલ ખાડા માં ડૂબવા લાગી હતી. જે બૂમ પાડતા તેના પિતા ને બચાવવા જતાં બન્ને તળાવ માં ડૂબી ગયા હતાં.
ઘટના ની જાણ થતા જ બન્નેના મૃતદેહ તળાવ માથી કાઢીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્મોર્ટમ માટે મોકલવામાં આવી હતી. આ તરફ્ એક હસતા રમતા પરિવાર નો આધાર અને દીકરી બન્ને ના આકસ્મિક સંજોગોમાં મોતના કારણે સમગ્ર ગામ સાથે સમાજમાં પણ શોકનું વાતાવરણ છવાયું હતું.


