આ વર્ષે સોના અને ચાંદીના ભાવ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ક્યારેક ભાવમાં ધરખમ વધારો થાય છે તો ક્યારેક ભાવ ઘટે છે. ડિસેમ્બર મહિનામાં ભાવમાં ફરી એકવાર જોરદાર વધારો જોવા મળ્યો છે. ચાંદીએ ફરી એકવાર રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદીના ભાવ ₹2,700 થી વધુ વધીને ₹1,90,799 ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા. સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
ચાંદી ₹2 લાખની નજીક
આ અઠવાડિયાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ લગભગ ₹10,000નો ઉછાળો આવ્યો છે. બુધવારે અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે, જ્યારે MCX પર ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે ચાંદીનો દર ₹1,88,959 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ભાવ ₹1,88,064 થી વધુ હતો.પછી તો થોડી જ મિનિટોમાં, તે ₹2,735 વધીને ₹1,90,799 ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગઈ.
સોનાની શું છે કિંમત?
સોનાના ભાવની વાત કરીએ તો, તે હજુ પણ તેના ઉચ્ચ સ્તર (Gold Rate Fall From High) કરતા ઘણો સસ્તો છે. હ છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વધારા પછી 5 ફેબ્રુઆરીએ સમાપ્ત થતા સોનાના વાયદાના ભાવ બુધવારે ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. ઊંચા ભાવની તુલનામાં સોનાનો ભાવ ₹1,34,024 છે, અને સોનું હજુ પણ ₹3,522 પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.
5 દિવસમાં ચાંદીમાં 30 હજારનો વધારો
સોના ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે.ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1.91 લાખ રૂપિયા નોઁધાયો છો. જ્યારે 5 દિવસમાં ચાંદીના ભાવમાં 30 હજારનો વધારો થયો છે. સોનાના ભાવ એક લાખને 31 હજારને પાર પહોંચ્યા છે. સોનામાં 5 દિવસમાં 4 હજારથી વધારેનો વધારો થયો છે.
મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,30,360 | 1,19,500 |
| ચેન્નાઇ | 1,27,860 | 1,17,200 |
| સુરત | 1,30,360 | 1,20,030 |
| મુંબઇ | 1,30,310 | 1,19,450 |
| દિલ્હી | 1,30,460 | 1,19,600 |
| કોલકાતા | 1,30,310 | 1,19,450 |
| વડોદરા | 1,30,360 | 1,20,030 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.


