- ઈબ્રાહિમ રઈસી રાષ્ટ્રપતિનું પદ સંભાળે તે પહેલા અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો
- ઈઝરાયલની મોસાદને લઈ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ થયો
- રાષ્ટ્રપતિ રઈસીનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ચુક્યુ છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયા સહિત આઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા. રઈસી રવિવારે સાંજે અઝરબૈજાનથી એક ડેમનું ઉદઘાટન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર દુર્ગમ પર્વતોમાં ક્રેશ થયું હતું. આ અકસ્માત પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દરમિયાન ઈઝરાયેલની જાણીતી જાસૂસી સંસ્થા મોસાદે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવી રહ્યા છે.
ઈઝરાયલ જાતે પણ આ દુર્ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઘટના બાદ ઈઝરાયલની મીડિયાએ દાવો કર્યો હતો કે કોઈના બચવાની કોઈ શક્યતા નથી. ઈઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે કેટલાક લોકો ચોક્કસપણે કાવતરાના સિદ્ધાંતો ફેલાવશે, પરંતુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેની કોઈ સંડોવણી નથી.
ઈરાનના સર્વોચ્ચ નેતા અને ધર્મગુરુ અલી ખમેનીએ કહ્યું કે જો અમને ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના દુર્ઘટનામાં ઈઝરાયલનો હાથ હોવાના પુરાવા મળશે તો અમે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને તેમના સહયોગીઓની કલ્પના બહારની પ્રતિક્રિયા આપીશું.
કોણ છે ઈબ્રાહિમ રઈસી?
ઈબ્રાહિમ રઈસીનો જન્મ 14 ડિસેમ્બર-1960ના રોજ ઈરાનના મશહદ શહેરમાં થયો હતો. રઈસીએ 15 વર્ષની નાની ઉંમરે જ પ્રખ્યાત કોમ મદરેસામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમણે તે સમયના ઘણા મુસ્લિમ વિદ્વાનો પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. 1983માં તેમણે મશહાદના ઈમામ અહેમદ અલામોલ્હોદાની પુત્રી જમીલેહ અલામોલ્હોદા સાથે લગ્ન કર્યા. તેમને બે દીકરીઓ હતી. 1994માં, રાયસી તેહરાનના પ્રોસીક્યુટર જનરલ બન્યા હતા. તેમને વર્ષ-2019માં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ઈબ્રાહિમ રઈસી વર્ષ-2021માં ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. જો કે, રઈસી ઈરાનના પહેલા રાષ્ટ્રપતિ છે જેમના પર સત્તા સંભાળતા પહેલા જ અમેરિકાએ પ્રતિબંધો લગાવી દીધા હતા.
અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો
ઈબ્રાહિમ રઈસીને 1988માં સરકારી વકીલ બનાવવામાં આવ્યા હતા. તે સમયે તે પાંચ મહિના માટે ડેથ કમિટી તરીકે ઓળખાતી ઈન્ટેલિજન્સ ટ્રિબ્યુનલમાંનો એક ભાગ હતો. તેમણે 5 હજાર રાજકારણીઓને દેશદ્રોહી જાહેર કર્યા હતા. તમામને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટના બાદ અમેરિકાએ રઈસી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
20 વર્ષની ઉંમરે તેઓ સરકારી વકીલ તરીકે નિયુક્ત થયા. ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા રુહોલ્લાહ ખોમેનીના અવસાન બાદ 1989માં તેમને તેહરાનના ફરિયાદી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


