- યરૂસલમમાં બસ સ્ટોપ પર 2 હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
- ઘટનામાં 3 ઇઝરાયેલીઓ માર્યા ગયા અને 8 અન્ય ઘાયલ
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
યરૂસલમમાં બસ સ્ટોપ પર 2 પેલેસ્ટિનિયન હુમલાખોરોએ ગોળીબાર કર્યો ત્યારે ઓછામાં ઓછા ત્રણ ઇઝરાયેલીઓ માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે યરૂસલમમાં બસ સ્ટોપ પર બે પેલેસ્ટિનિયન હુમલાખોરોએ ગોળીબાર કર્યો ત્યારે ત્રણ ઇઝરાયેલીઓ માર્યા ગયા અને 8 અન્ય ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. 2 ઑફ ડ્યુટી સૈનિકો અને એક સશસ્ત્ર નાગરિકે આ વિસ્તારમાં જવાબી કાર્યવાહી કરી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ ગોળીબારના ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ઇઝરાયેલ પોલીસના જણાવ્યા અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ગુરુવારે વહેલી સવારે એક કારમાં ઘટનાસ્થળે પહોંચ્યા, તેઓ M-16 રાઇફલ અને હેન્ડગનથી સજ્જ હતા અને બસ સ્ટોપ પર હાજર લોકો પર ગોળીબાર કર્યો હતો.
શું એન્ટની બ્લિંકને કંઈ કહ્યું?
આ સાથે જ તેલ અવીવની મુલાકાતે ગયેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું નિવેદન પણ સામે આવ્યું છે. પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં, તેમણે કહ્યું કે ગુરુવારનું ગોળીબાર એ આતંકવાદના જોખમની યાદ અપાવે છે જેનો ઇઝરાયેલ અને ઇઝરાયેલીઓ દરરોજ સામનો કરે છે…


