- ઈરાનમાં ઈમરજન્સી બેઠકમાં રાષ્ટ્રપતિના અવસાન બાદના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે
- દુર્ગમ વિસ્તારમાં સેનાને હેલિકોપ્ટરના કાટમાળમાંથી મૃતદેહ મળી આવ્યો
- રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ એક ડેમનું ઉદઘાટન કર્યા બાદ પરત આવતા દુર્ઘટનાનો શિકાર બન્યા
ઈરાન દેશના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અવસાન બાદ સૈન્યની ટીમે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી કાટમાળમાંથી તેમનો મૃતદેહ શોધી કાઢયો છે. રવિવારે સાંજે ઈરાનના ઉત્તર-પશ્ચિમના ગ્રામ્ય વિસ્તારમાં ખરાબ હવામાનને લીધે હેલિકોપ્ટર દુર્ઘટનાનું ભોગ બન્યું હતું જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી પણ સામેલ હતા. આ અંગે ઈરાની સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે સેનાને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે.
જો કે હેલિકોપ્ટર ક્રેશ થયાના 17 કલાક બાદ રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. ઈરાનમાં રાષ્ટ્રપતિના અંતિમ સંસ્કારને લઈ ઈમરજન્સી બેઠક મળી છે. આ બેઠકમાં નિર્ણય લેવાશે કે ક્યારે અંતિમવિધિ કરવી અને અન્ય કાર્યક્રમ અંગે ચર્ચા પણ કરાશે. જો કે ઈરાનમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી દેવામાં આવી છે.
ઈમરજન્સી બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવાશે
આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે સળગી ગયું હતું. પરંતુ હેલિકોપ્ટરમાં સવાર તમામ યાત્રિકો માર્યા ગયા છે. સોમવારે સવારે પૂર્વ અજરબૈઝાન પ્રાંતમાં કાટમાળ મળ્યા સુધી બચાવ ટીમ આખી રાત બરફના તોફાન અને ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરને શોધતા રહ્યા હતા. જો કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો વીડિયો પણ સામે આવ્યો છે.
ઈરાનમાં સત્તાવાર શોક જાહેર કરાયો
આ વીડિયોમાં હેલિકોપ્ટરના ભાગ તૂટેલા અને ચારેતરફ કાટમાળ વિખેરાયેલો જોઈ શકાય છે.રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને તેમના વિદેશ મંત્રી એક ડેમનું ઉદઘાટન કરીને પર્વતીય વિસ્તાર અને ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર લઈ ઈરાન આવવા નીકળ્યા હતા.તે સમયે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યો અને ત્યારબાદ રડાર પરથી હેલિકોપ્ટર ગાયબ થતા સમગ્ર ઈરાન સહિત દેશ-વિદેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા.


