- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ યથાવત્
- ઈઝરાયલના હુમલામાં ગાઝા શહેર સ્મશાન બન્યું
- હમાસ બંધકોને હજી નહિ છોડવા મક્કમ જ્યારે ઈઝરાયલ મરણિયું બન્યું
મિડલ ઈસ્ટ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા નવ મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈઝરાયલની સેનાએ એક મોટું નિવેદન આપ્યું છે. જે પ્રમાણે ગત સાત ઑક્ટોબરે માર્યા ગયેલા બંધકોને લીધે ઈઝરાયલી ગોળીબાર નહોતો કર્યાનો ખુલાસો કર્યો છે. એટલે કે ઈઝરાયલના ગોળીબારમાં હમાસના આંતકીઓ નહોતા મર્યા પરંતુ હમાસના આતંકીઓએ મોત નિપજાવ્યું હતું.
ઈઝરાયલનું સૈન્ય ગત વર્ષે હમાસના હુમલા દરમિયાન માર્યા ગયેલા બંધકોના મોતને કારણને લઈ સ્પષ્ટતા આપી છે. સેનાએ ગુરુવારે જણાવ્યું કે ગત વર્ષે સાત ઑક્ટોબરે એક ઘરમાં રખાયેલા ઈઝરાયલી બંધકોના મોત તેઓના ગોળીબારમાં નહોતા થયા. આ તારણ એ ઘટના સાથે સંકળાયેલ સૈન્યની પ્રથમ તપાસનો હિસ્સો છે. ઘરમાં બંધક બનાવેલા લોકો ટેંકની ગોળીબારીમાં માર્યા ગયા હતા. જો કે સૈન્યએ એ ટેંક હુમલામાં ખુદને નિર્દોષ જણાવ્યું હતું. પરંતુ તેને દેશના નાગરિકોની રક્ષા કરવાના પોતાના મુખ્ય મિશનમાં ઘણી નિષ્ફળતાઓનો સ્વીકાર કર્યો હતો.
મહત્ત્વનું છે કે, સાત ઑક્ટોબર 2023ના રોજ હમાસે દક્ષિણી ઈઝરાયલમાં અચાનક હુમલો કરી દીધો હતો, જેને લઈ ઈઝરાયલને નવાઈ લાગી. જો કે આ દરમિયાન હમાસની ક્રૂરતાને લીધે ઈઝરાયલમાં હાહાકાર મચી ગયો હતો. હમાસના આંતકવાદીઓએ રસ્તે જતા લોકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. એક સંગીત સમારોહમાં સામેલ લોકોને પણ હમાસે ગોળીઓ મારી મોત નિપજાવ્યું હતું. હમાસના આતંકી ઈઝરાયલના માર્ગો પર આતંકનો પર્યાય બની ફરતા રહ્યા હતા. આ હુમલામાં ઈઝરાયલના 1200 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગના સામાન્ય નાગરિકો હતા. હમાસે ઈઝરાયલના આશરે 250 લોકોને બંધક બનાવી ભૂગર્ભમાં ધકેલી દીધા હતા.
ઈઝરાયલ વીણી-વીણીને બદલો લેવામાં વ્યસ્ત
હાસના આ નૃશંસ હુમલાનો ઈઝરાયલ હજી વીણી-વીણીને બદલો લઈ રહ્યું છે. ઈઝરાયલે ગાઝા શહેરને સ્મશાનમાં તબદિલ કરી નાંખ્યું છે. હમાસના મોટાભાગના મિલિટ્રી બેસ અને ઓપરેટિવ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. અત્યાર સુધીની લડાઈમાં હમાસના મોટાભાગના ટોપ કમાન્ડર ઠાર મરાઈ ચુક્યા છે.


