By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/04/20 at 3:23 PM
4 months ago
Share
બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
SHARE

બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ

વિશ્વપ્રસિધ્ધ જૈનતીર્થ ભૂમિ પાલીતાણામાં રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો શનિવારથી મંગલ-દિવ્યારંભ

સાધના-તપની અનેક ધારાઓની ધરા પાલિતાણાની શૂભ ભૂમિ પર પચાસ વર્ષ પછી બાપુની રામકથાનું ગાન

‘રામચરિત માનસ’માં શિવાજીના નવસંકલ્પનું મહિમા ગાન થયું છે

 

હરિ ઇચ્છા ભાવિ બલવાના,

હૃદય વિચારત સંભુ સુજાના

તબ સંકર પ્રભુપદ સિરૂ નાવા

સુમિરત રામુ હૃદય અસ આવા

એહિતન સતિહિ ભેટ મોહિ નાહી.

સિવ સંકલ્પુ કિન્હ મન માહી.

 

તુલસીદાસજી રચિત ‘રામચરિત માનસ’ની બાલકાંડ ઉપરોકત પંકિતઓને કેન્દ્રસ્થ રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો ગત શનિવારે વિશ્વ પ્રસિધ્ધ જૈનતીર્થ ક્ષેત્ર પાલિતાણાની દિવ્ય-શુભ ભૂમિ પર મંગલમય પ્રારંભ થયો હતો.

પ્રથમ દિવસ (શનિવાર)નો કથા પ્રેમસંવાદની ભૂમિકા મહેતા બાપુએ જણાવ્યું હતું કે હરિની ઇચ્છા મુજબ જ ભાવિ નિર્માણ થતું હોય છે અને અંતે ભગવાનની ઇચ્છાથી આ પવિત્ર સ્થાન પર કથાનો સંકલ્પ પૂર્ણ થઇ રહ્યો છે. પચાસ વરસ પછી મારે આ ભૂમિમાં આવવાનું થયું એની પ્રસન્નતા છે. હરિ ઇચ્છા બળવાન છે. પરમાત્માની ઇચ્છા હોય એ રીતે જ ઘટના ઘટતી હોય છે. પહેલા દોશી પરિવારના યજમાન પદે જૈન ધર્મ, બૌધ્ધ ધર્મ અન્ય ધર્મો અને સનાતન-ધર્મના એક-એક મંત્ર લઇને ‘માનસ નવકાર મંત્ર’ પર કથાગાન કરવાની ઘોષણા કરેલી પણ બે વિચાર ધારા સાથે સંવાદ જ થવો જોઇએ પણ બાલગિરીબાપુનો શિવ સંકલ્પ પૂરો થયો. ધર્મ સંવાદ જગતમાં બહુ જરૂરી છે. સમરસતાથી એવું નક્કી થયું કે શિવ સંકલ્પ પર કથાગાન-સંવાદ કરીશું. ફરી કયારેક કોઇ જૈનતિર્થમાં ‘માનસ નવકારમંત્ર’ પર સંવાદ કરીશું.

કથાના બીજા દિવસે (ગઇકાલે-રવિવારે) કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા બાપુએ કહ્યું કે એક વંદમંત્ર-રૂચાથી આજની કથાનો સંવાદ આગળ લઇ જઇએ તો અથર્વાઋષિની રૂચા છે. આપણે સૌએ પઠન કરીએ.

યસ્તે ગંધ: પુરૂષેસુ સ્ત્રીસુ પુન્સુ

ભગો રૂચિ: યો અશ્વેસુ ગિરેસુ યા

મૃગસુત હરિસ્તુ કન્યાયા વરચો યદ

ભૂમે તેનાસ્મા અપિ સં સૃજ માનૌ

દિક્ષીત કશ્ચન.

આ વેદ મંત્રમાં સુગંધના દસ પ્રકારનું વર્ણન છે. અથર્વાઋષિની ઋચા કહે છે કે આ જગતમાં દસ પ્રકારની સુગંધ છે (૧) પુરૂષની સુગંધ-ખુશ્બુ, પરસેવાની નહીં પણ પુરૂષમાં એક અધ્યાત્મ ગંધ હોય છે. (૨) સ્ત્રી શરીરની સુગંધ માતૃ શકિતની પણ સુગંધ હોય છે. બાળકને માતાની એક પ્રકારની વિશેષ ખુશ્બુ-સુવાસ-ગંધ હોય છે. (3) પશુ-જીવ-જંતુઓની સુગંધ ગાય માતાની એક સુગંધ હોય છે. (૪) પ્રભાવ એટલે કે ઐશ્વર્યની સુગંધ (૫) રૂચિ એટલે સ્વભાવની સુગંધ (૬) ઘોડા(અશ્વ)ની સુગંધ મહારાણા પ્રતાપ ત્રણને ‘બાપ’ કહેતા (૧) તેના પિતાને (૨) સૂર્ય દેવતાને અને (3) તેના અશ્વ-ઘોડા ચેતકને પણ બાપ..કહેતા (૭) વીરપુરૂષની સુગંધ (૮) હરણની નાભિની સુગંધ…કબીર કહી ગયા કે ‘કસ્તુરી કુંડલબસે’ મૃગ ઢુંઢે વન માહી…કહેવાય છે કે હરણ-મૃગની નાભીમાં જ સુગંધ હોય છે અને એ વન-જંગલમાં શોધે છે. તલગાજરડાની દ્રષ્ટિએ મને એવું સમજાય છે કે હરણની નાભીમાં જ જે સુગંધ હોય તો હરણને એની ખબર ન હોય એવું ન હોય પણ હરણ વનમાં ફરે છે એનો અર્થ એ કે એ સુગંધ ઠેર-ઠેર વહેંચવા નીકળે છે. જેની પાસે ઓય એ અલગ-અલગ આપી દેવા નીકળે છે. મને આવું સમજાય છે. (૯) હાથીની સુગંધ અને (૧૦) કુંવારી કન્યાની સુગંધ-કૌમાર્ય સંયમની સુગંધ વર્ષો પહેલા આ સ્થિતિ હશે જ કે કુમાર અને કુમારીના સંયમ-કૌમાર્યની સુગંધ હોય એને જ ગુરૂકૂળમાં પ્રવેશ મળતો હશે. આજે કળિયુગમાં કવિ પ્રભાવને કારણે ગુરૂકૂળો-વિદ્યાર્થીઓ-આશ્રમોમાં હવે કૌમાર્ય નજરે નથી પડતું. આજે એવું થવું જોઇએ કે કૌમાર્યમાં સંયમ હોય એના કુમાર-કુમારોને પ્રવેશ આપવો.

‘રામચરિત માનસ’માં શિવજીના નવસંકલ્પો બનાવાયા છે. એની આપણે ચર્ચા કરીશું. આ નવ પ્રકારના સંકલ્પો છે. એમાં પ્રથમ-પહેલો સંકલ્પ શિવજીનો ‘રામચરિત માનસ’ની રચનાનો સંકલ્પ છે. શિવજીએ રામાયણ-રામચરિત માનસનું લેખન કર્યુ છે. એક ભાઇએ મને પૂછયું કે બાપુ, તમારૂ બેકગ્રાઉન્ડ કયું? જવાબ: બેરૂખો એ મારૂ બ્રેકગ્રાઉન્ડ છે.

કથારત્નો

(૧) આદત બૂરી સુધારલે તો હો ગયા ભજન ભજન સમતા કા અંજન આંજ લે તો હો ગયા ભજન ભજન

(૨) જેણે શિવ સંકલ્પ કર્યો હોય એની સુગંધ હોય છે

(3) વસ્તુના અસ્તિત્વનો પ્રચાર થાય એમાં માણસને વધારે રૂચિ હોય છે મૂળનો આનંદ એ નથી લઇ શકતો.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
રાજકોટ

લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે

Editor By Editor 2 days ago
ભૂજમાં ખાતેદારનો દાખલો આપવા રૂ.૫૦ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો
વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા
ગુજરાત મોડલના બણગા! શિક્ષણ ક્ષેત્રે દેશના ટોપ-૧૧૬ જિલ્લામાંથી રાજ્ય આઉટ
ધોરાજી શહેરમાં એક વરસાદ બાદ નવા બનેલા રસ્તા તૂટવા લાગ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?