- 31 જાન્યુઆરીએ આપ્યુ હતું ભડકાઉ ભાષણ
- ભડકાઉ ભાષણ આપવાના ઉદ્દેશ્ય અંગે પૂછપરછ થશે
- પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી
મુફતી સલમાન અઝહરી જુનાગઢ કોર્ટમાં રજૂ કરાયો છે. જુનાગઢ પોલીસે મૌલાનાના 10 દિવસના રિમાન્ડ માગ્યા છે. મુફતી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતુ. તેમજ આયોજકો સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની તપાસ કરાશે.
ભડકાઉ ભાષણ આપવાના ઉદ્દેશ્ય અંગે પૂછપરછ થશે
જુનાગઢ ખાતે સભામાં આયોજનના હેતુ અંગે તપાસ કરાશે. તેમજ ભડકાઉ ભાષણ આપવાના ઉદ્દેશ્ય અંગે પૂછપરછ થશે. ભાષણ આકસ્મિક હતું કે આયોજનપૂર્વક તેની તપાસ કરાશે. કોર્ટ પરિસરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મૌલાનાને કોર્ટમાં હાજર કરાયો છે. જેમાં મૌલાના તરફથી બે વકીલો દલીલ કરશે. તેમજ મુંબઈથી વકીલો જુનાગઢ આવ્યા છે. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવ્યા છે.
જુનાગઢમાં હેટ સ્પિચનો મામલો બિચક્યો છે
ઉલ્લેખનીય છે કે માંગરોળમાં વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થશે. જુનાગઢમાં હેટ સ્પિચનો મામલો બિચક્યો છે. લોકોને એસપી હર્ષદ મહેતા દ્વારા વિવાદથી દૂર રહેવા અને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે. આ મુદ્દે જુનાગઢમા એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગઈ 31 જાન્યુઆરીના નરસિંહ સ્કૂલના મેદાનમાં નશામુક્તિના નામે 8થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશામુક્તિ અને સામાજિકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મૌલાનાએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વયમન્સ્ય ફેલાય, તંગદીલી ઉભી થાય અને રાગદ્વેષ ઊભા થાય તેવા પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ ભડકાઉનો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈ તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 153 (ખ), 505 (જે), 188 અને 114ની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


