- દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકશે
- રાજ્યના વાતાવરણમાં આવશે મોટા ફેરફારો
- આગામી 1થી 5 માર્ચ કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. તથા વાદળવાયુ, આંધી, તોફાનની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આગામી 1થી 5 માર્ચ કમોસમી વરસાદની આગાહી છે.
દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી
દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમજ ઠંડા અને ગરમ પવનો એકબીજા સાથે ટકરાતા વાતાવરણ પલટાશે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સના કારણે અમદાવાદનું વાતાવરણ પણ પલટાશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવનો ફૂંકાશે. તેમજ 5થી 15 માર્ચ દરમ્યાન પણ વાતવરણમાં ફેરફારો થશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે. તેમજ રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે.
રાજ્યના 11 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચું નોંધાયું
રાજ્યના 11 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચું નોંધાયું છે. તથા 10.0 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદ અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન છે. તેમજ ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અને ભુજ 15.1, કંડલા 14.4 ડિગ્રી તાપમાન, ભાવનાગર 16.2, રાજકોટ 11.9 ડિગ્રી તાપમાન તેમજ સુરેન્દ્રનગર 15.4, કેશોદ 12.3 ડિગ્રી તાપમાન તથા સુરત 17.8, વલસાડ 16.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.


