- નાઈઝીરિયા પોતાના ઈતિહાસના સૌથા ગંભીર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે
- વિરોધ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થચેલી ઝપાઝપી લોહિયાળ નિવડી
- વીજળી, મોંઘવારી, લૂંટફાંટ જેવી ઘટનાથી નાઈઝીરિયાની જનતા ત્રસ્ત
નાઈઝીરિયા દેશ અત્યારે પોતાના ઈતિહાસના સૌથી ગંભીર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો છે. ગત પાંચ દિવસથી દેશમાં હજારો પ્રદર્શનકારીઓ આ સંકટ અને કથળેલા સરકારી તંત્રના વહીવટ વિરુદ્ધ લોકો માર્ગો પર ઉતરી પડયા છે. આ પ્રદર્શનમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. જ્યારે બીજા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
નાઈઝીરિયા દેશમાં જુદાજુદા રાજયોમાં સરકાર અને તેના તંત્ર વિરોધ વિરોધ પ્રદર્શન કરતા લોકોની મુખ્ય માંગ એવી હતી કે સબસિડી વગરના ગૅસ અને વીજળીને બહાલી, ભ્રષ્ટાચાર પર અંકુશ અને ગરીબી નાબૂદી સામેલ છે. જો કે નાઈઝીરિયાના ઉત્તરી રાજ્યોમાં હિંસા અને લૂંટફાટ જેવી ઘટનાઓ પણ સામે આવી છે. આ સંકટ દરમિયાન નાઈઝીરિયન આગેવાની પર સામાન્ય જનતાની જરૂરિયાતોને પૂરું કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યાનો પ્રદર્શનકારીઓનો દાવો છે.
પોલીસે રેલી પર ટીયર ગૅસ છોડયા
નાઈઝીરિયામાં વિરોધ કરી રહેલા પ્રદર્શનમાં સેંકડો લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેના લીધે ઘણા રાજ્યોમાં કર્ફયૂ લાદી દેવામાં આવ્યો છે. એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, અમે ત્યાં સુધી નહિ રોકાઈએ જ્યાં સુધી નાઈઝીરિયામાં લોકો આરામથી ન રહે.
આને લઈ શનિવારે પ્રદર્શનકારીઓના હાથોમાં બેનર અને ઘંટડીઓ લઈ સારા જીવન ધોરણની માંગને લઈ ઘણા રાજ્યોમાં રેલી કાઢી હતી. આ દરમ્યાન પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની રેલી પર ટીયર ગૅસના શેલ છોડયા હતા. જો કે ત્યારબાદ પણ પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે, તેઓ દરરોજ પ્રદર્શન માટે ઘરબહાર નીકળશે અને સરકાર અને તેના તંત્રનો ભારે વિરોધ કરશે.
નાઈઝીરિયામાં પોલીસના અમાનવીય કૃત્ય વિરુદ્ધ વર્ષ-2020માં હિંસક પ્રદર્શનોના પુનરાવર્તનની આશંકા વચ્ચે ઘણા વ્યવસાય બંધ રહ્યા હતા. લોકોને ડર છે કે કેન્યામાં ગત મહિને વિરોધ પ્રદર્શનોના સમાન હિંસાની લહેર વ્યાપી શકે છે. જ્યા ટેક્સ વધારાથી રાજધાની નૈરોબીમાં ભારે અરાજકતા ફેલાઈ હતી.


