- પાકિસ્તાનમાં પીએમ પદને પનોતી લાગેલી છે
- કોઈપણ વડાપ્રધાન પાકિસ્તાનમાં પાંચ વર્ષ નથી રહી શક્યા
- બેનઝીર, લિયાકત, ઈમરાન, મુશર્રફ તમામ પાંચ વર્ષ પૂર્ણ નથી કરી શકયા
પાકિસ્તાન પોતાની આઝાદી પછી સંપૂર્ણ લોકતંત્ર સરકાર માટે તરસી રહી છે. સત્તા પર કુંડળી મારી બેઠેલા પાકિસ્તાન આર્મીએ કોઈપણ પીએમને પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ પૂરો નથી કરવા દીધો. જાણો નવાઝ શરીફથી લઈ બેનઝીર ભુટ્ટો અને ઈમરાન ખાન સુધી કોણ કેટલા દિવસ સત્તામાં ટક્યા ?
પાકિસ્તાનની અનવર ઉલ હક કાકરની વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પંચે આઠ ફેબ્રુઆરીએ ચૂંટણી કરાવવાની જાહેરાત કરી. આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પાકિસ્તાન જ્યારથી આઝાદ થયું છે ત્યારથી લઈ આજ દિવસ સુધી કોઈપણ વડાપ્રધાન પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો નથી કરી શક્યા. ભરે પીએમ લિયાકત અલી ખાન હોય, બેનઝીર ભુટ્ટો, નવાઝ શરીફ કે પછી ઈમરાન ખાન હોય. પાકિસ્તામાં કોઈ સરકાર એકસાથે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો નથી કરી શકી. પાકિસ્તાન સૈન્યના ઓથે સમગ્ર દેશ આઝાદીથઈ લઈ અત્યાર સુધી ચાલી રહ્યો છે. જાણો કયા પીએમ કેટલા દિવસ સત્તામાં રહ્યા
પાકિસ્તાનમાં, શાહબાઝ શરીફે ત્રણ વર્ષ અને 228 દિવસ સુધી ચાલતી ઈમરાન ખાનની સરકારને ઉથલાવીને પોતાની સરકાર બનાવી. બાકીનો સમય સરકાર ચાલતી હતી અને ચૂંટણીની જાહેરાત થતી હતી. આ પછી કાકરની વચગાળાની સરકાર પાકિસ્તાન ચલાવી રહી હતી. આજ સુધી કોઈ પણ PMએ તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી.કેટલાક વડાપ્રધાનો ગૃહમાં હાર્યા હતા અને કેટલાકને સેનાએ હટાવ્યા હતા.
કુલ પીએમ પાકિસ્તાનમાં રોકાયા છે
શાહબાઝ શરીફ સહિત પાકિસ્તાનમાં અત્યાર સુધી કુલ 32 વડાપ્રધાન રહી ચૂક્યા છે. જેમાંથી 8 વડાપ્રધાન કેરટેકર હતા. પરંતુ કોઈ પોતાના પાંચ વર્ષ પૂરા કરી શક્યું નથી. તેનું મુખ્ય કારણ સત્તામાં સેનાની દખલગીરી રહી છે. સેનાએ જેને જોઈતું તેને પીએમ બનાવ્યું અને જેને જોઈતું હતું તેને પીએમ પદ પરથી હટાવી દીધું.
પહેલા પીએમનો કાર્યકાળ 4 વર્ષ 63 દિવસનો હતો
લિયાકત અલી ખાન 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. 4 વર્ષ અને 63 દિવસ પછી તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના સૌથી લોકપ્રિય વડાપ્રધાનોમાંના એક હતા. 3 વર્ષ અને 325 દિવસ પછી તેને સેનાના વિદ્રોહના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી.
બેનઝીરે 1988માં માત્ર 1 વર્ષ 247 દિવસ સરકાર પર શાસન કર્યું હતું.
1988માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. તે માત્ર 1 વર્ષ અને 247 દિવસ PM રહી. ત્યારબાદ બેનઝીરની સરકાર 12 વોટથી પડી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા નવાઝ શરીફે નવેમ્બર 1990માં તેમનું સ્થાન લીધું, પરંતુ રાજકીય ઉથલપાથલના કારણે તેઓ માત્ર 2 વર્ષ અને 254 દિવસ જ ટકી શક્યા.
વર્ષ-1993માં બેનઝીર ફરી પીએમ, પાંચ વર્ષ પૂર્ણ ન કરી શક્યા
ઑક્ટોબર-1993માં યોજાયેલી ચૂંટણીમાં બેનઝીર ભુટ્ટા વડાપ્રધાન બન્યા પરંતુ આ વખતે ત્રણ વર્ષ 17 દિવસ રહ્યા. ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેઓની સરકાર સસ્પેન્ડ કરી દીધી હતી. નવાઝ શરીફની ફેબ્રુઆરી 1997માં બહુમત સાથે ફરી એન્ટ્રી થઈ. આ વખતે તેમની સરકાર માત્ર બે વર્ષ 237 દિવસ ચાલી. સેનાધ્યક્ષ જનરલ મુશર્રફની ખુરસી પલટી દીધી હતી.
જનરલ મુશર્રફના સમયમાં કોઈ પીએમ ટકી ન શક્યા
ત્યારબાદ પાકિસ્તાનમાં જનરલ મુશર્રફનું રાજ આવ્યું. ક્યારેક માર્શલ લૉ તો ક્યારેક રાષ્ટ્રપતિનો વેશ ધારણ કરી સત્તામાં ટોચમાં રહ્યા. મુશર્રફના સમયમાં કોઈપણ વડાપ્રધાન ટકી ન શક્યા. મીર ઝફરુલ્લાહ ખાન જમાલી એક વર્ષ 216 દિવસ પીએમ તરીકે રહ્યા. ચૌધરી સુજાત હુસૈન 57 દિવસ રહ્યા. શૌકત અઝીઝ ત્રણ વર્ષ 97 દિવસ માટે વડાપ્રધાન બનીને રહ્યા.
યુસુફ રઝા ગિલાની સૌથી વધુ ટકી રહ્યા
ફરીથી ચૂંટણી થઈ તો યુસુફ રઝા ગિલાની વડાપ્રધાન બન્યા જેના નામે સૌથી વધુ વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ છે. ચાર વર્ષ 86 દિવસ. ગિલાની પણ પાંચ વર્ષ પૂર્ણ ન કરી શક્યા. ત્યારબાદ આવ્યા રાઝા પરવેઝ અશરફ માત્ર 275 દિવસમાં ખુરસી પર ટકી શક્યા.
વર્ષ-2013માં નવાઝ શરીફનું ફરી આગમન, ભ્રષ્ટાચારમાં ખુરસી ગઈ
નવાઝ શરીફનું પુનરાગમન થયું પરંતુ આ વખતે પનામા પેપર લિક કેસમાં ગૂંચવણ વધી અને તેઓની ખુરસી ગઈ. ચાર વર્ષ 53 દિવસમાં સત્તા ગઈ. વધેલી અવધિ સૈયદ કાખન અંસારીએ પૂરી કરી. એટલે કે ગત 30 વર્ષમાં પાકિસ્તાને 12 વડાપ્રધાન જોયા. પાકિસ્તાનમાં પીએમનું પદ હકીકતમાં પનોતી જેવું છે. અહીં સેનાનો દબદબો છે. વડાપ્રધાન પદ પર પાંચ વર્ષ પૂર્ણ ન કરી શકવા પાકિસ્તાનના લોકતંત્ર માટે દુર્ભાગ્ય છે.


