- ઝાયડસ કંપનીએ 5 હજાર કરોડના MoU કર્યા
- છેલ્લા 5 વર્ષમાં 40 હજાર કરોડના રોકાણ માટે કર્યા MoU
- બાયોટેક સાથે મેડીસન પ્લાન્ટના એક્સ્ટેંશન પર કામ કરશે
રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન મહત્વના કરાર કરવામાં આવી રહ્યા છે. જેમાં હેલ્થ કેર ક્ષેત્ર દેશની સૌથી મોટી કંપની એવી ઝાયડસ દ્વારા મહત્વના કરાર કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં 10 મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ઝાયડસ ગ્રુપના પંકજ પટેલે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં કંપની દ્વારા 40 હજાર કરોડના રોકાણ માટે MoU કરવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી આપતાં પંકજ પટેલે કહ્યું કે, આપણો દેશ ભાગ્યશાળી છેકે જેમને વડાપ્રધાન મોદીના જેવું નેતૃત્વ મળ્યું છે. જેમની સાથે અમિત શાહ જેવા નેતાની દૂરંદેશી પણ રહેલી છે. જેના નેજા હેઠળ દેશનો વિકાસ થઈ રહ્યો છે. આ વર્ષે પણ ઝાયડસ કંપનીએ 5 હજાર કરોડના MoU કર્યા છે. પ્રથમ વાઈબ્રન્ટથી લઈ 10 મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં તેમને રોકાણ કર્યું છે.
હેલ્થકેર ક્ષેત્ર દેશની મહત્વની કંપની એવી ઝાયડસ કંપનીએ આ વર્ષે હેલ્થકેર સેક્ટર, મેડીકલ ડિવાઇસ નિર્માણ માટે MoU કર્યા છે. જેમાં ઝાયડસ કંપનીએ 5 હજાર કરોડના MoU કર્યા છે. આ સાથે જ બાયોટેક સાથે મેડીસન પ્લાન્ટના એક્સ્ટેંશન પર પણ આગામી સમયમાં કંપની કામ કરવા જઈ રહી છે.
આ સાથે જ પંકજ પટેલે કહ્યું કે, છેલ્લા 20 વર્ષથી વાઈબ્રન્ટમાં તેમની કંપની સહભાગી રહી છે. જેમાં દુનિયાભરની કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે આવી રહી છે. જેના દ્વારા વિશ્વભરના રોકાણકારોને વાઈબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં આકર્ષવામાં મુખ્યમંત્રીકાળના સમયથી વડાપ્રધાન મોદીનું નેતૃત્વ સફળ રહ્યું છે.
ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફ સાયન્સીસના પંકજ રમણભાઈ પટેલ ચેરમેન છે. પંકજ પટેલ હાલ 6.8 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતના ટોચના ધનિકોમાં 36મા સ્થાને પહોંચ્યા છે. જ્યારે વિશ્વના ટોચના ધનિકોમાં 403મા સ્થાને છે. કોરોનાકાળમાં રસી બનાવવામાં તેઓની કંપનીનો મહત્વનો ફાળો રહ્યો છે.


