- સંકલન સમિતિના અલ્ટીમેટને લઈ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત
- સંકલન સમિતિ જે જાહેરાત કરશે તેની સાથે ઉભા રહીશું : યુવરાજસિંહ
- સંકલન સમિતિ ઉપર લોકોએ ભરોસો રાખ્યો છે: યુવરાજસિંહ
રૂપાલાના એક નિવદેનને લઈ ક્ષત્રિય સમાજ લાંબા સમયથી આંદોલન કરી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યું છે,યુવા નેતા યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે,સંકલન સમિતી પર લોકોએ ભરોસો રાખ્યો છે.તો સંકલન સમિતી જે પણ જાહેરાત કરશે તેની સાથે ઉભા રહીશુ,સાથે સાથે અમારી લડાઈ ડંકાની ચોટ પર છે,સમાજે સંકલન સમિતી પર ભરોસો રાખ્યો છે,અને તેના નિવેદન પર ઉભુ રહેવું જોઈએ.
સંકલન સમિતી પર ક્ષત્રિયાણી પદ્મિનીબાના ચાબખા
છેલ્લા 14 દિવસથી રાજકોટનાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અન્નત્યાગ ઉપર હતાં, પરંતુ ગઈકાલે તેમની તબિયત લથડતાં સારવાર માટે AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને લોહી અને પાણી ઘટી ગયું હોવાથી ગ્લુકોઝના બાટલા ચડાવી હાલ પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સંકલન સમિતી સમાજને ગેરમાર્ગે દોરી રહી છે અને સાથે સાથે તેમણે તેમ પણ કહ્યું કે સામાજિક લડાઈમાં રાજકારણ વચ્ચે ના લાવું જોઈએ.
સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો : પદ્મિનીબા
વધુમાં પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, રૂપાલા સામેની આ લડાઈમાં હું સંકલન સમિતિની સાથે છું, પરંતુ ભવિષ્યમાં સંકલન સમિતિની સાથે રહીશ નહીં. રૂપાલા સામેના આંદોલન પાર્ટ-2માં સાથે રહીશ, ક્ષત્રિય સમાજ મહિલાઓ માટે ઘરની બહાર નfકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. આ ક્ષત્રિય સમાજનો સામાજિક પ્રશ્ન છે, પહેલા કહેતા હતા મત નથી આપવો હવે કોંગ્રેસને સમર્થનની વાત કરે છે. આ સિવાય 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તેવો દાવો કરવામાં આવ્યો હતો આ વાત ક્યાંય નથી જે લોકો સમાજ માટે લડે છે તે મહિલાઓને ઇન્ગોર કરવામાં આવે છે. અમે અન્યાયની લડાઇ માટે નિકળ્યા હતા પરંતુ સમાજ જ અમારી સાથે અન્યાય કરે તો શું કરવું ? આ રીતે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.


