- દાદાને 500 કિલો પપૈયાનો કરાયો શણગાર
- શનિવારે મંગળા આરતી સવારે 5.30 કલાકે કરાય છે
- દેશ વિદેશમાં પ્રખ્યાત છે સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.13-04-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પપૈયાનો અન્નકૂટ ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.



