ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દળ દ્વારા PSI કેડરની બિન હથિયારી, PSI હથિયારી તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.




