તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસોસીએશનની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે સંસ્થાના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા (રાજભા) ની વરણી કરવામાં આવી હતી. બાદમાં રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસો.ના ઉપપ્રમુખ તરીકે ગીર સોમનાથ જીલ્લાના એફ.પી.એસ.ના પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાની તથા કારોબારી સભ્ય તરીકે વેરાવળ તાલુકા એફપીએસના પ્રમુખ સુભાષભાઈ વૈયાટા (પ્રભાસ પાટણ)ની વરણી કરવામાં આવી છે. આ બંન્ને અગ્રણીઓની વરણીને લોહાણા સમાજ, વાઝા દરજી સમાજ તથા જીલ્લા એફપીએસના સભ્યોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.


