By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/23 at 3:23 PM
2 months ago
Share
વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
SHARE

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

તુકારામ મારા પ્રિય છે, હું એને મહોબ્બત કરૂ છું

અલૌકિકને સમજાવવા માટે વકતાને લૌકિક રૂપકનો આશ્રય લેવો જરૂરી છે

અર્થ અનર્થ ન થાય, સાર્થક થાય એ જ સાચું ધન

 

આફ્રિકા-કેન્યા-કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’ ગઇકાલે પાંચમા પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં જીવન જીવવાની બધી જ ચાવીઓ દર્શાવાઇ છે એમાં અર્થોપાજન એટલે કે ધન-પૈસા કમાવાની પણ હિમાયત કરી છે. ખૂબ પૈસા કમાઓ પણ એના પાંચ માર્ગો બતાવાયા છે. (૧) ખૂબ અર્થોપાજન કરો પણ કોઇને નુકશાન ન થાય તે રીતે કમાઓ (૨) આપણા શરીરને સાચવીને ધન કમાવવું ઘણા લોકોએ સ્વાસ્થયના ભોગે કમાયા જ કરે છે! (3) પુરૂષાર્થથી નીતિ મુજબ અને પ્રમાણિકતાથી અને પ્રમાણિકતાથી અર્થોપાજન કરવું (૪) ધર્મ સંમત ધન કમાવવું (૫) ખાસ જરૂરી વસ્તુ કે પોતાનો સ્વાધ્યાય ચૂકી જવાય એ રીતે ધન ન કમાવવું, ધર્મ ચૂકી જવાય, આંસૂ ચૂકી જવાય (સંવેદનશીલતા)એ રીતે અર્થોપાજન ન કરવું.

ગુરૂપૂર્ણિમા આવી રહી છે (૨૯-૭-૨૬) ત્યારે ગુરૂ પૂનમનો મહિમા સમજાવતા બાપુ બોલ્યા કે ગુરૂનું દરેક તિથીએ મહત્વ છે એકમ એટલે કે ઇશ્વર એક છે. બીજ આપણે ત્યાં બીજનું બીજની તિથીનું ખૂબ જ મહત્વ છે. અષાઢી બીજ, ભાઇબીજ વગેરે વગેરે તો ગુરૂ-શિષ્ય વચ્ચે દ્વવૈત-અછૌત ભાવની નિષ્ઠા જરૂરી છે. ત્રીજ-તૃતીયા ગુરૂ ગુણાતીત હોય છે. સાધુ પણ ગુણાતીત હોય છે, કાલાતીત હોય છે, એને ન વર્તમાન, ન ભૂતકાળ, ન ભવિષ્યકાળ હોય બસ, એ હોય જ છે જ. પાંચમ પંચદેવની સ્થાપના કરે એ ગુરૂપૂર્ણિમાની પંચમી છે. છઠ્ઠ: ગુરૂએ છ શાસ્ત્રોનો પુન: અવતાર છે. સાતમ: જ્ઞાનની સાત ભુમિકા ગુરૂમાં છે. આઠમ: જેના જીવનમાં પતંજલિનો અષ્ટાંગ યોગ સહજ હોય એ ગુરૂની અષ્ટમી છે. નોમ-નવમી: ગુરૂમાં નવેય ભક્તિ રહેલી છે, એ પ્રકૃતિને આધીન ન હોય- પ્રકૃતિનો માલિક હોય, દસમી: એટલે દસેરા, દસે દિશાથી આનંદ પ્રાપ્ત કરે એ ગુરૂની દસમ-દસમી છે. અગીયારસ: અગીયારસ પ્રકારના મહાવ્રત જેના જીવનમાં સહજ આવે એ ગુરૂની અગીયારસ છે. બારસ- એટલે કે ‘ઓમ  નમો ભગવંતે વાસુદેવાય’એ મહામંત્રનું નિરંતર રટણ-સ્મરણ હોય, તેરસ: એટલે પાંચ જ્ઞાનેન્દ્રીઓ, પાંચ કર્મેન્દ્રીઓ અને મન, બુદ્ધિ, ચિત્તની સમતા રહે એ ગુરૂની તેરસ છે. ચૌદસ: એટલે કે ગુરૂએ છે જે ચર્તુદસી એટલે કે જેનો રથ ચારેય દિશામાં ફરે એવી યાત્રા કરે એ ગુરૂની ચૌદસ. ચૌદસ ઉપર આપણી ભજનવાણી-સંતવાણીમાં કેટલીય ભજન-પદ રચનાઓ છે અને છેલ્લે પૂનમ-પૂર્ણિમા: એટલે કે જે પૂર્ણ પદને પામે તે ગુરૂ પૂર્ણ છે. આ પંદર તિથીની વાત થઈ પણ આપણા શાસ્ત્રોમાં સોળ કળા છે. કૃષ્ણ આ સોળ કળામાં પૂર્ણ છે એટલે જ તો કહેવાયું કે ‘કૃષ્ણ વંદે જગદગુરૂમ્’

આદિ જગદગુરૂ શંકરાચાર્યજીનો એક મંત્ર છે. આપણી આંતરિક રથ યાત્રા માટે આ શ્લોક ખૂબ જરૂરી છે.

વૈરાગ્ય બોધો પુરૂષ્સ્ય પક્ષીવત્ પક્ષો

વિજાનાકી વિચક્ષણ ત્વમ્ વિમુક્તિ સૌધાગ્ર

તન્નાહિરોહણમ્ તાભ્યામ્ વિના ન તરેણ…

આપણા ચાર પુરૂષાર્થો-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર માર્ગો પણ આંતરિક રથયાત્રા માટે ઘ્યાનમાં રાખવા. સત્ય ધર્મનું પાલન એટલે સત્ય ઉચ્ચાર, વિચાર અને બીજાના સત્યનો પણ સ્વીકાર કરવો. તપ-જપને તાપ ન આપે, તપી ન કરે એ સાચું તપ છે. શૌષ એટલે કે અંતરશુદ્ધી, પવિત્રતા હોવી જોઈએ. દાન- એટલે કે તપ થકી જે વિદ્યાઓ મળી હોય એ બીજાને દાનમાં આપવી. અર્થ- એટલે ધન મેળવવું  ખૂબ જરૂરી પણ અર્થ એ અનર્થ ન થાય, સાર્થક થાય એ જ સાચું ધન, કામ-આપણા શાસ્ત્રોમાં કામ એ વિવાહના મૂળમાં છે. સ્મૃતિકાર તો આઠ પ્રકારના વિવાહ બતાવે છે (૧) બ્રહ્મ બ્યાહ (૨) દેવ બ્યાહ (3) આર્ષ બ્યાહ એટલે કે વિવાહમાં ગાય અને બળદનું દાન (૪) પ્રજાપત્ય બ્યાહ (૫) આસૂરી બ્યાહ (જેમાં દહેજ હોય) (૬) રાક્ષસ બ્યાહ-અપહરણ કરીને, જબરદસ્તીથી થતાં વિવાહ એ રાક્ષસી બ્યાહ છે (૭) ધર્મ બ્યાહ અને (૮) પિશાય બ્યાહ-પ્રેત બ્યાહ-દૂરાચાર આચરીને થતા વિવાહ એટલે પિશાય બ્યાહ અને ચોથું મોક્ષ તત્વ: મોક્ષયાત્રા માટે આ ત્રણ વસ્તુનું ખૂબ ઘ્યાન રાખવું. (૧) પૂજનની પવિત્રતા (૨) યજન સમર્પિત એટલે કે યજ્ઞની સમર્પિતતા અને (3) ભજનની સરળતા-સહજતા.

 

કથા રત્નો

૧) બડા મહેફૂસ હું મૈં ઈસ કોને મેં,

અબ કોઈ અડચન નહીં હૈ રોને મેં..

૨) વીજળી ઝબૂકવાના કોઈ ટાઈમ ટેબલ નથી હોતા!

3) સુખ પાયા, સુખ પાયા

રહેમ તેરી સુખ પાયા

૪) ક્ષમા માંગવી અને ક્ષમા આપવી એ બન્ને વીરત્વ છે.

૫) બીજાને તપ-તપ્ત ન કરે એવું તપ હોવું જોઈએ.

૬) દર્દ વગર દર્શન નથી થતું, પીડા વગર પ્રસવ ન થાય.

૭) મુસ્કુરાતે રહો, ગુનગુનાતે રહો, જીવન સંગીત હૈ, સ્વર સજાતે રહો…

૮) સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા, હમારા હમ બુલબુલે હૈ ઉસ્કી, યે ગુલસિતા હમારા….

૯) જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો….

જીસકા ન કોઈ સંગી-સાથી, ઈશ્વર કે રખવાલા,

બંધ કરો મત દ્વાર દયા કા દે દો ઉસકો સહારા

પ્યાર કે મોતી લૂટાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો….

You Might Also Like

પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ

રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ

રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ

ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?