યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવતા અગ્રણીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે આજે યુનિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ,તેમજ ગાર્ડન ગ્રુપ દ્વારા ભારતના લોખંડી પુરુષ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રખર પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરતી ઉતારી અને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વૃંદાવન નગરના સહકાર્યવાહ તથા યુનિટી ફાઉન્ડેશન ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા, , ડૉ. હિતેશભાઈ હાપલિયા, ડૉ. દિનેશભાઈ ચોવટિયા, નિલેશભાઈ લુણાગરિયા ભુપતભાઈ સિયાણી, વિઠ્ઠલભાઈ કાનાણી, આશિષભાઈ, ચમનભાઈ કમાણી, સંજયભાઈ અજૂડિયા, દીપુભાઈ પટેલ, શૈલેશભાઈ સિંગાળા, પંકજભાઈ વાઘાસિયા, જયેશભાઈ ચોથાણી, દીપકભાઈ જોશી, નિલેશભાઈ, અતુલભાઈ વેકરીયા, રાજેશભાઈ સોરઠીયા, અને ભરતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારીને એક સશક્ત, સંગઠિત અને અખંડ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.


