વેરાવળ પીપલ બેંકના ડાયરેક્ટર તરીકે મુકેશભાઈ ચોલેરાની વરણી
શહેર બક્ષીપંચ મોરચા ભાજપ પ્રમુખ તરીકે ગજેન્દ્ર બાપુની નિયુકિત
અગ્ર ગુજરાત, પ્રભાસપાટણ
વેરાવળ પીપલ બેંકના ડાયરેક્ટર તરીકે મુકેશભાઈ ચોલેરાની વરણી થતાં વેરાવળ વેપારી મહામંડળ, વેરાવળ શહેર ભાજપ તથા કેમિકલ એસોસિએશનના પ્રમુખ લાલચંદ પરશુરામ દ્વારા એક વિશેષ અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ, વેરાવળ શહેર બક્ષીપંચ મોરચા ભાજપ પ્રમુખ તરીકે ગજેન્દ્ર બાપુની વરણી થવાથી બંને આગેવાનોને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મુકેશભાઈ ચોલેરા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા છે અને જોઈન્ટ સેક્રેટરી : સૌરાષ્ટ્ર પેસેંજર એસોસીએશન તેઓ વેરાવળ રેલ્વે કન્સલ્ટન્ટ કમિટિ પણ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર તથા શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયાએ મુકેશભાઈ ચોલેરા અને ગજેન્દ્ર બાપુ બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભેચ્છા સમારોહમાં મહામંત્રી મૌલિક વૈયાટા, શહેર યુવા મોરચા ભાજપ પ્રમુખ હિરેન ધારચા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ હાર્દિક ઝાલા, જિલ્લા આઈ.ટી. કન્વીનર આશિષ ગોસ્વામી, નગરપાલિકા પ્રતિનિધિ દેવેનભાઈ ઓઝા તેમજ વેરાવળ-સોમનાથ શહેર યુવા મોરચા ભાજપ કારોબારી સભ્ય કેવિન કાનાબાર સહિતના હોદ્દેદારો અને ઉપસ્થિત આગેવાનોએ પુષ્પગુચ્છથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.


