By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ

Editor
Last updated: 2026/11/28 at 3:29 PM
4 minutes ago
Share
 કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ
SHARE

સદગુરુ કલ્યાણ ફાઉન્ડેશન તેમજ વિવેકાનંદ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે

કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ

હેમેટોલોજી અને થેલેસેમિયા ક્ષેત્રના ભારતના સર્વશ્રેષ્ઠ વૈશ્વિક ખ્યાતી પ્રાપ્ત તબીબી નિષ્ણાત ડો. એમ.બી.અગ્રવાલ તેમજ રાજકોટના નિષ્ણાત તબીબો થેલેસેમિયા અંગેનું માર્ગદર્શન આપશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સદગુરુ લોકકલ્યાણ ફાઉન્ડેશન અને વિવેકાનંદ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે ‘થેલેસેમિયા સારવારમાં પ્રગતિ, જીવનની આશા’ શીર્ષક હેઠળ આવતીકાલે રવિવાર, તા.૨૯/૧૧/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ યોજાશે. આ કેમ્પ ૩-જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે જનકલ્યાણ સોસાયટીના વાતાનુકુલિત (એસી) હોલમાં યોજાશે.

થેલેસેમિયાએ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડાદાયક જીવલેણ રોગ છે. આ બાળકોની વેદના અસહ્ય હોય છે બાળકોને વારંવાર લોહી ચડાવવું પડે છે, મોંઘી દવાઓ અને ઇજેક્શન લેવા પડે છે અને છતાં પણ થેલેસેમીયાના દર્દીઓને કમનસીબે બચાવી શકાતા નથી.

મુંબઈના જાણીતા હેમેટોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ (બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના હેમેટોલોજી વિભાગના પ્રોફેસર અને વડા, હિન્દુજા, લીલાવતી અને બ્રિચ કેન્ડી હોસ્પિટલ સાથે સંકળાયેલા; WHO ફેલોશિપ પ્રાપ્ત અને ૨૦૨૫માં Lifetime Achievement Award વિજેતા) થેલેસેમિક મેજર દર્દીઓ, બાળકો અને વાલીઓને ‘થેલેસેમિયા: ૨૦ સામાન્ય પડકાર અને ઉકેલ‘ વિષય પર માર્ગદર્શન આપશે. રાજકોટના જાણીતા હેમેટોલોજિસ્ટ  ડો. નિશાંત ઘરસંડીયા ‘થેલેસેમિયા સારવારમાં નવીન પ્રગતિ‘ વિષય પર બોલશે. જાણીતા એન્ડોક્રિનોલોજીસ્ટ  ડો.નિલેશ દેત્રોજા ‘થેલેસેમિયામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને લગતી જટિલતાઓ‘ અંગે માહિતી આપશે. તેમજ લીવર સ્પેશિયાલિસ્ટ  ડો.પારસ ડી. શાહ ‘થેલેસેમિયામાં યકૃત અને પાચનતંત્રનું સ્વાસ્થ્ય‘ વિષય પર માર્ગદર્શન આપશે.

થેલેસેમિયા એ લોહીનો વારસાગત, અસાધ્ય, અતિ ખર્ચાળ અને પીડાદાયક રોગ છે, જે મુખ્યત્વે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ ન કરાવવા તથા જાગૃતિના અભાવને કારણે બાળકોમાં જોવા મળે છે. થેલેસેમિયા માઈનોર (જેમ કે અમિતાભ બચ્ચનને થેલેસેમિયા માઈનોર છે, જેને સારવારની જરૂર નથી)થી વિપરીત, માતા-પિતા બંને માઈનોર હોય ત્યારે બાળકને થેલેસેમિયા મેજર થવાની શક્યતા રહે છે. થેલેસેમિયા મેજર પીડિત બાળકને જીવનભર દર મહિને ૨ થી ૪ વાર લોહી ચડાવવું પડે છે, મોંઘી દવાઓ અને ઇન્જેક્શન લેવા પડે છે, જેનો માસિક ખર્ચ ₹૮,૦૦૦ થી ₹૧૦,૦૦૦ થાય છે. જીવન દરમિયાન એક દર્દીને આશરે ૫૦ થી ૬૦ હજાર ટીકડીઓ, ૫ થી ૬ હજાર ઇન્જેક્શન અને ૭૦૦ જેટલી લોહીની બોટલોની જરૂર પડે છે. રાજકોટમાં ૫૦૦થી વધુ થેલેસેમિયા પીડિત બાળકો સતત પીડા વચ્ચે જીવી રહ્યા છે, ત્યારે ‘પહેલા થેલેસેમિયા ટેસ્ટ, પછી જ સગાઈ કે લગ્ન‘ સૂત્ર અપનાવવા અને રક્તદાન પ્રવૃત્તિ વધારવા પર ભાર મૂકાયો છે.

દસ વર્ષ બાદ રાજકોટમાં યોજાતા આ મેગા કેમ્પનું રીમોટથી ઉદઘાટન જાહેરજીવનના શ્રેષ્ઠીઓ દ્વારા કરાશે અને ઉપસ્થિત સૌનું કુમકુમ તિલકથી સ્વાગત થશે. થેલેસેમિયા પ્રવૃત્તિમાં સહાયરૂપ દાતાઓ, બ્લડબેંકો, રક્તદાતાઓ, ડોક્ટરો અને સંસ્થાઓનું સન્માન કરાશે. તમામ બાળકો અને વાલીઓ માટે ચા-કોફી, નાસ્તો, ભોજન, બાળકોને સ્મૃતિભેટ તેમજ રિદ્ધિ સિદ્ધિ ફાર્મ વાળા લવજીભાઈ પ્રજાપતિ તરફથી અમેરિકન મકાઈ નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.

આયોજન માટે સદગુરુ લોકકલ્યાણ ફાઉન્ડેશનના રાજુભાઈ પોબારૂ, ડો. જનકભાઈ ઠક્કર, ડો. નિશાંત ચોટાઇ, ઉમેશભાઈ નંદાણી, કિશોરભાઈ કોટક, જીતુલભાઈ કોટેચા, પ્રદીપભાઈ જોબનપુત્રા, હિરેનભાઈ ખખ્ખર તથા વિવેકાનંદ યુથ ક્લબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, ડો. રવિ ધાનાણી સહિતના કાર્યરત છે. રજિસ્ટ્રેશન અને વિશેષ માહિતી માટે અનુપમભાઈ દોશી (મો. ૯૪૨૮૨ ૩૩૭૯૬), મિતલભાઈ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલભાઈ કોટેચા (મો. ૯૩૭૪૧ ૫૪૦૦૦) અથવા ડો. રવિ ધાનાણી (મો. ૭૦૧૬૯ ૫૩૩૫૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

 ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા’ને વેગ આપતું ૧૦મું મશીન ટૂલ્સ પ્રદર્શન સંપન્ન; ચાર દિવસમાં ૬૫ હજાર મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું

 ડ્રેનેજ કુંડીના અકસ્માતમાં મહિલાના મોત બાદ રઘુવંશી સમાજ મેદાને; એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાને આવેદનપત્ર

 માધાપર પાસેના IOCL પ્લાન્ટ ગેસ લીકેજ બાદ આગ અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ

 પ્લોટ કે મિલકત ખરીદતા પહેલાં જ જાણી શકાશે TP સ્કીમ, ઝોન અને નવા રસ્તાની વિગત ખાસ વેબ જીઆઈએસ પોર્ટલ શરૂ થશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ૧૪૦ કિશોરીઓને રી-યુઝેબલ પેડ કીટનું વિતરણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગુજરાતરાજકોટ

 ૧૪૦ કિશોરીઓને રી-યુઝેબલ પેડ કીટનું વિતરણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 2 days ago
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બે ગમખ્વાર અકસ્માત: ચારનાં મોત
 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ
જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!
 રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?