- રાજસ્થાન બોર્ડર તરફથી ગુજરાતમાં વિવિધ હેરાફેરી પર નજર
- વિજયનગર તાલુકામાં રાણી બોર્ડર સોફ્ટ ટાર્ગેટ
- બંને પડોશી રાજ્યમાં ચૂંટણી હોવાના કારણે વધુ ચોક્સાઈ
રાજ્યભરમાં દિવાળીના તહેવારો અને બંને પડોશી રાજ્યોમાં ચૂંટણી હોવાના કારણે બોર્ડરની સુરક્ષા વધારવામાં આવી છે. જેના પગલે સાબરકાંઠામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને બોર્ડર પર પોલીસ કાફલો ખડકાવી દેવામાં આવ્યો છે. તેમજ નશીલા પદાર્થની હેરાફેરી માટે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ વાહનોનું સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાત-રાજસ્થાન સરહદ ઉપરની રાણી બોર્ડરો ઉપર પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતું. જો કે દિવાળીના તહેવારોમાં રાજસ્થાનમાંથી જુદા માર્ગો ઉપર જુદી જુદી ચેક પોસ્ટો દ્વારા ગુજરાતમાં દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરાફરી અટકાવવા વિજયનગર અને રાજસ્થાની જોડતી રાણી ચેકપોસ્ટ ઉપર પોલીસ અને હોમગાર્ડ જવાનો ચેકિંગ હાથ ધર્યુ હતું.


