By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટોસ જીતો મેચ જીતો, 325નો ટાર્ગેટ વિનિંગ સાબિત થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ટોસ જીતો મેચ જીતો, 325નો ટાર્ગેટ વિનિંગ સાબિત થશે

agragujaratnews
Last updated: 2023/11/18 at 11:35 PM
2 years ago
Share
ટોસ જીતો મેચ જીતો, 325નો ટાર્ગેટ વિનિંગ સાબિત થશે
SHARE

  • બીજી ઇનિંગમાં પિચ ધીમી પડતા રન બનાવવા મુશ્કેલ બનશે
  • સ્પિનર્સની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બનશે
  • એક લાખ કરતાં વધારે ‘પ્રેક્ષકો મેન ઇન બ્લૂ’ ભારતને સમર્થન આપશે

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે યજમાન ભારત અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આઇસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ ઉપર વિશ્વના કરોડો લોકોની નજર રહેશે. વિશ્વની બે બેસ્ટ ટીમો વચ્ચે રમાનારો આ ખરાખરીનો જંગ અત્યંત રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. રોહિત શર્મા અને પેટ કમિન્સના નેતૃત્વમાં પ્રથમ વખત ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ ફાઇનલમાં પહોંચી છે. કરોડો લોકોની અપેક્ષાના દબાણનો જે ટીમ ખૂબીથી સામનો કરી શકશે તે ચેમ્પિયન બનશે તે નિશ્ચિત છે. જોકે આ મેચમાં ટોસની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની જશે. ફાઇનલ મેચમાં ટોસની ભૂમિકાને નકારી શકાય તેમ નથી કારણ તેને જીતનાર ટીમના વિજયની સંભાવના વધી જાય છે. ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને ફાયદામાં રહેશે કારણ કે અમદાવાદની પિચ બીજી ઇનિંગમાં ઝાકળના કારણે ધીમી પડે છે અને તેની ઉપર રન બનાવવા મુશ્કેલી બની જાય છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમ 315થી 350ની વચ્ચે સ્કોર નોંધાવશે તો બીજી ટીમ ઉપર ફાઇનલ જીતવાનું દબાણ વધી શકે છે. કપરા ટાર્ગેટના દબાણ હેઠળ મજબૂત ટીમોની બેટિંગ લાઇનઅપ પણ વિખેરાઈ જાય છે.

અમદાવાદના પિચ ક્યૂરેટરે પણ સંકેત આપી દીધો હતો કે જે ટીમ 315ની આસપાસનો સ્કોર નોંધાવશે તો તેને તે ડિફેન્ડ કરી શકશે. પિચ ધીમી પડતી હોવાના કારણે બેટિંગ કરવી ખાસ કરીને સ્પિનર્સ સામે આસાન રહેશે નહીં. બંને ટીમનો ટોસ જીત્યા બાદ મેચ પણ જીતવાની ઇચ્છા રાખશે. જોકે ક્રિકેટમાં છેલ્લા બોલ સુધી કોઈ અટકળ કરી શકાતી નથી. નોંધનીય છે કે સ્ટેડિયમમાં એક લાખ કરતાં વધારે પ્રેક્ષકો ભારતને સમર્થન આપશે જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલીઓ વધશે.

ભારતની તાકાત અને નબળાઈ

તાકાત : સુકાની રોહિત આક્રમક શરૂઆત કરે છે અને અત્યાર સુધી 550 રન બનાવી ચૂક્યો છે. તેની કુનેહભરી કેપ્ટનશિપની સાથે બોલર્સના રોટેશનના કારણે ભારત અત્યાર સુધી અજેય ટીમ રહી છે. અન્ય બેટ્સમેન વિરાટ કોહલી (711 રન), શુભમન ગિલ (346), શ્રોયસ ઐયર (526) અને લોકેશ રાહુલ (386) સાતત્યપૂર્ણ ફોર્મમાં છે. બોલિંગમાં મોહમ્મદ શમી 23 વિકેટ સાથે સર્વાધિક વિકેટોમાં મોખરાના સ્થાને છે. જસપ્રીત બુમરાહ (18 વિકેટ), રવીન્દ્ર જાડેજા (16), કુલદીપ યાદવ (15) તથા સિરાજે (13) સારો દેખાવ કર્યો છે.

નબળાઈ : ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ઈજાના કારણે ભારતની રણનીતિને ફટકો પડયો છે અને પાંચ નિષ્ણાત બોલર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ બોલર ખર્ચાળ સાબિત થાય તો ભારત પાસે મેચમાં પાછા ફરવા કે રનરેટનો કાબૂમાં રાખે તેવો કોઈ બેકઅપ વિકલ્પ નથી. ઓસ્ટ્રેલિયન પેસ એટેક છેલ્લી ઘડીએ ફોર્મમાં આવ્યો હોવાથી ટોચના બેટ્સમેનોએ સાવચેત રહેવું પડશે.

ગોલ્ડન તક

ભારત ટ્રોફી જીતવા તથા મેન્સ વન-ડે વર્લ્ડ કપના છેલ્લા ત્રણ સંસ્કરણમાં યજમાન દેશ દ્વારા ટાઇટલ જીતવાની પરંપરાને જાળવી રાખવાની સ્થિતિમાં છે. શાનદાર ફોર્મ, સ્થાનિક પરિસ્થિતિ અને એક લાખ પ્લસ લોકોના સમર્થનને જોતાં રોહિતબ્રિગેડ પાસે 12 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપ જીતવાની શાનદાર તક છે.

ઓસ્ટ્રેલિયાની તાકાત અને નબળાઈ

તાકાત : ટૂર્નામેન્ટના અંત ભાગમાં બેટ્સમેનોનું ફોર્મમાં આવવું મુખ્ય તાકાત રહી છે. ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ (426), વોર્નર (528), ગ્લેન મેક્સવેલ (398), સ્ટિવ સ્મિથે બેટ દ્વારા યોગદાન આપ્યું છે. બોલના સાથે લેગ સ્પિનર એડમ ઝમ્પા શાનદાર ફોર્મમાં છે અને તે 22 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. મેક્સવેલ અને હેડે ઓફ સ્પિન દ્વારા ઝમ્પાને જોરદાર સમર્થન આપ્યું છે. પેસ બોલર હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક (3/34) તથા સુકાની પેટ કમિન્સ (3/54) ભારતની બેટિંગ લાઇનઅપ વેરવિખેર કરી શકે છે.

નબળાઈ : ભારત સામે સ્પિનર્સને મદદગાર પિચ ઉપર ઓસ્ટ્રેલિયન બેટિંગ ધીમી પડી જાય છે. સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકન સ્પિનર્સ તબરેઝ શમ્સી અને કેશવ મહારાજ સામે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીઓ નડી હતી. સ્પિન બોલિંગ ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી નબળાઈ છે તે સપાટી ઉપર આવી ગઈ છે અને ફાઇનલમાં જાડેજા, કુલદીપ અને સંભવિત ઓફ સ્પિનર અશ્વિન આ બાબતનો ફાયદો ઉઠાવી શકે છે.

ગોલ્ડન તક

છેલ્લે 2015માં ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા પોતાના છઠ્ઠા મેન્સ વન-ડે વર્લ્ડ કપને જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફાઇનલ જેવી મોટી મેચમાં તે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવા માટે જાણીતી છે. ભારત સામે 2003માં વર્લ્ડ કપ જીત્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ હરાવ્યું હતું.

ભારત પાસે ઓસ્ટ્રેલિયાના કેટલાક રેકોર્ડ તોડવાની તક

વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હાઇએસ્ટ સ્કોર ઓસ્ટ્રેલિયાના નામે છે જેણે 2003ની ફાઇનલમાં ભારત સામે બે વિકેટે 359 રનનો સ્કોર નોંધાવ્યો હતો. વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હાઈએસ્ટ માર્જિનથી મેચ જીતવાનો રેકોર્ડ પણ ઓસ્ટ્રેલિયાના નામે છે જેણે 2003માં ભારતને 153 રનથી હરાવવા ઉપરાંત 1999ના વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ફાઇનલમાં વ્યક્તિગત હાઈએસ્ટ સ્કોર ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટના નામે છે જેણે 2007માં શ્રીલંકા સામેની ફાઇનલમાં 149 રનની ઇનિંગ રમી હતી.

ભારત-ઓસ્ટ્રેલિયાનો ઓવરઓલ વન-ડે રેકોર્ડ

  • હાઇએસ્ટ સ્કોર : ભારતે ઇન્દોર ખાતે ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે 399 રન બનાવ્યા હતા.
  • લોએસ્ટ સ્કોર : 1981ના જાન્યુઆરીમાં સિડની વન-ડેમાં ભારત 63 રનમાં ઓલઆઉટ થયું હતું.
  • હાઇએસ્ટ માર્જિનથી વિજય : 2004માં સિડની ખાતે ભારત સામે ઓસ્ટ્રેલિયા 208 રનથી જીત્યું હતું.
  • રોમાંચક વિજય : 1987ના ઓક્ટોબરમાં રમાયેલી ચેન્નઇ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા એક રનથી જીત્યું હતું.
  • સર્વાધિક સદી : બંને ટીમો વચ્ચે સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે સર્વાધિક નવ વન-ડે સદી ફટકારી છે.
  • સર્વાધિક વિકેટ : ઓસ્ટ્રેલિયાનો પેસ બોલર બ્રેટ લી કુલ 32 મેચમાં હાઇએસ્ટ 55 વિકેટ ઝડપી ચૂક્યો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
રાજકોટ

લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે

Editor By Editor 1 day ago
ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?