By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેનેઝૂએલા પરના પ્રતિબંધો હળવા થવાથી ભારતને ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

વેનેઝૂએલા પરના પ્રતિબંધો હળવા થવાથી ભારતને ફાયદો

agragujaratnews
Last updated: 2023/11/28 at 6:00 PM
2 years ago
Share
વેનેઝૂએલા પરના પ્રતિબંધો હળવા થવાથી ભારતને ફાયદો
SHARE

વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલ અનામત ધરાવનારા વેનેઝૂએલા પરના અમેરિકાના પ્રતિબંધો હળવા થાય તેના કારણે ભારતને ફાયદો થઈ શકે છે

 

અમેરિકાએ વેનેઝૂએલા પર પ્રતિબંધો હળવા કરવાનું શરૂ કર્યું છે તેના કારણે વિશ્વની ક્રૂડ ઓઈલની માર્કેટ પર હકારાત્મક અસર થઈ શકે છે. ખાસ કરીને ભારતની રિફાઇનરીઓને કાચો માલ મેળવવાનો વધુ એક સ્રોત ઊભો થઈ શકે છે. તેનું કારણ એ છે કે વેનેઝૂએલા દૂર છે, તેમ છતાં ભારતે ત્યાંથી ક્રૂડ મગાવવાનું શરૂ કર્યું હતું. દૂર પડે પરંતુ ગલ્ફના દેશો કરતાં વિકલ્પ ઊભો થાય તે ભારત માટે જરૂરી હતું. અમેરિકાએ જુદા કારણોસર વેનેઝૂએલા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા, પણ તેના કારણે ભારત જેવા ઘણા દેશોને અસર થઈ હતી. સૌથી વધારે અસર ક્રૂડ માર્કેટમાં થઈ હતી, કેમ કે બજારમાં એક સ્રોત ઓછો થાય એટલે અરબ દેશો અને રશિયાને ફાવતું આવ્યું હતું.
કેરેબિયન રાષ્ટ્રો તરીકે ઓળખાતા નાના નાના રાષ્ટ્રો સાથે અમેરિકાના સંબંધો સારા નથી રહ્યા, કેમ કે ત્યાં કાંતો સામ્યવાદી સરકારો આવી છે અથવા આપખુદ શાસકો આવતા રહ્યા છે. બીજું કે વાયા મેક્સિકોથી ઘૂસણખોરી થાય ત્યારે મેક્સિકો પહેલાં ગ્લાટેમાલાથી માંડીને અનેક નાના રાષ્ટ્રો સુધી વિશ્વભરના લોકો પહોંચ્યા હોય છે. એ ઇમિગ્રેશન રોકવા માટેના પ્રયાસોના ભાગરૂપે પણ આ સરકારો સાથે સંકલનની જરૂર હોવાથી અધિકારીઓ વાતચીત કરતા રહેતા હોય છે. હાલના સમયમાં તે પ્રક્રિયા આગળ વધી છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો લઈને જ ફરી મેદાનમાં આવ્યા છે.
એ સંદર્ભમાં વેનેઝૂએલા પરના આર્થિક પ્રતિબંધોએ અમેરિકાએ હળવા કર્યા છે. વેનેઝૂએલાની આવકનો એક માત્ર સ્રોત ખનીજ તેલ છે. તે પણ બંધ થયો ત્યારે આર્થિક રીતે તે દેવાળું કાઢે તે સ્થિતિમાં આવી ગયો હતો. હવે ફરીથી તે ક્રૂડની નિકાસ કરી શકશે ત્યારે ભારત તેનો લાભ ચોક્કસ ઉઠાવશે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોથી એક નીતિ નક્કી રાખી છે કે સસ્તુ ક્રૂડ જ્યાંથી મળે ત્યાંથી લેવું જેથી માત્ર ગલ્ફના દેશો પર નિર્ભર ના રહેવું પડે. ભારતને 2019થી ઈરાનથી ક્રૂડ લેવાનું બંધ કરવું પડ્યું છે, કેમ કે અમેરિકાએ ત્યાં પ્રતિબંધો મૂક્યા છે. જોકે રશિયા સાથે ભારતનો વ્યવહાર ચાલતો રહ્યો, કેમ કે બંને દેશો વચ્ચે રૂબલ-રૂપિયામાં વિનિમય માટે કરાર શક્ય બન્યો હતો. ઈરાન સાથે એવું થઈ શક્યું નથી.
જોકે વેનેઝૂએલાથી મોટા પાયે આયાત કરવાનું તાત્કાલિક શક્ય નહીં બને, કેમ કે વચ્ચેના આ વર્ષોમાં ભારે બરબાદી થઈ છે. તેલના કૂવાને અને તેના પરની મશીનરીને અત્યાધુનિક કરવી પડે તે થઈ નથી. ઉલટાની મશીનરી ખખડી ગયેલી છે. એક જમાનામાં રોજનું 30 લાખ બેરલ ક્રૂડ વેનેઝૂએલા ઉત્પન્ન કરવા લાગ્યું હતું. તે સૌથી ઊંચી સપાટીએ પહોંચવા માટે તેને સમય લાગશે, પણ ભારત તેના માટે અત્યારથી તૈયારી કરવા લાગે તો જ્યારે પણ ક્રૂડનું ઉત્પાદન વધવા લાગે ત્યારે એક સારો વિકલ્પ ઊભો રહે.
જોકે તેની આગળ હજી એક બીજી અડચણ પણ છે. વેનેઝૂએલામાં 2024માં પ્રમુખ માટેની ચૂંટણી પણ છે. એ ચૂંટણી કેટલી મુક્ત અને ન્યાયી થશે તેના પર પણ ઘણો આધાર છે. નવી સરકાર જ ક્રૂડ સેક્ટરને સુધારવાનું કામ કરી શકશે. હાલના પ્રમુખ નિકોલા માડુરોએ અમેરિકા સાથે આ મુદ્દે જ સમાધાન કર્યું છે કે તે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજશે અને દેશમાં લોકતાંત્રિક પ્રણાલીઓ પરત લાવશે. બીજું કે ભારતમાં પણ 2024માં ચૂંટણી થવાની છે અને અમેરિકામાં પણ થવાની છે. ત્રણેય દેશમાં સુકાનીઓ બદલાશે કે એક રહેશે તેના પર પણ ઘણી બાબતો નિર્ભર રહેવાની છે.
રશિયા પર પ્રતિબંધ મૂકાયો ત્યારે ભારતે ઉલટાનો ફાયદો મેળવ્યો હતો. રશિયાનું તેલ ખરીદ્યા વિના યુરોપના કેટલાક દેશોને ચાલે તેમ નહોતું એટલે સ્વાર્થી નિર્ણય લેવાયો હતો કે મહત્તમ બેરલના 60 ડૉલરની કિંમતે ઓઇલ ખરીદવું. ભારતને તેનો વધારે ફાયદો મેળવ્યો, કેમ કે ભારતે રશિયા સાથે ડીલ કરીને તેનાથી પણ સસ્તા ભાવે ખનીજ તેલ મેળવ્યું હતું.
બીજું ભારતની રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા સાથે કામ કરે છે. તેના કારણે એક પ્રકારે વેલ્યૂ એડિશન પણ થયું. ભારતની પોતાની જરૂરિયાત મોટી છે, પણ તે જરૂરિયાત કરતાંય વધારે ક્રૂડ ભારતમાં આવતું રહ્યું છે. ભારતની રિફાઇનરીઓએ તેમાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવીને પછી દુનિયામાં ઉલટાની તેની નિકાસ કરીને પણ કમાણી કરી છે. ભારતની રિફાઇનરીનું રિફાન્ડ ક્રૂડ યુરોપ અને અમેરિકા સુધી પહોંચ્યું છે.
આ વાતને દુનિયાને જુદી રીતે વિદેશ પ્રધાન જયશંકરે યાદ કરાવી હતી. તેમણે કહ્યું કે વિશ્વએ ભારતનો આભાર માનવાની જરૂર છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે જગતના શાસકોને ભાન થાય કે ભારતે કઈ રીતે વિશ્વની ઓઈલ અને ઉર્જાની માર્કેટનું સંતુલન જાળવ્યું છે. ભારત એટલું મોટું ખરીદદાર છે કે તે રાબેતા મુજબ ખરીદી ચાલુ રાખે તો ઉર્જા માર્કેટ ક્યારેય નીચું ના આવે. તેના બદલે ભારતે બજાર ધગી ના જાય તે રીતે સ્ટ્રેટેજિક રીતે જ ક્રૂડ ઓઈલની આયાત કરવાની સ્ટ્રેટેજી અપનાવી છે.
ભારતની આ સ્ટ્રેટેજી બહુ જ અસરકારક રહી છે અને તેના કારણે યુક્રેનનું યુદ્ધ અને હાલમાં હમાસ અને ઈઝરાયલના યુદ્ધ છતાં ક્રૂડમાં એવો ભડકો નથી થયો કે આખી દુનિયા દાઝી જાય. ભારતની નીતિ રહી છે કે જ્યાંથી પણ સસ્તુ ક્રૂડ મળે ત્યાંથી લેવું. વેનેઝૂએલામાં સ્ટેબિલિટી આવશે તો ભારતનો ઉર્જા ઉદ્યોગ તેનો ભરપુર ફાયદો ઉઠાવશે અને તેનો આડકતરો ફાયદો વિશ્વને પણ થવાનો છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
રાજકોટ

ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Editor By Editor 5 days ago
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?