By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વચ્છતા અભિયાનમાં થોડી ‘સાફસૂફી’ જરૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

સ્વચ્છતા અભિયાનમાં થોડી ‘સાફસૂફી’ જરૂરી

agragujaratnews
Last updated: 2023/12/07 at 3:16 PM
2 years ago
Share
સ્વચ્છતા અભિયાનમાં થોડી ‘સાફસૂફી’ જરૂરી
SHARE

એસટીમાં ડસ્ટબિનની નહીં, શૌચાલય સુધારવાની જરૂર છેઃ સ્વચ્છતા અભિયાનથી ખૂબ ફાયદો થયો છે, પણ હવે તે માત્ર ફોટા પડાવવાનું અભિયાન રહી જશે તો આગળનો અમલ અટકી પડશે

સ્વચ્છતાના નામે એક નવું તૂત ચાલ્યું છે. એસટી બસોમાં કચરાના ડબ્બાઓ મૂકવાનું. તમે જ વિચારી લો બસોમાં હજારો કન્ટેનર મૂકાશે તેના કારણે ફાયદો કોને થશે? વિચારો. વિચારો. મુસાફરોને કોઈ જ ફાયદો થવાનો નથી. અરે ભઈ બસમાં તમે શું કચરો કરવાના છો? ઘરેથી કચરો લઈને બસમાં આવીને ત્યાં નાખશો? નાસ્તાના પડિકા ખોલશો તેનો કચરો કદાચ નાખવાનો થાય, પણ એ પડિકા અને રેપર વાળીને સાથે રાખી શકાય છે અને નીચે ઉતરીએ ત્યારે તેનો ડબ્બામાં નિકાલ કરી શકાય છે. આમ પણ દર અઢીથી ત્રણ કલાકે બસ ચા નાસ્તા માટે ઊભી રહે છે. નાસ્તો પણ ત્યાં જ કરવાનો હોય અને કચરો પણ ત્યાં જ ડબ્બામાં નાખી દેવાનો હોય.
બસ ઊભી રહે ત્યારે એક વાર એસટી સ્ટેશનની મૂતરડીમાં જજો. નરક યાદ આવી જશે. તાલુકા મથકના અથવા મોટા બસ સ્ટેશનોમાં શૌચાલયમાં એટલી બધી ગંદકી હોય છે કે વાત ના કરો. સૌથી વધારે જરૂર અહીં સ્વચ્છતાની છે. એસટી બસની અંદર ડબ્બા મૂકવાનો વિચાર નાણાં વેડફી નાખવાનો છે. એ જ નાણાંનો ઉપયોગ કરીને, એસટી બસ સ્ટેશનોમાં જ્યાં પણ શૌચાલય તૂટી ગયા છે, મૂતરડીમાં રિપેરિંગની જરૂર છે ત્યાં વાપરો. અસલી સ્વચ્છતાની જરૂર અત્યારે ત્યાં છે. એકેએક ટોઇટલ અને મૂત્રાલય સ્વચ્છ થઈ જાય ત્યાર પછી એસટીમાં ડસ્ટબિન મૂકાય તેની સામે કોઈને વાંધો નહીં હોય.
બીજું એક વગર પૈસે અને વગર બજેટે કરવા જેવું કામ છે હાઈવે હોટલ પરની સ્વચ્છતા સુધારવાનું. ખાસ કરીને એસટી બસો ઊભી રહે છે ત્યાં. એસટી સ્ટેશનોમાં શૌચાલય સુધારવા માટે બજેટ જોઈશે, પણ વગર બજેટે આ હોટેલમાં સ્વચ્છતાનું કામ થઈ શકે છે. એસટી બસો કઈ હોટેલ પર ઊભી રહેશે તેનો કોન્ટ્રેક્ટ ગાંધીનગરથી આપવામાં આવે છે. ગાંધીનગરથી કોન્ટ્રેક્ટ અપાતો હોય ત્યારે ભ્રષ્ટ્રાચાર થયા વિના રહે નહીં. અમુક કન્ડક્ટર ડ્રાઇવરે ફરિયાદો કરી કે અમુક તમુક હોટેલો ઢંગધડા વિનાની હોય છે અને છતાં ફરજિયાત અમારે ત્યાં જ બસનો રેસ્ટ માટેનો સ્ટોપ કરવો પડે છે. ફરિયાદો પછી કંઈ ના થયું, કેમ કે કોન્ટ્રેક્ટ સીધો ગાંધીનગરથી અપાયો હોય છે. જિલ્લા મેનેજરો કે કન્ડક્ટર અને ડ્રાઇવરને પૂછીને હાઈવે હોટેલના કોન્ટ્રેક્ટ અપાતા નથી. તેમની ફરિયાદ કે સૂચન પણ ધ્યાને લેવાતા નથી.
આવી કેટલીક હોટેલો સારી પણ હોય છે, કેમ કે તેમના માલિકો નવા જમાના પ્રમાણે કસ્ટમર સર્વિસ આપીને સારો બિઝનેસ કરવામાં માને છે. તે સિવાયની હોટેલોના માલિકો ગાંધીનગરમાંથી કોન્ટ્રેક્ટ લીધો હોય એટલે તેની વસૂલી કરવાના જ મૂડમાં હોય છે. આવી ઘણી હોટેલમાં એસટી સ્ટેશન જેવા જ ગંધાતા મૂત્રાલય હોય છે. તેમના કિચનમાં ગંદકી હોય છે. તેમના માણસો ગોબરા અને લઘરવઘર હોય છે. તેમને ત્યાં મળતો નાસ્તો વાસી અને પેટ બગાડનારો હોય છે. ચામાં નકરું પાણી હોય છે. અને પૈસા તગડાં લે છે. એસટીના મુસાફરો તકરાર કરે ત્યારે તેમને ધમકી અપાય છે કે થાય તેમ કરવું અને ગાંધીનગર સુધી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો.
સ્વચ્છતાની જરૂર અહીં છે. વગર પૈસે. એક કડક પત્ર વાહન વ્યવહાર વિભાગે કોન્ટ્રેક્ટ મેળવનારી હોટેલોને મોકલીને તાકિદે શૌચાલયો રિપેર કરાવવા, કિચન નવા કરીને સ્વચ્છતા રાખવા, માણસોને નહાઈ-ધોઈને રાખવા અને વાજબી પૈસા સારું અને પૌષ્ટિક ખાણું આપવાની ચેતવણી આપવી જોઈએ. પંદર દિવસનો સમય આપીને પછી મોટા પાયે ટીમો મોકલીને રેડ પાડવી જોઈએ. જે પણ હોટેલમાં ગંદકી અને અસ્વચ્છતા દેખાય તેમના કોન્ટ્રેક્ટ તાત્કાલિક રદ કરીને બીજી હોટેલોમાં એસટીને ઊભા રહેવાની છૂટ આપવી જોઈએ. દરેક બસમાં કન્ડક્ટર પાસે એક ફોર્મ હોઉં જોઈએ, જેથી દરરોજ ટ્રીપ પછી બસ હોટેલ પર ઊભી રહે અને ઉપડે ત્યારે મુસાફરોને પૂછવાનું કે કોઈને ફરિયાદ હોય તો જણાવો. રોજેરોજની ફરિયાદોનું મોનિટરિંગ
થવું જોઈએ.
વડોદરામાં એસટીમાં સ્વચ્છતા અભિયાનના નામે માણસોએ પેલા કચરો નાખ્યો અને પછી નેતાઓ અને અધિકારીઓએ સાવરણો હાથમાં પકડીને ખોટા ખોટા ફોટા પડાવ્યા. આવા ફોટા પડાવવાનો વીડિયો વાઇરલ થયો છે. સ્વચ્છ હતી તે જગ્યાએ પહેલા માણસોએ કચરો નાખ્યો. કચરો નાખ્યો બોલો. પછી થોડો એવો એ કચરો સાફ કરાવવાના ફોટા પડાવીને હાઉં. આવી રીતે સ્વચ્છતા અભિયાન હવે ચાલે છે. માત્ર ફોટા પડાવવા માટે. સ્વચ્છતા હોય ત્યાં જ નેતાઓ અને અધિકારીઓ ફોટા પડાવવા જાય છે. માણસો પાસે બે મુઠ્ઠી કચરો પહેલાં નખાવે છે અને પછી ફોટા પાડીને અભિયાનને પૂર્ણ કરે છે.
સમગ્ર રીતે સ્વચ્છતા અભિયાન સારું છે. તેને કારણે સ્વચ્છતા માટેનો આગ્રહ વધ્યો છે અને ઘણો સુધારો દેખાયો છે. પણ આવી રીતે ફોટા પડાવવાની વિધિ પૂરતું તે સિમિત થઈ જશે તો હજી અનેક વિસ્તારોમાં સ્વચ્છતા કરવાની બાકી છે ત્યાં રહી જશે.
બીજું સૌથી અગત્યનું. સ્વચ્છતા કરો, સફાઈ કરો તેવા પ્રચારને બદલે, એવા પ્રચારની જરૂર છે કે કચરો કરો નહીં. કચરો ફેંકો નહીં. આપણા સૌની… આ બાબતમાં આપણો જ વાંક છે, નેતાઓ અને અધિકારીઓનો વાંક નથી. આપણો જ વાંક છે કે આપણે ગમે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ. માવા ખાઈને ગમે ત્યાં થૂકીએ છીએ. આ માવા ખાનારા લોકોનો ત્રાસમાંથી મુક્તિ માટે સિગરેટ જેવી ઝુંબેશ ચલાવવી જરૂરી બની છે. સાથે જ પ્રચાર એ કરવાનો છે કે કચરો ગમે ત્યાં ફેંકો નહીં. કચરો કરો જ નહીં. તરત ભેગો કરીને તેને ડસ્ટ બીનમાં નાખો અને યોગ્ય રીતે તેના નિકાલ માટે સ્વચ્છતા કર્મચારીને સહકાર આપો. આ કામ આપણે કરવાનું છે અને પછી નેતાઓ અને અધિકારીઓને ફોટા પડાવવાના બદલે આ પ્રકારની જાગૃતિ ફેલાવવા માટે ધ્યાન આપવાનું કહેવાનું છે.સ્વચ્છતાના નામે એક નવું તૂત ચાલ્યું છે. એસટી બસોમાં કચરાના ડબ્બાઓ મૂકવાનું. તમે જ વિચારી લો બસોમાં હજારો કન્ટેનર મૂકાશે તેના કારણે ફાયદો કોને થશે? વિચારો. વિચારો. મુસાફરોને કોઈ જ ફાયદો થવાનો નથી. અરે ભઈ બસમાં તમે શું કચરો કરવાના છો? ઘરેથી કચરો લઈને બસમાં આવીને ત્યાં નાખશો? નાસ્તાના પડિકા ખોલશો તેનો કચરો કદાચ નાખવાનો થાય, પણ એ પડિકા અને રેપર વાળીને સાથે રાખી શકાય છે અને નીચે ઉતરીએ ત્યારે તેનો ડબ્બામાં નિકાલ કરી શકાય છે. આમ પણ દર અઢીથી ત્રણ કલાકે બસ ચા નાસ્તા માટે ઊભી રહે છે. નાસ્તો પણ ત્યાં જ કરવાનો હોય અને કચરો પણ ત્યાં જ ડબ્બામાં નાખી દેવાનો હોય.
બસ ઊભી રહે ત્યારે એક વાર એસટી સ્ટેશનની મૂતરડીમાં જજો. નરક યાદ આવી જશે. તાલુકા મથકના અથવા મોટા બસ સ્ટેશનોમાં શૌચાલયમાં એટલી બધી ગંદકી હોય છે કે વાત ના કરો. સૌથી વધારે જરૂર અહીં સ્વચ્છતાની છે. એસટી બસની અંદર ડબ્બા મૂકવાનો વિચાર નાણાં વેડફી નાખવાનો છે. એ જ નાણાંનો ઉપયોગ કરીને, એસટી બસ સ્ટેશનોમાં જ્યાં પણ શૌચાલય તૂટી ગયા છે, મૂતરડીમાં રિપેરિંગની જરૂર છે ત્યાં વાપરો. અસલી સ્વચ્છતાની જરૂર અત્યારે ત્યાં છે. એકેએક ટોઇટલ અને મૂત્રાલય સ્વચ્છ થઈ જાય ત્યાર પછી એસટીમાં ડસ્ટબિન મૂકાય તેની સામે કોઈને વાંધો નહીં હોય.
બીજું એક વગર પૈસે અને વગર બજેટે કરવા જેવું કામ છે હાઈવે હોટલ પરની સ્વચ્છતા સુધારવાનું. ખાસ કરીને એસટી બસો ઊભી રહે છે ત્યાં. એસટી સ્ટેશનોમાં શૌચાલય સુધારવા માટે બજેટ જોઈશે, પણ વગર બજેટે આ હોટેલમાં સ્વચ્છતાનું કામ થઈ શકે છે. એસટી બસો કઈ હોટેલ પર ઊભી રહેશે તેનો કોન્ટ્રેક્ટ ગાંધીનગરથી આપવામાં આવે છે. ગાંધીનગરથી કોન્ટ્રેક્ટ અપાતો હોય ત્યારે ભ્રષ્ટ્રાચાર થયા વિના રહે નહીં. અમુક કન્ડક્ટર ડ્રાઇવરે ફરિયાદો કરી કે અમુક તમુક હોટેલો ઢંગધડા વિનાની હોય છે અને છતાં ફરજિયાત અમારે ત્યાં જ બસનો રેસ્ટ માટેનો સ્ટોપ કરવો પડે છે. ફરિયાદો પછી કંઈ ના થયું, કેમ કે કોન્ટ્રેક્ટ સીધો ગાંધીનગરથી અપાયો હોય છે. જિલ્લા મેનેજરો કે કન્ડક્ટર અને ડ્રાઇવરને પૂછીને હાઈવે હોટેલના કોન્ટ્રેક્ટ અપાતા નથી. તેમની ફરિયાદ કે સૂચન પણ ધ્યાને લેવાતા નથી.
આવી કેટલીક હોટેલો સારી પણ હોય છે, કેમ કે તેમના માલિકો નવા જમાના પ્રમાણે કસ્ટમર સર્વિસ આપીને સારો બિઝનેસ કરવામાં માને છે. તે સિવાયની હોટેલોના માલિકો ગાંધીનગરમાંથી કોન્ટ્રેક્ટ લીધો હોય એટલે તેની વસૂલી કરવાના જ મૂડમાં હોય છે. આવી ઘણી હોટેલમાં એસટી સ્ટેશન જેવા જ ગંધાતા મૂત્રાલય હોય છે. તેમના કિચનમાં ગંદકી હોય છે. તેમના માણસો ગોબરા અને લઘરવઘર હોય છે. તેમને ત્યાં મળતો નાસ્તો વાસી અને પેટ બગાડનારો હોય છે. ચામાં નકરું પાણી હોય છે. અને પૈસા તગડાં લે છે. એસટીના મુસાફરો તકરાર કરે ત્યારે તેમને ધમકી અપાય છે કે થાય તેમ કરવું અને ગાંધીનગર સુધી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો.
સ્વચ્છતાની જરૂર અહીં છે. વગર પૈસે. એક કડક પત્ર વાહન વ્યવહાર વિભાગે કોન્ટ્રેક્ટ મેળવનારી હોટેલોને મોકલીને તાકિદે શૌચાલયો રિપેર કરાવવા, કિચન નવા કરીને સ્વચ્છતા રાખવા, માણસોને નહાઈ-ધોઈને રાખવા અને વાજબી પૈસા સારું અને પૌષ્ટિક ખાણું આપવાની ચેતવણી આપવી જોઈએ. પંદર દિવસનો સમય આપીને પછી મોટા પાયે ટીમો મોકલીને રેડ પાડવી જોઈએ. જે પણ હોટેલમાં ગંદકી અને અસ્વચ્છતા દેખાય તેમના કોન્ટ્રેક્ટ તાત્કાલિક રદ કરીને બીજી હોટેલોમાં એસટીને ઊભા રહેવાની છૂટ આપવી જોઈએ. દરેક બસમાં કન્ડક્ટર પાસે એક ફોર્મ હોઉં જોઈએ, જેથી દરરોજ ટ્રીપ પછી બસ હોટેલ પર ઊભી રહે અને ઉપડે ત્યારે મુસાફરોને પૂછવાનું કે કોઈને ફરિયાદ હોય તો જણાવો. રોજેરોજની ફરિયાદોનું મોનિટરિંગ
થવું જોઈએ.
વડોદરામાં એસટીમાં સ્વચ્છતા અભિયાનના નામે માણસોએ પેલા કચરો નાખ્યો અને પછી નેતાઓ અને અધિકારીઓએ સાવરણો હાથમાં પકડીને ખોટા ખોટા ફોટા પડાવ્યા. આવા ફોટા પડાવવાનો વીડિયો વાઇરલ થયો છે. સ્વચ્છ હતી તે જગ્યાએ પહેલા માણસોએ કચરો નાખ્યો. કચરો નાખ્યો બોલો. પછી થોડો એવો એ કચરો સાફ કરાવવાના ફોટા પડાવીને હાઉં. આવી રીતે સ્વચ્છતા અભિયાન હવે ચાલે છે. માત્ર ફોટા પડાવવા માટે. સ્વચ્છતા હોય ત્યાં જ નેતાઓ અને અધિકારીઓ ફોટા પડાવવા જાય છે. માણસો પાસે બે મુઠ્ઠી કચરો પહેલાં નખાવે છે અને પછી ફોટા પાડીને અભિયાનને પૂર્ણ કરે છે.
સમગ્ર રીતે સ્વચ્છતા અભિયાન સારું છે. તેને કારણે સ્વચ્છતા માટેનો આગ્રહ વધ્યો છે અને ઘણો સુધારો દેખાયો છે. પણ આવી રીતે ફોટા પડાવવાની વિધિ પૂરતું તે સિમિત થઈ જશે તો હજી અનેક વિસ્તારોમાં સ્વચ્છતા કરવાની બાકી છે ત્યાં રહી જશે.
બીજું સૌથી અગત્યનું. સ્વચ્છતા કરો, સફાઈ કરો તેવા પ્રચારને બદલે, એવા પ્રચારની જરૂર છે કે કચરો કરો નહીં. કચરો ફેંકો નહીં. આપણા સૌની… આ બાબતમાં આપણો જ વાંક છે, નેતાઓ અને અધિકારીઓનો વાંક નથી. આપણો જ વાંક છે કે આપણે ગમે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ. માવા ખાઈને ગમે ત્યાં થૂકીએ છીએ. આ માવા ખાનારા લોકોનો ત્રાસમાંથી મુક્તિ માટે સિગરેટ જેવી ઝુંબેશ ચલાવવી જરૂરી બની છે. સાથે જ પ્રચાર એ કરવાનો છે કે કચરો ગમે ત્યાં ફેંકો નહીં. કચરો કરો જ નહીં. તરત ભેગો કરીને તેને ડસ્ટ બીનમાં નાખો અને યોગ્ય રીતે તેના નિકાલ માટે સ્વચ્છતા કર્મચારીને સહકાર આપો. આ કામ આપણે કરવાનું છે અને પછી નેતાઓ અને અધિકારીઓને ફોટા પડાવવાના બદલે આ પ્રકારની જાગૃતિ ફેલાવવા માટે ધ્યાન આપવાનું કહેવાનું છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 3 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?