અંબુજા સિમેન્ટ્સ 3 રાજ્યોની 13,000થી વધુ ગ્રામીણ મહિલાઓને કેન્સર અંગે માહિતી આપી
વિવિધ સ્થળોએ 100થી વધુ સંવાદાત્મક જાગૃતિ સત્રો યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
અંબુજા સિમેન્ટ્સ, વૈશ્વિક સ્તરે બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન્સ પ્રદાન કરતી નવમી સૌથી મોટી કંપની અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલીયો નો ભાગ, પોતાની સીએસઆર શાખાના નોન-કોમ્યુનિકેબલ ડિઝીસ પ્રોગ્રામ હેઠળ કેન્સર અવેરનેસ એન્ડ સ્ક્રિનીંગ પ્રોગ્રામ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 13,000થી વધુ મહિલાઓ સુધી પહોંચી છે અને સ્તન કેન્સરના 12 કેસોની ઓળખ કરી છે. વર્ષ 2023-24માં એબીએસ યુકે અને એબીએસઆઇ ના સહયોગથી મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ માટે વ્યૂહાત્મક પહેલ શરૂ કરવામાં આવી હતી. ચંદ્રપુરમાં મળેલી સફળતા બાદ આ જાગૃતિ કાર્યક્રમનો વિસ્તાર પંજાબના બઠિંડા અને ગુજરાતના અંબુજાનગર સુધી કરવામાં આવ્યો.
સ્તન કેન્સર ભારતમાં મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. વર્ષ 2025માં સ્તન કેન્સરને કારણે 1,00,000થી વધુ મહિલાઓએ જીવ ગુમાવ્યો હોવાનું નોંધાયું છે. આ વધતી જાહેર આરોગ્ય ચિંતાને ધ્યાનમાં રાખીને, આ પહેલ હેઠળ ત્રણેય રાજ્યોનાં પસંદગીનાં ગામોમાં સહયોગી સંસ્થાઓ સાથે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ એન્ડ સ્ક્રિનીંગ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો. તેનો ઉદ્દેશ સમુદાયમાં જાગૃતિ વધારવાનો, વહેલી ઓળખને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત નિદાન તથા સારવાર સેવાઓની સુલભતા સુધારવાનો છે. આ પહેલ ટાટા કેન્સર કેર ફાઉન્ડેશન, એઇમ્સ ભટીંડા અને ગુજરાત કેન્સર કેર જેવી સ્થાનિક આરોગ્ય વ્યવસ્થાઓ સાથે મળીને રેફરલ વ્યવસ્થા વિકસાવી રહી છે.
કાર્યક્રમના અમલીકરણના ભાગરૂપે કોમ્યુનિટી હેલ્થ ઓફિર્સ, આશા’સ, એએનએમએસ અને ડૉક્ટરો સહિતના ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ પ્રાયોગિક તાલીમ સત્રો યોજવામાં આવ્યાં. ભાગ લેનારાઓને સિલિકોન બ્રેસ્ટ મોડલનો ઉપયોગ કરીને સ્તન પરીક્ષણની પદ્ધતિ, ગાંઠની ઓળખ અને ડો-મેકિંગ ટેકનિકનો અભ્યાસ કરાવવામાં આવ્યો. સમુદાયમાં સમજ વધારવા અને સકારાત્મક વર્તન પરિવર્તનને પ્રોત્સાહિત કરવા માટે લક્ષિત જાગૃતિ અને આઉટરીચ પ્રવૃત્તિઓની શ્રેણી હાથ ધરવામાં આવી. મહિલાઓનાં જૂથો અને સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ (SHGs) સાથે કુલ 132 સંવાદાત્મક જાગૃતિ સત્રો યોજવામાં આવ્યાં, જેથી સક્રિય ભાગીદારી અને સંવાદને પ્રોત્સાહિત કરી શકાય. પાયાના સ્તરે જાગૃતિ વધારવા માટે સ્થાનિક ભાષામાં પોસ્ટર, પેમ્ફ્લેટ અને ઑડિયો-વિઝ્યુઅલ સામગ્રી સહિત ઇનફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સામગ્રીનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું.


