રાજકોટમાં અંગ્રેજી સંગીતનો નવો ધૂન-સંગમ: 89.6 FM પર ‘English Music Show’ શરૂ
આંતરરાષ્ટ્રીય સંગીતની વિવિધ શૈલીઓ શ્રોતાઓને સાંભળવા મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સંગીતની કોઈ સરહદ કે ભાષા હોતી નથી. રાજકોટના સંગીતપ્રેમીઓ માટે હવે Radio Rajkot 89.6 FM એક અનોખો અને તાજગીસભર મ્યુઝિકલ અનુભવ લઈને આવ્યું છે. સ્ટેશન દ્વારા શ્રોતાઓ માટે ખાસ ‘New English Music Show’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સંગીતની વિવિધ શૈલીઓનો સુંદર સમન્વય સાંભળવા મળશે.
આ વિશેષ કાર્યક્રમમાં સંગીત રસિકો માટે દરેક શૈલીનું સંગીત પીરસવામાં આવશે. જેમાં વર્ષોથી લોકપ્રિય Evergreen English Classics ની સાથે આજના સમયના Modern Pop Hits, Pop, Rock, Soul, R&B, Dance અને Soulful Instrumental Music નો આનંદ માણી શકાશે. ગુજરાતી અને હિન્દી ગીતોની સાથે રાજકોટના શ્રોતાઓ અને ખાસ કરીને યુવા વર્ગને આંતરરાષ્ટ્રીય સંગીતની દુનિયા સાથે જોડવાનો આ એક નવો અને શ્રેષ્ઠ પ્રયાસ છે.
આ શો દર બુધવાર અને રવિવારે સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન પ્રસારિત કરવામાં આવશે. તા.૮ને રવિવારના રોજ સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન આ શો Radio Rajkot 89.6 FM પર શ્રોતાઓ માણી શકશે.
આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ છે કે શ્રોતાઓ પણ પોતાની પસંદગીના અંગ્રેજી ગીતો કાર્યક્રમમાં માણી શકશે તે માટે શ્રોતાઓ 99799 78960 પર પોતાના મનપસંદ અંગ્રેજી ગીતની વિનંતી (Song Request) મોકલી શકે છે. આ ઉપરાંત Radio Rajkot ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોમેન્ટ કરીને પણ પોતાની પસંદગી જણાવી શકાશે.


