તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા
તાવ, શરદી, ઝાડા-ઉલ્ટી સહિત ૧૭૫૭ દર્દી સારવારમાં : ૨૯૮ આસામીઓને નોટીસ ફટકારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. ત્યારે રોગચાળાએ પણ હાહાકાર મચાવ્યો છે. મચ્છર અને પાણીજન્ય રોગચાળાથી થતી બિમારીમાં ઉછાળો આવ્યો છે. જેમાં ડેંગ્યુના ૬ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. ઉપરાંત શરદી-ઉધરસના ૮૬૨, સામાન્ય તાવના ૭૫૬ અને ઝાડા-ઉલ્ટીના ૧3૨ સહિત ૧૭૫૭ દર્દી મનપાના ચોપડે નોંધાયા છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૬/૧૦/૨૦૨૬ થી તા.૦૧/૧૧/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW દ્વારા ૧૦૦૩૭૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૭૯૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૦૨ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૧૧ અને કોર્મશીયલ ૮૭ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.


