By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 hours ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    5 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ

Editor
Last updated: 2026/11/02 at 3:24 PM
2 hours ago
Share
દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ
SHARE

દારૂની મહેફિલમા ખુરશીનાં કવરથી ઓળખ છુપાવાય અને સામાન્ય માણસને જાહેરમાં ઉતારી પડાય, આ કેવો ન્યાય? : રોહિતસિંહ રાજપૂત

દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ

ગુજરાતના છેવાડાના ગામડા સુધી દારૂ ઉપલબ્ધ હોય તો દારૂબંધીના નામે નાટક શા માટે? 100 ટકા ડ્યૂટી વસૂલી રાજ્યની આવકથી બાળકોને મફત શિક્ષણ આપોની માંગ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કાલાવાડ રોડ સ્થિત સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં LCB દ્વારા કરવામાં આવેલી દારૂની મહેફિલની રેડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટનામાં પોલીસની કામગીરી અને આરોપીઓને આપવામાં આવેલી ટ્રીટમેન્ટ અનેક શંકાઓ ઊભી કરે છે. સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આરોપીઓને સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે તેમના મોઢા પર માસ્ક અને ખુરશીનાં કવર પહેરાવી ઓળખ છુપાવવાનો પ્રયાસ શા માટે કરવામાં આવ્યો? સામાન્ય નાગરિક કોઈ નાનો ગુનો કરે તો પોલીસ આરોપીને ઘૂંટણિયે બેસાડીને મીડિયા સામે વાહવાહી મેળવે છે, પરંતુ વગદાર બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના કિસ્સામાં અલગ વ્યવહાર કેમ? પોલીસ પાસે છુપાવવા જેવું કંઈ ન હોય તો બેન્કવેટ હોલ અને સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયાના CCTV ફૂટેજ જાહેર કરવામાં શું વાંધો છે?

આ ઉપરાંત, હોટલમાં રેડ દરમિયાન ACP કક્ષાના અધિકારીએ શરૂઆતમાં એક પણ દારૂની બોટલ મળી ન હોવાનું અને માત્ર ગ્લાસમાં દારૂ હોવાનું જણાવ્યું હતું, જ્યારે ત્યારબાદ DCP દ્વારા 11 બોટલો મળી હોવાની વિગતો આપવામાં આવી હતી. આશરે 100 લોકોની હાજરી વચ્ચે માત્ર 11 બોટલનો મુદ્દામાલ દર્શાવવો, મહિલાઓ સામે એક પણ ફરિયાદ ન થવી અને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓને મુદ્દામાલમાં ન દર્શાવવી જેવા મુદ્દાઓ તપાસની પારદર્શિતા સામે સવાલો ઊભા કરે છે. 25 લિટરથી વધુ દારૂનો મુદ્દામાલ ન દર્શાવી આરોપીઓને કાયદાકીય રાહત મળે તેવો કોઈ પ્રયાસ થયો છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અનેક દારૂ પીધેલા લોકોને નેતાઓની ભલામણથી સ્થળ પરથી જવા દેવાયા હોવાની મળેલી માહિતી તેમજ મંત્રીઓ અને વગદાર વ્યક્તિઓની ભલામણોની ચર્ચાઓની પણ તપાસ થવી જોઈએ. હોટલનું લાયસન્સ રદ કરવા સાથે માલિક વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

રોહિતસિંહ રાજપૂતે વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે, તો તેના નામે આટલો મોટો વહીવટી ખર્ચ અને ભ્રષ્ટાચાર શા માટે? : રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના છેવાડાના ગામડાં સુધી દેશી દારૂથી લઈને મોંઘીદાટ વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ સરળતાથી ઉપલબ્ધ હોવાની વાસ્તવિકતાને નકારી શકાય તેમ નથી. જો સરકાર દારૂબંધીનો અસરકારક અમલ કરાવી શકતી ન હોય તો આ નીતિ અંગે ખુલ્લી ચર્ચા કરી પુનર્વિચાર કરવો જોઈએ. દારૂબંધીના નામે ગેરકાયદેસર દારૂનું નેટવર્ક, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ખર્ચ સતત ચાલુ રહે તે કેટલું યોગ્ય છે?

આજે દારૂબંધી હોવા છતાં પરમિટધારકો ઊંચી ડ્યૂટી ચૂકવીને દારૂનું સેવન કરી રહ્યા છે. વાઇન શોપ પર આશરે 65 ટકા ડ્યૂટી હોવા છતાં દારૂનું સેવન અટકતું નથી. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નિયંત્રિત અને કાયદેસર વેચાણની વ્યવસ્થા અમલમાં મૂકી તેના પર 100 ટકા કે તેથી વધુ ડ્યૂટી વસૂલવામાં આવે તો રાજ્યની તિજોરીમાં નોંધપાત્ર આવક ઊભી થઈ શકે છે. આ આવકનો ઉપયોગ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ તદ્દન મફત આપવા, સરકારી શાળાઓ આધુનિક બનાવવા અને સરકારી હોસ્પિટલોની આરોગ્ય સેવાઓ મજબૂત કરવા થઈ શકે છે.

આ અંગે રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજના યુવાનો કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સમાજના નામે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ ન થવો જોઈએ. સામાજિક અગ્રણીઓની જવાબદારી યુવાનોને નશામુક્ત રહેવા, કાયદાનું પાલન કરવા અને સમાજની પ્રતિષ્ઠા જાળવવા પ્રેરિત કરવાની છે. કોઈ એક સમાજના સભ્યોની સંડોવણી હોય એટલે આખા સમાજને બદનામ કરવામાં આવ્યો હોવાની દલીલ કરવી કે સમાજના નામે દરેક સવાલને દબાવવાનો પ્રયાસ કરવો બંને અયોગ્ય છે. આ ઘટનામાં પાટીદાર સમાજ કે અન્ય કોઈ સમાજ સામે અમારો વિરોધ નથી, અમારો વિરોધ કાયદાના અમલમાં થતી અસમાનતા અને વગદારોને મળતી કથિત વિશેષ સુવિધાઓ સામે છે.

ભાજપ નેતા મહેશ લુણાગરીયાની પોસ્ટથી ગરમાવો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટેલમાં મોડી રાત્રે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણ વચ્ચે પાટીદાર અગ્રણી અને ભાજપ નેતા મહેશ લુણાગરિયાએ ફેસબુક પર એક આક્રમક પોસ્ટ મૂકીને પોલીસ તંત્ર સામે ખુલ્લો રોષ ઠાલવ્યો છે. તેમણે પોલીસની કામગીરી પર કટાક્ષ કરતા લખ્યું હતું કે, પોલીસે એક જ વારમાં ‘ભરપૂર રૂપિયા’ લઈને મામલો પતાવી દેવો જોઈએ, જેથી આખું વર્ષ વારંવાર તોડ કરવાના ધંધા ન કરવા પડે. તેમણે ઈમાનદારી બાજુ પર મૂકીને કડક કાર્યવાહી કરવાના બદલે ચાલતી ભ્રષ્ટ વેટિંગ સિસ્ટમ સામે સવાલો ઉઠાવતા રાજકીય અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

રેવ પાર્ટીમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ : આસવાણી, ઝાલા

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર) એક સંયુક્ત યાદી જણાવે છે કે સરાજા હોટલમાં સરા જાહેર ટેબલો ઉપર મોંઘી દાટ નો વિદેશી દારૂ હોટલના ટેબલ પર પીરસાતો હતો જો કે ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર છે અને દારૂબંધીના લીરેલીરા ઉડાડતી આ ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. અમારી જાણમાં છે તે મુજબ રાત્રે 12:30 ની આસપાસ આ અંગે રેડ પડ્યા બાદ છેક સવાર સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફરકયા ન હતા. જેની જવાબદારી બને છે તે ખુદ પોલીસ કમિશનર ગુમ થયા હોય તેવું જાણવા મળ્યું છે. દારૂની રેડ પડતા જ હોટલની તમામ લાઇટો બે થી ત્રણ કલાક સુધી બંધ કરી દેવામાં આવી હોય ત્યારે જે મોટા માથાઓ હોય તેને બચાવી લેવામાં આવ્યા હોય તેવી શંકા છે.

પોલીસ કમિશનરને કોંગ્રેસનું આવેદન

સરાજા હોટલ-દારૂ બિયર, હુક્કા, રેવ પાર્ટી કાંડ તપાસના મહત્વના મુદ્દાઓને અવગણીને તથ્યો છુપાવી આરોપીઓને બચાવવા અને કાયદાકીય રીતે મદદરૂપ થવા તેમજ ઘટના સ્થળે રેડ દરમ્યાન મુદામાલ ગુન્હાના કામે વાહનોનું ચેકીંગ, જપ્તી, સીસીટીવી, ફૂટેજ, હોટલ માલિક સહિતના સામે કાર્યવાહીમાં ફરજ બેદરકારી સબબ તપાસ કરી કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

You Might Also Like

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં

સૌરાષ્ટ્રને મળેલી હરિદ્વારની ટ્રેનોનો પાવો હજુ બંધ

તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા

 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હાપા–ઓખા રેલવે સેક્શન પર જૂના સ્ટીલ ગર્ડરના સ્થાને પીએસસી સ્લેબ સ્થાપિત
ગુજરાતરાજકોટ

 હાપા–ઓખા રેલવે સેક્શન પર જૂના સ્ટીલ ગર્ડરના સ્થાને પીએસસી સ્લેબ સ્થાપિત

Editor By Editor 5 days ago
 વાતાવરણમાં આવેલા પલટાથી ૨ થી 3 ડિગ્રીનો ઘટાડો
માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત
સરદાર પટેલની જન્મજયંતિએ પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ પુષ્પાંજલિ અર્પણ કરી
મવડીમાં આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્ર સોલંકીને જાહેરમાં ફડાકા ઝીંકાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?