By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: 60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું

Editor
Last updated: 2026/11/04 at 2:34 PM
49 minutes ago
Share
60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું
SHARE

60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું

કુબલીયાપરામાં શાકભાજીનો ધંધો કરતા ચીનાભાઈ જાડેજાની કરપીણ હત્યા : એક જ છરીનો ઘા જીવલેણ બન્યો, સારવાર દરમિયાન મોત

હત્યારાઓએ મૃતકના પુત્રના મકાનમાં આગ લગાડી દેતા દિવાળી માટે વેચવા લીધેલો તમામ સામાન સળગી ગયો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના કુબલીયાપરા વિસ્તારમાં માત્ર રૂ.60 હજારની ઉઘરાણી મામલે લોહીના સંબંધોને પણ લજવતી હત્યાની ઘટના સામે આવી છે. શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા 52 વર્ષીય ચીનાભાઈ હરિભાઈ જાડેજાએ સાત મહિના પહેલાં હૃદયની બીમારીની સારવાર માટે પોતાના સગા ભાણેજ પાસેથી રૂ.60 હજાર લીધા હતા. જોકે, આર્થિક સંકડામણ અને ધંધામાં મંદીને કારણે તેઓ સમયસર આ રકમ પરત કરી શક્યા નહોતા. આ બાબતે વારંવાર ઉઘરાણી અને તકરાર થતી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન બે દિવસ પહેલાં સાંજે ત્રણ ભાણેજ મામા પાસે પહોંચી ગયા હતા અને પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ મારામારી શરૂ કરી હતી. આ વખતે એક ભાણેજે છરી કાઢીને મામાના ડાબા પડખામાં એક જ ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા ચીનાભાઈનું સારવાર દરમિયાન રાત્રે મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસનો કાફલો દોડી ગયો હતો. થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.પી. સોઢાની રાહબરી હેઠળ પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઈ પરમાર, વિજય રાજેશભાઈ પરમાર અને અમિત ઉર્ફે હોજરી રાજેશભાઈ પરમારને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેયની અટકાયત કરી બનાવ પાછળનું કારણ અને ઘટનાક્રમ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કુબલીયાપરા ચારબાઈ માતાજીના મઢ સામે આવેલા મફતીયાપરામાં રહેતા ચીનાભાઈ જાડેજા શાકભાજી વેચવાનો વ્યવસાય કરતા હતા. આશરે સાત મહિના પહેલાં તેમને હૃદયની બીમારી થતાં સારવાર માટે નાણાંની જરૂર પડી હતી. તે સમયે તેમણે પોતાના સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો પાસેથી રૂ.60 હજાર લીધા હતા. આ રકમ પરત આપવાની બાકી હતી, પરંતુ ધંધામાં પૂરતી આવક ન થતી હોવાથી તેઓ નાણાંની વ્યવસ્થા કરી શકતા નહોતા. ભાણેજ દ્વારા વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી ત્યારે તેઓ ધંધામાં સગવડ થાય એટલે રકમ પરત આપી દેશે તેવી વાત કરતા હતા.
દરમિયાન તા.2 નવેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ચીનાભાઈ કુબલીયાપરામાં ચંદ્રિકા પાન પાસે હતા. આ વખતે તેમના ત્રણ ભાણેજ કમલેશ, વિજય અને અમિત ત્યાં આવી પહોંચ્યા હતા. ત્રણેયે રૂ.60 હજાર પરત કેમ આપતા નથી તેમ કહી ઉઘરાણી શરૂ કરી હતી. ચીનાભાઈએ હાલ નાણાંની સગવડ ન હોવાનું અને વ્યવસ્થા થતાં જ પૈસા આપી દેવાની વાત કરતાં મામા-ભાણેજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં ત્રણેયે ગાળો ભાંડી મારામારી શરૂ કરી દીધી હતી.
આ દરમિયાન કમલેશ ઉર્ફે યોગોએ પોતાના નેફામાંથી છરી કાઢી ચીનાભાઈના ડાબા પડખામાં ઘા ઝીંકી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ચીનાભાઈ લોહીલુહાણ થઈ જતાં બૂમાબૂમ કરી હતી. બનાવ બાદ ત્રણેય ભાણેજ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં ચીનાભાઈની પુત્રી સીમા, પત્ની શોભનાબેન અને ભત્રીજી સરોજ ઉર્ફે કીર્તિ સહિતના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ચીનાભાઈએ સારવાર દરમિયાન આપેલી ફરિયાદના આધારે થોરાળા પોલીસે શરૂઆતમાં ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો. જોકે, તેમની તબિયત વધુ લથડતાં સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રિના સમયે તેમણે અંતિમ શ્વાસ લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એક જ છરીનો ઘા જીવલેણ સાબિત થતાં પોલીસે હવે હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારજનોએ નાણાંની લેવડદેવડ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. ચીનાભાઈના ભાઈ અને પુત્ર સહિતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાણેજોએ રૂ.60 હજાર હાથ ઉછીના આપ્યા નહોતા, પરંતુ વ્યાજે આપ્યા હતા. આ રકમ સામે ચીનાભાઈ દર મહિને 20 ટકા લેખે વ્યાજ ચૂકવતા હતા. જોકે, છેલ્લા બે મહિનાનું વ્યાજ બાકી રહી જતાં ભાણેજોએ ઉઘરાણીના નામે તકરાર કરી હતી અને અંતે છરીનો ઘા મારી તેમની હત્યા કરી નાખી હોવાનો પરિવારનો આક્ષેપ છે. હત્યાની ઘટના બાદ ચીનાભાઈના પરિવારજનોએ વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ચીનાભાઈને છરી મારવામાં આવ્યા બાદ પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તે દરમિયાન તેમના પુત્ર આકાશના મકાનમાં આગ લગાડવામાં આવી હતી. આગમાં દિવાળીના તહેવાર દરમિયાન વેચવા માટે રાખવામાં આવેલા તોરણ અને શણગારની વસ્તુઓ ઉપરાંત ઘરવખરીનો સામાન તથા અમુક રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ કોણે લગાડી તે અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
હત્યાનો ભોગ બનેલા ચીનાભાઈ ચાર બહેન અને ત્રણ ભાઈમાં ત્રીજા નંબરે હતા. પરિવારમાં પત્ની શોભનાબેન ઉપરાંત છ પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ચીનાભાઈની હત્યાથી આઠ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ, પરિવારજનોએ ત્રણેય આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના આક્ષેપો કર્યા છે અને પોલીસ પાસે કડક કાર્યવાહી કરીને ન્યાય અપાવવાની માગણી કરી છે. આમ, માત્ર રૂ.60 હજારની નાણાકીય લેવડદેવડ અને ઉઘરાણીના વિવાદે મામા-ભાણેજના પવિત્ર સંબંધોનો લોહિયાળ અંત આણ્યો છે. હવે પોલીસ તપાસમાં વ્યાજખોરીના આક્ષેપો, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને મકાનમાં આગ લગાડવાની ઘટનાની હકીકત બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે.

You Might Also Like

 વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી

વલભીપુરના દુદાધારના છ નિરાધાર બાળકોના ભવિષ્યની જવાબદારી લેતા બ્રિજરાજસિંહ ગોહિલ

 રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત

મેટોડા જીઆઇડીસીમાં ગાંજાના જથ્થા સાથે યુપીનો શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજ મારે દીપોત્સવી રે..
રાષ્ટ્રિય

આજ મારે દીપોત્સવી રે..

Editor By Editor 1 hour ago
સાંસદ ભરતભાઈ સુતરીયાનો આક્રમક મિજાજ; ખેડૂતોને હેરાન ન કરવા ટકોર
જૂના ઝઘડાની અદાવતમાં મિત્રએ જ ઝૂંપડામાં રહેતા આધેડને સળગાવ્યાનો આક્ષેપ
અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?
 શ્રી જયાનંદધામ ખાતે ૮ નવેમ્બરના રોજ ઘંટાકર્ણવીર દેવના હવન અને પૂજનનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?