By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત

Editor
Last updated: 2026/11/04 at 2:33 PM
25 minutes ago
Share
રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત
SHARE

રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત

આજીડેમ ચોકડીએ પાણીના ટાંકામાં પડી જતા દોઢ વર્ષના બાળકનો ભોગ લેવાયો, રાણપુરમાં કલરકામ કરતી વખતે છજેથી પટકાતાં પ્રૌઢનું મોત

મોટી પાનેલીમાં થ્રેસરમાં ચૂંદડી ફસાતાં 18 વર્ષની યુવતીનું મોત, આટકોટમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં અલગ-અલગ ચાર કરુણ બનાવોમાં એક માસૂમ બાળક સહિત ચાર વ્યક્તિઓનાં મોત નિપજતાં પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજીડેમ ચોકડી નજીક બાંધકામની સાઇટ પર રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતાં દોઢ વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે કુવાડવા નજીક રાણપુર ગામે ગોડાઉનમાં કલરકામ કરતી વખતે છજેથી નીચે પટકાતાં 50 વર્ષના પ્રૌઢે જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ ઉપલેટાના મોટી પાનેલી ગામે મગફળીના થ્રેસરમાં ચૂંદડી ફસાઈ જતાં 18 વર્ષની યુવતીનું મોત થયું હતું. આ ઉપરાંત આટકોટમાંથી જસદણના ગોડલાધારના 32 વર્ષના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના આજીડેમ ચોકડી નજીક ગોકુલ પાર્કમાં રહેતા અને મૂળ બિહારના કુંદનભાઈ શર્માનો દોઢ વર્ષનો પુત્ર આદર્શ સાંજે ઘર નજીક આવેલી બાંધકામની સાઇટ પર રમતો હતો. આ દરમિયાન રમતાં રમતાં તે ભૂગર્ભ પાણીના ટાંકામાં પડી જતાં બેભાન થઈ ગયો હતો. બનાવને પગલે પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એચ. ગોહિલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આદર્શ બે ભાઈમાં નાનો હતો અને તેના પિતા સીએનસી ઓપરેટર તરીકે કામ કરે છે. પરિવારના લાડકવાયા પુત્રના અકાળે મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.
બીજા બનાવમાં જામનગર રોડ પર આવેલી બજરંગવાડીમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ શશીકાંતભાઈ રાવલ (ઉ.વ.50)નું કુવાડવા નજીકના રાણપુર ગામે ગોડાઉનમાં કલરકામ કરતી વખતે છજેથી નીચે પટકાતાં મોત થયું હતું. રાજેશભાઈ ગઈકાલે બપોરે સંજયભાઈના ગોડાઉનમાં અન્ય કારીગરો સાથે કલરકામ કરવા ગયા હતા. ગોડાઉનની બહારની બાજુએ દિવાલ પર કલર કરતી વખતે તેઓ છજા પર ઊભા હતા. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અન્ય કારીગરો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. રાજેશભાઈ પરિવારનો આધારસ્તંભ હોવાથી તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. કુવાડવા પોલીસને હોસ્પિટલ ચોકી મારફતે જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતી 18 વર્ષની જાગુબેન દાનાભાઈ સાગઠીયા તા.30ના રોજ બપોરે ત્રણેક વાગ્યે વાડીએ કામ કરી રહી હતી. આ દરમિયાન મગફળીના થ્રેસરમાં મગફળી કાઢતી વખતે તેના માથે બાંધેલી ચૂંદડી મશીનમાં ફસાઈ જતાં તેનું માથું થ્રેસરમાં આવી ગયું હતું અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેને 108 મારફતે પ્રથમ ઉપલેટા અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ગઈ રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ભાયાવદર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરતાં આ દુર્ઘટનાનું કારણ ચૂંદડી થ્રેસરમાં ફસાવાનું હોવાનું સામે આવ્યું હતું. જાગુબેન ત્રણ બહેન અને એક ભાઈમાં વચેટ હતી. યુવાન વયે દીકરીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
ચોથા બનાવમાં જસદણ તાલુકાના ગોડલાધાર ગામના અશ્વિન લાભુભાઈ માનકોલીયા (ઉ.વ.32)નો મૃતદેહ આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીકથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. અશ્વિન સોમવારે પોતાની પત્નીએ કરેલા કેસની મુદ્દતે હાજરી આપવા આટકોટ કોર્ટમાં જવા ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ પરત ફર્યો નહોતો. ગઈકાલે તેનો મૃતદેહ મળી આવતાં પોલીસ અને પરિવારજનો દોડી ગયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, અશ્વિન ત્રણ ભાઈમાં નાનો હતો અને જસદણમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. તેની પત્ની હેતલ એકાદ મહિના પહેલાં રિસામણે માવતરે જતી રહી હતી અને કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટની મુદ્દતે અશ્વિન હાજર થયો હતો, પરંતુ તેની પત્ની હાજર રહી નહોતી. ત્યારબાદ તે સાસરીયે ગયો હોવાની પણ પરિવારને જાણ થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ તેનો મૃતદેહ મળી આવતાં પરિવારે શંકા વ્યક્ત કરી હતી. યુવકે કોઈ ઝેરી પદાર્થ પી લીધો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આટકોટ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

You Might Also Like

 વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી

વલભીપુરના દુદાધારના છ નિરાધાર બાળકોના ભવિષ્યની જવાબદારી લેતા બ્રિજરાજસિંહ ગોહિલ

 રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું

મેટોડા જીઆઇડીસીમાં ગાંજાના જથ્થા સાથે યુપીનો શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા
ગુજરાતરાજકોટ

તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા

Editor By Editor 2 days ago
હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં
રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય
માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત
ડિગ્રી યુવાનને ઓળખ આપે છે, કૌશલ્ય તેને રોજગાર આપે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?