GSDSO ગાંધીનગરના મુખ્ય ઈજનેર એ.એફ.ભોરણીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી પી.સી. વ્યાસના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીઓએ આપી ભાવભરી વિદાય
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત સરકારના “ગુજરાત રાજ્ય ડેમ સેફટી ઓર્ગેનાઈઝેશન” (GSDSO), ગાંધીનગરના મુખ્ય ઈજનેર (યાંત્રિક) એ.એફ. ભોરણીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ તાજેતરમાં ગાંધીનગર ખાતે ખૂબ જ શાલીનતા અને ઉત્સાહસભર માહોલમાં યોજાઈ ગયો.
આ વિદાય સમારંભ ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગના સચિવ પી.સી. વ્યાસની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં જળસંપત્તિ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ, માર્ગ અને મકાન વિભાગ સહિત અન્ય વિભાગોના સચિવ કક્ષાના, મુખ્ય ઈજનેર, અધિક સચિવ કક્ષાના તેમજ અધિક્ષક ઈજનેરો સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ પોતાના સુંદર અને પ્રેરણાદાયક ઉદ્બોધનો દ્વારા ભોરણીયાની સેવાઓને બિરદાવીને તેમને ભાવભરી વિદાય આપી હતી.
આ સમગ્ર વિદાય સમારંભનું સુચારુ આયોજન ગુજરાત રાજ્ય ડેમ સેફટી ઓર્ગેનાઈઝેશનની કચેરીના અધિક્ષક ઈજનેર શ્રી ડી.કે. પટેલ તેમજ કાર્યપાલક ઈજનેર શ્રીમતી બી.બી. પંચાલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.


