- સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપે ક્લિક કરી તસ્વીર
- SUIT એ પ્રથમ વખત સૂર્યની ફૂલ ડિસ્ક તસવીરો કેપ્ચર કરી
- સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી
આદિત્ય-L1 મિશનની સફળતાનો પ્રથમ પુરાવો મળ્યો છે. આ ઉપગ્રહના સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) એ પ્રથમ વખત સૂર્યની ફૂલ ડિસ્ક તસવીરો કેપ્ચર કરી છે. આ તમામ તસવીરો 200 થી 400 નેનોમીટર વેવલેન્થની છે. એટલે કે તમે સૂર્ય 11 જુદા જુદા રંગોમાં જોઈ શકો છો.
આદિત્ય-L1ના SUIT પેલોટને 20 નવેમ્બર 2023ના રોજ ઓન કરવામાં આવ્યા હતા. આ ટેલિસ્કોપે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ફોટોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને ક્રોમોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને બાહ્ય વાતાવરણીય કોરોના વચ્ચેનું પાતળું પડ. ક્રોમોસ્ફિયર સૂર્યની સપાટીથી 2000 કિલોમીટર સુધી વિસ્તરેલી હોય છે.
અગાઉ, સૂર્યની તસ્વીર 6 ડિસેમ્બર 2023 ના રોજ લેવામાં આવી હતી. પરંતુ, તે પ્રથમ લાઇટ સાયન્સ ઇમેજની હતી. પરંતુ, આ વખતે સંપૂર્ણ ડિસ્ક ઈમેજ લેવામાં આવી છે. એટલે કે, સૂર્યના તે ભાગનો ફોટો જે સંપૂર્ણપણે સામે છે. આ ચિત્રોમાં, ફોલ્લીઓ, પ્લેગ્સ અને સૂર્યના શાંત ભાગો દૃશ્યમાન છે. આ ફોટોગ્રાફ્સની મદદથી વૈજ્ઞાનિકો સૂર્યનો યોગ્ય રીતે અભ્યાસ કરી શકશે.


