By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો

Editor
Last updated: 2026/11/05 at 4:20 PM
1 minute ago
Share
શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો
SHARE

ટ્રમ્પની હાર બાદ ભારતીય દલાલ સ્ટ્રીટમાં  તેજી

 

શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો

 

ઈન્ડિગો, બજાજ ફાઈનાન્સ અને  એશિયન પેઈન્ટસ જેવા શેરોમાં ૪ ટકાથી વધુનો ઉછાળો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં  સૌથી વધારે તેજી

ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો: રોકાણકારોની સંપતિમાં રૂ.૫ લાખ કરોડથી વધુનો વધારો, એક ઝાટકે દિવાળી સુધરી

અગ્ર ગુજરાત, મુંબઈ

અમેરિકામાં મધ્ય સત્રની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને લાગેલા આંચકા બાદ દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 1600થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.

શેરબજારમાં તેજી પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો મોટો ઘટાડો પણ એક મુખ્ય કારણ છે. 30 શેર ધરાવતા સેન્સેક્સમાં સામેલ 29 કંપનીઓના શેર તેજીમાં હતા. ઇન્ડિગો, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ જેવા શેરમાં ચાર ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 1609.54 પોઇન્ટ એટલે કે 2.08 ટકા વધીને 78,910.94 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીએ 417.45 પોઇન્ટ એટલે કે 1.74 ટકાના ઉછાળા સાથે 24,378.05ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટી સિમેન્ટ, ઓટો, આઇટી, ઓઇલ એન્ડ ગેસ તથા સરકારી બેન્કોના સૂચકાંકોમાં 1.82 ટકા સુધીની તેજી જોવા મળી હતી. એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, મીડિયા અને કેમિકલ્સ સેક્ટરમાં પણ 1થી 1.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર નિફ્ટી લગભગ 23,904ના સ્તરે રહેલા 200 દિવસના એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (EMA)થી ઉપર જળવાઈ રહ્યો છે. ટેકનિકલ દૃષ્ટિએ આ બજારની મજબૂતીનો સંકેત છે.

ઊર્જા બજારમાં ભારે વેચવાલી વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો અને તે પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે બંધ થયું હતું.

બુધવારે પણ બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 383.55 પોઈન્ટ વધીને 77,301.40 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 149.75 પોઈન્ટ વધીને 23,960.50 પર બંધ થયો હતો. આનો અર્થ એ થયો કે બજારમાં સતત પાંચ સત્રો સુધી તેજી રહી હતી, અને ગુરુવારે વધુ ગતિ જોવા મળી.

બજારમાં તેજીથી ઘણી મોટી કંપનીઓને ફાયદો થયો. શરૂઆતના ટ્રેડિંગમાં ઇન્ડિગોના શેરમાં 5.07 ટકાનો વધારો થયો. બજાજ ફાઇનાન્સમાં પણ 4.63 ટકા અને એશિયન પેઇન્ટ્સમાં 4.18 ટકાનો વધારો થયો. ઓટો સેક્ટરના શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૩.૮૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો, અને મારુતિ સુઝુકીના શેરમાં ૩.૭૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો. બેન્કિંગ શેરોમાં, HDFC બેંક ૨.૫૭ ટકા અને ICICI બેંક ૨.૪૬ ટકા વધ્યા. ક્ષેત્રીય રીતે, નિફ્ટી ઓટો ૨.૦૪ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૯૪ ટકા અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ એક્સ-બેંક ૨.૭૨ ટકા વધ્યા.

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીના પરિણામોએ ડેમોક્રેટિક પાર્ટીને આગળ વધારી, કોંગ્રેસના બંને ગૃહો પર નિયંત્રણ મેળવ્યું. આનાથી રોકાણકારોને આશા જાગી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ હવે વધુ કાબુમાં આવી શકે છે. જો અમેરિકાની વેપાર નીતિઓને લગતી અનિશ્ચિતતા ઓછી થાય છે, તો ભારત જેવા ઉભરતા બજારોને પણ ફાયદો થઈ શકે છે. આ સમાચાર બાદ અમેરિકાના શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળી. અમેરિકાના બજારમાંથી મળતા સકારાત્મક સંકેતોએ ભારતીય રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો.

વિદેશી રોકાણકારોની રેકોર્ડ ખરીદી

બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત ચોથા કારોબારી સત્રમાં ખરીદદાર રહ્યા હતા. તેમણે ચોખ્ખા 7284 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઓક્ટોબર, 2025 બાદ એક જ કારોબારી દિવસમાં વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી ખરીદી હોવાનું કહેવાય છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ સતત ચોથા દિવસે પોતાની હિસ્સેદારી ઘટાડી હતી અને ચોખ્ખા 3712 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

 

અમેરિકાના શેરબજારોમાં પણ જોરદાર તેજી

ગઈ કાલે રાત્રે અમેરિકાનાં શેરબજારોમાં જોવા મળેલી તેજીથી ભારતીય બજારને પણ ટેકો મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 3 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકાની મધ્યસત્રની ચૂંટણી બાદ ચાર દાયકાથી વધુ સમયગાળામાં ડાઉ જોન્સનું આ સૌથી મજબૂત પ્રદર્શન રહ્યું હતું. એસએન્ડપી 500 અને નાસ્ડેક કમ્પોઝિટમાં પણ 1.4 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.

 

બજારમાં તેજીના ટોચના 5 કારણો શું છે?

  1. અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતથી વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવના પેદા થઈ છે. રોકાણકારો અમેરિકાની વેપાર અને ભૂરાજકીય નીતિઓમાં નરમાઈની આશા રાખી રહ્યા છે.
  2. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને પ્રતિ બેરલ $93.50 થઈ ગઈ છે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી કિંમતોમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર અને કંપનીઓ માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
  3. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. બુધવારે, વિદેશી રોકાણકારોએ આશરે ₹૭,૨૮૪ કરોડના ભારતીય શેર ખરીદ્યા.
  4. યુએસ શેરબજારમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ ૩% વધ્યો. આની ભારતીય બજાર પર પણ સકારાત્મક અસર પડી.
  5. બીજા ક્વાર્ટરના મજબૂત કોર્પોરેટ પરિણામોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે.

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓએ કેવી રીતે ટેકો પૂરો પાડ્યો?

 

6 દિવસમાં સેન્સેક્સ 5,500 પોઇન્ટથી વધુ વધ્યો

તારીખ ક્લોઝિંગ પોઈન્ટમાં ફેરફાર ટકાવારીમાં ફેરફાર
28 ઓક્ટોબર 73,246 – –
29 ઓક્ટોબર 74,151 +905 +1.2%
30 ઓક્ટોબર 74,460 +308 +0.4%
2 નવેમ્બર 75,693 +1,233 +1.7%
3 નવેમ્બર 76,918 +1,225 +1.6%
4 નવેમ્બર 77,301 +384 +0.5%
5 નવેમ્બર (આજે) 78,900 +1,599 +2.1%
કુલ વધારો (6 દિવસ) 78,900 +5,654 પોઈન્ટ +7.7%

 

કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો

યુએસ મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતાં જ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં બજારના વાતાવરણ પર લાંબા સમયથી નકારાત્મક અસર કરી રહ્યા હતા. તેમાં અચાનક મોટો ઘટાડો આવ્યો છે. આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં, ‘બ્રેન્ટ ક્રૂડ’ના ભાવમાં લગભગ 10%નો ઘટાડો થયો છે અને તે પ્રતિ બેરલ 90 ડોલરની સપાટીથી નીચે આવી ગયા છે. તેલના ભાવમાં આવેલો આ ઘટાડો વિશ્વભરમાં ફુગાવાના જોખમમાં ઘટાડો થવાનો સંકેત આપે છે. ખાસ કરીને એવા દેશો માટે કે જેઓ તેલની આયાત પર નિર્ભર છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

You Might Also Like

સોનાના ભાવમાં કડાકો: ઝવેરીબજારમાં ખરીદીની ચમક

બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર

આજ મારે દીપોત્સવી રે..

રિલાયન્સના શેરમાં ૬.૭૦ ટકાનો ઉછાળો

ભારતમાં મુસ્લિમોને પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિક બનાવવા માગે છે, તેઓ ખરેખર રાષ્ટ્રના દુશ્મન છે: મૌલાના મહમૂદ મદની

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

 શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન

Editor By Editor 1 day ago
વઢવાણ પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થયેલો આરોપી જસદણમાંથી ઝડપાયો
એક સમય હતો જ્યારે માણસો પોતે જ ‘પ્લેટફોર્મ’ હતા
આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા
વેરાવળમાં ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?