By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા

Editor
Last updated: 2026/11/05 at 3:12 PM
1 hour ago
Share
આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા
SHARE

આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા

ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની સંભવિત અછત સામે આગોતરૂ આયોજન: લોકોને કરકસરયુક્ત વપરાશ કરવા પદાધિકારીઓની અપીલ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના નાગરિકોને પીવાના પાણીની પૂરતી સુવિધા મળી રહે, ઉનાળાના દિવસોમાં પાણીની અછતનો સામનો કરવો ન પડે તેમજ શહેરની નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા “સૌની યોજના” અંતર્ગત આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદા મૈયાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન બંને જળાશયોમાં નર્મદાના નીરના આગમનને રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી તથા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ હર્ષભેર વધાવી લીધું હતું. રાજકોટ શહેરના નાગરિકોને વર્ષભર પીવાના પાણીની સુચારુ અને પૂરતી વ્યવસ્થા મળી રહે તે રાજકોટ મહાનગરપાલિકાની પ્રાથમિકતા છે. શહેરની વધતી જતી વસ્તી અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પીવાના પાણીના જળસ્રોતોનું સુદૃઢ આયોજન કરવું અત્યંત આવશ્યક છે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાનો નિર્ણય રાજકોટ શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.

આ અવસરે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર  દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા, વોટર વર્કસ સમિતિના વાઇસ ચેરમેન રસિલાબેન સાકરીયા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ શહેરના નાગરિકોને પીવાના પાણીની જરૂરિયાત મુજબ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ રહે અને ભવિષ્યમાં પાણીની અછતની પરિસ્થિતિ ઊભી ન થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના મારફત આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં કુલ ૪૦૦૦ MCFT જળજથ્થો ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને અનુરૂપ રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં બંને ડેમ માટે કુલ ૫૬૦ MCFT જળજથ્થો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં તા. ૦૨/૧૧/૨૦૨૬થી સૌની યોજના અંતર્ગત બંને ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે.

હાલ બીજા તબક્કા અંતર્ગત સૌની યોજના મારફત બંને ડેમમાં નિયમિત રીતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં આજી-૧ ડેમમાં પ્રતિદિન ૨૦ MCFT તથા ન્યારી-૧ ડેમમાં પ્રતિદિન ૧૫ MCFT પાણી આપવામાં આવી રહ્યું છે. આમ, બંને ડેમમાં મળીને પ્રતિદિન કુલ ૩૫ MCFT નર્મદાના નીરની આવક થઈ રહી છે.  આ વ્યવસ્થાથી આજી-૧ અને ન્યારી-૧ ડેમના જળસ્તરમાં ક્રમશઃ વધારો થશે અને બંને જળાશયોને તેમની પૂર્ણ સંગ્રહ ક્ષમતા સુધી ભરવાનું આયોજન છે. બંને ડેમમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ થતાં રાજકોટ શહેરની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવામાં મોટી રાહત મળશે.

આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ થવાથી શહેરની નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ મળશે તેમજ ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સંભવિત અછત સામે આગોતરું આયોજન કરવામાં સરળતા રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના દરેક નાગરિક સુધી પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના સહયોગથી સૌની યોજના અંતર્ગત મળતા નર્મદાના નીર રાજકોટ શહેર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ જળજથ્થાના આગમનથી રાજકોટની પાણીની વ્યવસ્થાને નવી મજબૂતી મળશે અને નાગરિકોને પીવાના પાણીની સુવિધા વધુ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.

અંતમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, પાણીનો બગાડ અટકાવવા તથા જળસંચય અને જળસંરક્ષણની પ્રવૃત્તિઓમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે. કારણ કે, પાણીની ઉપલબ્ધતા જાળવવાની જવાબદારી સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સાથે દરેક નાગરિકની પણ છે.

આજી-૧ અને ન્યારી-૧ ડેમની વર્તમાન જળસંગ્રહ સ્થિતિ

આજી-૧ ડેમ:

– ડેમનું પૂર્ણ જળસ્તર (Full Reservoir Level) ૨૯.૦૦ ફૂટ છે.

– ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૧૮.૦૦ MCFT છે.

– હાલનું જળસ્તર ૨૦.૫૭ ફૂટ છે.

– હાલનો જળસંગ્રહ ૪૩૫ MCFT છે.

 

ન્યારી-૧ ડેમ:

– ડેમનું પૂર્ણ જળસ્તર (Full Reservoir Level) ૨૫.૦૦ ફૂટ છે.

– ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા ૧૨૪૮.૦૦ MCFT છે.

– હાલનું જળસ્તર ૧૪.૨૭ ફૂટ છે.

– હાલનો જળસંગ્રહ ૩૬૫ MCFT છે.

 

૫૦૦ કરોડના ખર્ચે નવા ૧૧ પ્રોજેક્ટ શરૂ કરાશે: મંત્રી

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલે આજે રાજકોટના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં પીવાના તથા સિંચાઈના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.  તેમણે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પાણી પૂરવઠા, સિંચાઈ વર્તુળ તથા સૌની યોજનાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આગામી દિવસોમાં નાગરિકોને પીવા માટે તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે પ્રકારે આયોજનો કરવા, તેમજ કુવા, બોરવેલ સહિતના નવા સ્રોત સક્રિય કરી તેનો ઉપયોગ કરવા સહિતની સૂચનાઓ આપી હતી.  પાણી પુરવઠા વિભાગની બેઠકમાં ચીફ એન્જિનિયર શ્રી એસ. વાય. મંસુરીએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝોન-૩ હેઠળ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓના ૩૯ તાલુકાઓ અને ૨૨૧૯ ગામો આવરી લેવાયા છે, જેની અંદાજે ૭૯ લાખની વસ્તી માટે ૭૧ ફિલ્ટર પ્લાન્ટ અને ૧૦,૮૫૪ કિલોમીટર લાંબી પાઇપલાઇનથી પાણીના વિતરણ વ્યવસ્થા કાર્યરત છે. હાલ ૧૮૦૦થી વધુ ગામોમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તાંત્રિક કે અન્ય કારણોસર બાકી રહેલા ગામો માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને નિયમિત અને પૂરતું શુદ્ધ પાણી મળી રહે, તે માટે અંદાજે રૂ. ૫૭૫ કરોડના ખર્ચે ૧૨ પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે, જ્યારે રૂ. ૪૯૯ કરોડના ખર્ચે ૧૧ નવા પ્રોજેક્ટ્સનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.

You Might Also Like

રાજકોટમાંથી પસાર થતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૧૬3૨ ખુદાબક્ષ પકડાયા

 જામવંથલી–અલિયાબાડા ડબલિંગ ટ્રેક પર 122 કિમીની ઝડપે ટ્રેન દોડાવાય

રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ

દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો

આઠ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, કર્મચારીઓની રજા કેન્સલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

પ્રેમસંબંધ તૂટતાં પૂર્વ પ્રેમીનો બદલો: સગીરા પર દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો વાયરલ કર્યો

Editor By Editor 2 hours ago
રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દિલ્હી મહારેલીમાં જોડાયા
કોંગ્રેસ દ્વારા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ
શેઠ હાઇસ્કુલમાં માં શરદોત્સવ સંપન્ન, 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો
ક્યાંક પ્રેમજાળ તો ક્યાંક ન્યૂડ વીડિયોનો ડર: રાજકોટમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?