શેઠ હાઇસ્કુલમાં માં શરદોત્સવ સંપન્ન, 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો
કોર્પોરેટરો, પૂર્વ સાંસદ, વિપક્ષી નેતા, એડવોકેટ, સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) મહંત આપાગીગાનો ઓટલો ચોટીલાના આશીર્વચન અને માર્ગદર્શન હેઠળ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) દ્વારા 80 ફુટ રોડ, બગીચા સામે પી & ટી.વી શેઠહાઇસ્કૂલના મેદાનમાં શહેરના કોઈપણ વિસ્તારના બહેનો માટે નાત જાતના ભેદભાવ વગર કોઈપણ જાતના ધર્મની બહેનોને એન્ટ્રી સાથે રમવા માટેનું આયોજન છેલ્લા 29 વર્ષથી કરવામાં આવે છે. સૌનો સાથ સૌનો રાસ *ક્રિષ્ના મહિલા રાસોત્સવ 2026* સંપન્ન કરવામાં આવેલ છે. આ રાસોત્સવમાં શહેરના 1000 મહિલાઓ જેમાં દીકરીઓ યુવાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓએ હોંશભેર ભાગ લીધો હતો. શરદ પૂર્ણિમાના દિવસે યોજાયેલ શરદોત્સવ માં બહેનોએ રંગ જમાવેલ હતો. સમગ્ર કાર્યક્રમમાં પાંચ વર્ષથી બાળાથી લઈ સિનિયર સિટીઝનો એ ભાગ લીધો હતો જેમાં ઠંડા પાણીની વ્યવસ્થા, યોગ્ય બેઠક વ્યવસ્થા, પાર્કિંગ ફ્રી, અને રમવા માટે પણ કોઈ જાતની ફી લેવાતી ન હોય સમગ્ર કાર્યક્રમમાં નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમના અંતે નિયુક્ત કરેલ નિર્ણાયકો (જજ) રાજલબેન ગઢવી, ચેતનાબેન રાઠોડ, બીનાબેન પરમાર દ્વારા પોતાનો નિર્ણય જાહેર કરી વિજેતા બનેલા 40 થી વધુ બહેનોને ગિફ્ટ આર્ટીકલ્સ આપવામાં આવેલ.
કાર્યક્રમમાં એડવોકેટ રામજીભાઈ માવાણી (પૂર્વ સાંસદ), રમાબેન માવાણી (પૂર્વ સાંસદ) , રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહજી જાડેજા, અખિલ ભારતીય રાજપુત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી. ટી. જાડેજા, જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દીપ્તિબેન સોલંકી, વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર રસીલાબેન સુરેશભાઈ ગરૈયા, ઇબ્રાહીમભાઇ સોરા, વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જયશ્રીબા દશરથસિંહ જાડેજા, વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર ઘનશ્યામભાઈ હેરમાં, ત્રિકોણબાગ કા રાજા શિવસેનાના જીમીભાઈ અડવાણી, ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ ના રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), ટીકુભા, તીર્થરાજ સિંહ ગોહિલ, જીવરાજ બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ સોલંકી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટના મહિલા પ્રમુખ રજનીબેન આસવાણી, રુદ્ર શક્તિ ક્ષત્રિય મહિલા મંડળ માયાબા જાડેજા, હિનાબા જાડેજા, હર્ષદબા જાડેજા, સુલેખાબા, જાડેજા, નયનાબા જાડેજા, ચંદ્રાબા પરમાર, યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, રાજકીય સામાજિક આગેવાનો માં શિવલાલભાઈ બારસીયા, તેજસભાઈ ગાજીપરા, મનીષાબા વાળા, ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, હર્ષાબા જાડેજા, પટેલ નાગજીભાઈ વિરાણી, દીપ ભંડેરી, અમિતભાઈ કટારીયા, સુજાન સિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દિપેશભાઈ પાંભર, પિયુષભાઈ પાંભર, મનીષભાઈ રામાણી, પિયુષભાઈ ભંડેરી, હિતેશભાઈ હિરપરા, વિજયભાઈ શિયાણી, મહેશભાઈ બાંભવા, અજયભાઈ બોરીચા, અહેસાનભાઈ ચૌહાણ, સાગરભાઇ બોરીચા, નારણભાઈ બાલાસરા (મોમાઈ ટ્રાવેલ્સ) સામાજિક સંસ્થાના આગેવાનો જાગૃત નાગરિકો પ્રવીણભાઈ લાખાણી, જીતુભાઈ કોટેચા, મગનભાઈ પટેલ, શક્તિસિંહ ઝાલા, કમલેશભાઈ પારેખ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદેવસિહ જાડેજા અને હિરેનભાઈ દ્વારા કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાની રાહબરી હેઠળ એડવોકેટ ઈન્દુભા રાઓલ, ભુપતભાઈ આહીર, જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના પદ્માબા ચૌહાણ, વિભૂતિબેન ત્રિવેદી, માલતીબેન ચાવડા, હલીમાબેન સિપાઈ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, આરતીબા જાડેજા, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશ પટેલ, મીનાબા ઝાલા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, નરવીરસિંહ જાડેજા, શીતલબેન જોષી, મીનાબેન કપૂપરા, ભાવિકાબેન ગોંડલીયા, પી. જે. પારેખ સહિતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


