By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

Editor
Last updated: 2026/10/30 at 4:28 PM
30 minutes ago
Share
હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન
SHARE

વડાપ્રધાનના ગુજરાતના બે દિવસીય પ્રવાસનો પ્રારંભ

 

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

 

ડીસા ભીલડીમાં ૧૪ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત: પીએમ કિસાન યોજનાનો પ્રથમ હપ્તો જાહેર કરાયો: ET-IVF અને BBBRCના પશુ ફાર્મની મુલાકાત લીધી

કેટલાક લોકો દેશને તકલીફમાં જોવા માગે છે અને તેમાં તેમને આનંદ આવે છે, વિપક્ષ પર આકરા પ્રહાર અને ટોણો મારતા પ્રધાનમંત્રી

ગુજરાતના ભાઈઓ-બહેનો મને આપણા નરેન્દ્રભાઈ કહીને બોલાવે ત્યારે મારી છાતી ગર્વથી ફુલી જાય છે: PM મોદી

અગ્ર ગુજરાત, ડીસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના આગમનને પગલે ડીસાના ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે આશરે 9:30 વાગ્યે બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCના પશુ ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સવારે આશરે 10:30 વાગ્યે તેઓ ₹14,000 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવાની સાથે ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 7 ઓક્ટોબરે સરકારના વડા તરીકે સેવા આપતાં તેમને 25 વર્ષ પૂર્ણ થયાં છે. 7 ઓક્ટોબર 2001ના રોજ પહેલીવાર શપથ લીધા બાદ ગુજરાતની જનતાએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે. તેમણે ગુજરાત સાથેના પોતાના લાગણીભર્યા સંબંધો યાદ કરતાં કહ્યું કે, આજે પણ ગુજરાતમાં લોકો તેમને ‘પ્રધાનમંત્રી સાહેબ’ કહીને સંબોધે તેના કરતાં ‘આપણા નરેન્દ્રભાઈ’ કહે તે વધુ ગમે છે. જ્યારે ગુજરાતના ભાઈઓ તેમને ‘આપણા નરેન્દ્રભાઈ’ કહીને બોલાવે છે ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી જાય છે. તેમણે ઉમેર્યું કે, ‘પ્રધાનમંત્રી સાહેબ’ સંબોધનમાં જે આત્મીયતા છે તે ‘આપણા નરેન્દ્રભાઈ’ કહેવામાં અનુભવાતા પ્રેમ અને પોતાનાાપણાની સરખામણીમાં ઓછી લાગે છે.

પીએમ મોદીએ ક્હ્યું કે કેટલાક લોકો દેશને તકલીફમાં જોવા માંગે છે અને આમાં તેમને આનંદ મળે છે. દુનિયામાં યુદ્ધની સ્થિતિમાં આ લોકોએ ખાતરની અછતની અફવા ફેલાવી અને ખોટી લાઈનો બતાવી. દુનિયામાં 3000ની કિંમતમાં મળતી ખાતરની થેલી ભારતમાં સરકારે 300 રૂપિયામાં આપી. 5000ની ખાતરની થેલી 1300 રૂપિયામાં સરકાર આપી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે હું દિલ્લી જઈને જે કઈ કરી શક્યો એ તમને આભારી છે. હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ. જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ કરવામાં દેશની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો. ‘આપણા નરેન્દ્રભાઈ’ કહે ત્યારે મારી છાતી ફૂલી જાય. એક-એક ગુજરાતીએ મને ખૂબ પ્રેમ આપ્યો. એક ગામના છોકરાએ ક્યારેય સપનું જોયું ન હતું તેમને તમે આગળ મોકલ્યો. ગુજરાતની જનતાએ જે મને શિખવાડ્યું એ મેં દિલ્લી જઈને કર્યું. છેલ્લા 12 વર્ષમાં મધનું ઉત્પાદન બમણું થયું છે. આપણે પહેલા કહ્યુંહતું કે દેશમાં મધ-ક્રાંતિ લાવવાનની છે. મધ ઉત્પાદનના રોકોર્ડ થયા છે. આપણો દેશ પ્રાકૃતિક મધનો બીજો મોટો નિર્યાતક દેશ બની ગયો છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત મા અંબાની પાવન ભૂમિને નમન કરીને કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાંથી યાત્રાની શરૂઆત કરી હતી, આજે ફરી આ ભૂમિ પર આવવાનો અવસર મળ્યો છે. અહીં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

ખેડૂતોને સંબોધતાં વડાપ્રધાને કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. અમારી સરકારે ખેડૂતોને હંમેશાં પ્રાથમિકતા આપી છે. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીએ પાંચ ગણું વધારવામાં આવ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નાના ખેડૂતો માટે મોટો સહારો બન્યો છે. આજે 18 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં નાણાં પહોંચ્યા છે, જેમાં બનાસકાંઠાના ખેડૂતોના ખાતામાં પણ આશરે 50 કરોડ રૂપિયા જમા થયા છે.

રન ફોર યુનિટીમાં જોડાવા યુવાનોને આહ્વાન કર્યું

પીએમ મોદીએ કહ્યું કે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી-રાષ્ટ્રીય એકતા દિવસ પર દેશભરમાં રન ફોર યુનિટી યોજાશે, એમાં યુવાઓ ભારે ઉત્સાહથી ભાગ લે.

 

પશુપાલન ગ્રામીણ અર્થવ્યવસ્થાનું મહત્ત્વપૂર્ણ અંગ: પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ખેતી એ માત્ર વ્યવસાય નથી પરંતુ આપણી સંસ્કૃતિનું હૃદય છે. છેલ્લાં 10-12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલનને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા આધુનિક ટેકનોલોજી સાથે જોડીને એક નવો રાહ ચીંધ્યો છે. 26 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ આપીને ખેડૂતોને જમીનની સુખાકારી અને ખાતરના યોગ્ય વપરાશ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. હવામાન પરિવર્તનના પડકારો સામે ખેડૂતોને સક્ષમ બનાવવા માટે બદલાતી આબોહવાને અનુકૂળ એવી બિયારણની આશરે 3000 નવી જાત પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની સક્રિય ભાગીદારી ધરાવતા પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં પશુઓની નસલ સુધારણા તથા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી દૂધનું ઉત્પાદન વધારીને ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો કરી શકાય.

 

ખાટલા સભાનો અનોખો નજારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડીમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરતાં તેમણે બનાસકાંઠાના લોકોના ઉત્સાહ અને વિશાળ જનમેદનીનાં ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, “આજે બનાસકાંઠાના લોકોએ વટ પાડી દીધો. દુનિયામાં આટલી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય. આ તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સમાન છે.”

 

જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: મોદી

બવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધતા કહ્યું કે, આજે બનાસકાંઠાએ વટ પાડી દીધો છે. અત્યાર સુધીમાં પ્રથમવાર બનાસકાંઠામાં ખાટલા બેઠક યોજાવા જઈ રહી છે. જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી તરીકેનો મારો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ ડીસામાં યોજાયો હતો. મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ લોકકલ્યાણ મેળો પણ ડીસામાં જ યોજ્યો હતો, જેમાં ત્રણ લાખ લોકો ઉમટી પડ્યા હતા. જ્યાંથી જનસેવાની શરૂઆત કરી હતી, ત્યાં આજે 25 વર્ષની સેવાનો હિસાબ આપવા આવ્યો છું.

You Might Also Like

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

 ફટાકડા ફોડવા લોકોના ખિસ્સા પર બોજ વધશે, ભાવમાં ૨૦ ટકાનો વધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ
ગુજરાત

 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ

Editor By Editor 2 days ago
મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલનું ગ્રૂપ બન્યું સ્વાસ્થ્ય અને હૂંફનું કેન્દ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MoU સંપન્ન
એટલાન્ટિસ હિલ્સ પરિવાર દ્વારા પ્રથમ વખત શરદ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી
RMCના ‘શરદોત્સવ’નો ફિયાસ્કો: અડધાથી વધુ ખુરશીઓ ખાલી રહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?