કોંગ્રેસ દ્વારા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતના પૂર્વ વડાપ્રધાન અને દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ તથા ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંને મહાન નેતાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારતની લોખંડી મહિલા તરીકે ઓળખાતાં સ્વ. ઇન્દિરા ગાંધીજી તેમની દૃઢ નેતૃત્વશક્તિ, સાહસિક નિર્ણયો અને દેશની એકતા તથા અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે હંમેશાં યાદ રહેશે. બીજી તરફ, સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. બંને મહાન નેતાઓનું રાષ્ટ્રનિર્માણમાં આપેલું યોગદાન દેશવાસીઓ માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે.
આ બંને મહાન નેતાઓના આદર્શો અને વિચારોને આત્મસાત કરીને લોકશાહી, રાષ્ટ્રીય એકતા અને જનસેવાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના રાજકોટ મહાનગર પાલિકા ના વિરોધ પક્ષ ના નેતા દિપ્તી બેન સોલંકી, અતુલ ભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વૈશાલી શીંદે, હરપાલસિંહ જાડેજા, જયદીપ મયાત્રા,ગોવિંદભાઈ સભાયા, ઠાકરશી ભાઈ ગજેરા, હેમાંગીની બેન ગોંડલીયા. યજ્ઞેશ દવે, કેતન તાળા, જગદીશસિંહ જાડેજા, ભરત ભાઈ કોયાણી તેજસભાઈ ટોપીયા જીતુભાઈ ઠાકર, જલ્પેશ વાઘેલા, સલીમભાઈ કારિયાણી, કિશનભાઈ ગોંડલીયા,જગદીશભાઈ ડોડીયા, અશોક ભાઈ વાળા સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાન નેતાઓને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપી હતી.


