શ્રી અજરામર સંઘ દ્વારા આયોજિત ‘થોકડાનું માસખમણ’ મહાપરીક્ષા સંપન્ન
૪૦૦ બહેનોએ એક જ આસને પરીક્ષા આપી રચ્યો નવો ઇતિહાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
૩૦ દિવસ સુધી વોટ્સએપના માધ્યમથી આગમિક તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવ્યા બાદ એક જ દિવસ, એક જ સમયે, એક જ આસને અને શ્વેત વસ્ત્ર ધારણ કરીને ૪૦૦ જેટલી બહેનોએ એક જ સેન્ટરમાં પરીક્ષા આપીને સ્થાનકવાસી સમાજમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ મહાપરીક્ષાનું પરિણામ અને ઇનામ વિતરણ આગામી તા.૭ નવેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શ્રી અજરામર ઉપાશ્રય ખાતે મહાપરીક્ષાનું પરિણામ જાહેર થશે અને વિજેતાઓને ઇનામો વિતરિત કરવામાં આવશે.
આગામી તા.૧ નવેમ્બર (રવિ-પુષ્ય અમૃત સિદ્ધિ યોગ), ૩૨ આગમ-શ્રુત અભિવંદનાનું વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૨ નવેમ્બરના પૂજ્ય પ્રજ્ઞા મહર્ષિ ગુરૂદેવશ્રી નવલચંદ્રજી સ્વામીની સ્મૃતિમાં સમૂહ સામાયિક, નમો સિદ્ધાણંના જાપ, સંવેદના, લક્કી ડ્રો અને પ્રભાવનાનું આયોજન રાખવામાં આવ્યું છે, તેમ કમલેશભાઇ શાહે એક યાદીમાં જણાવ્યું છે. છે.
જ્ઞાન અભિયાનના સંચાલકોમાં વીર-ડુંગરમ મહિલા મંડળના મુખ્ય સંચાલિકા યોગનાબેન મહેતા, મંત્રી કલ્પનાબેન પારેખ, સહયોગી ડોલીબેન અજમેરા તથા તમામ સુપરવાઇઝર સેવિકાઓની નિસ્વાર્થ સેવાની વિશેષ અનુમોદના કરવામાં આવી હતી. મહાવીરભવનમાં સુંદર વ્યવસ્થા સહયોગ આપવા બદલ લાભાર્થી દાતા પરિવારો તેમજ વિમલભાઇ પારેખ અને કલ્પેશભાઇને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ધાર્મિક માર્ગદર્શન પૂજ્યશ્રી વર્ધમાન સ્વામી, પૂજ્યશ્રી અરિહંત સ્વામી, શ્રી ભદ્રતાજી આચાર્ય અને શ્રી ઉજાશજી આચાર્ય દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી. અજરામર સંઘમાં નિઃસ્વાર્થ સેવા આપનાર હિતેશભાઇ કોઠારી અને ડિમ્પલબેન હિતેશભાઇ કોઠારીને પૂજ્ય ગુરૂદેવ દ્વારા વિશેષ આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.


